કાલોલમાં યુવા ભીમ સેના દ્વારા સ્વાતંત્ર્ય દિનની ભવ્ય ઉજવણી કરવામાં આવી.

તારીખ ૧૫/૦૮/૨૦૧૬
સાજીદ વાઘેલા કાલોલ
આજરોજ કાલોલ ખાતે બાબાસાહેબ આંબેડકરની પ્રતિમા પાસે યુવા ભીમ સેના કાલોલ દ્વારા 80મા સ્વાતંત્ર્ય દિવસની ઉમળકાભેર ઉજવણી કરવામાં આવી હતી.આ પ્રસંગે કાલોલ તાલુકા પંચાયતના સદસ્ય અક્ષયકુમાર પ્રમોદભાઈ નાગરના વરદ હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું. પ્રાસંગિક ઉદ્બોધનમાં તેમણે દેશની આઝાદી માટે શહીદ થયેલા વીર શહીદોને યાદ કર્યા અને આ શુભ દિને તેમને દિલથી શ્રદ્ધાંજલિ આપવા હાકલ કરી. સાથે જ ભારત દેશની એકતા, અખંડિતતા અને બંધારણીય મૂલ્યોનું જતન કરવાની પણ અપીલ કરી. જ્યાં કાર્યક્રમમાં શહેરના નગરજનો, અગ્રણીઓ, યુવા ભીમ સેના કાલોલના યુવા મિત્રો, બહેનો અને શાળાના બાળકો સહિત મોટી સંખ્યામાં લોકોએ ભાગ લઈ કાર્યક્રમને દીપાવ્યો. યુવા ભીમ સેના કાલોલના માર્ગદર્શક સન્માનનીય સુનિલભાઈ મકવાણાએ સૌનું સ્વાગત કરી પ્રસંગને અનુરૂપ સુંદર વક્તવ્ય રજૂ કર્યું હતું. અંતે તેમણે ઉપસ્થિત તમામનો આભાર માની કાર્યક્રમનું સમાપન અને વિસર્જન કર્યું હતું.








