BHUJGUJARATKUTCH

વિશ્વ રેડક્રોસ ડે નીમીતે ઇન્ડીયન રેડક્રોસ સોસાયટી કચ્છ ડીસ્ટ્રીક્ટ બ્રાન્ચ દ્વારા ત્રિવિધ કાર્યક્રમો યોજાયા.

વાત્સલ્યમ્ સમાચાર.

રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – ભુજ કચ્છ.

ભુજ ,તા-૦૮ મે : વિશ્વ રેડક્રોસ ડે નિમીતે ઇન્ડીયન રેડક્રોસ સોસાયટી કચ્છ જીલ્લા શાખા દ્વારા વિવિધ કાર્યક્રમોનું આયોજન હાથ ધરવામાં આવ્યુ હતું.ખાસ કરીને આજે વિશ્વ રેડક્રોસ ડે ઉપરાંત વિશ્વ થેલેસેમીયા ડે પણ છે ત્યારે ઇન્ડીયન રેડક્રોસ સોસાયટી કચ્છ ડીસ્ટ્રીક્ટ બ્રાન્ચના ચેરમેન ધવલભાઇ આચાર્યના માર્ગદર્શન નીચે થેલેસેમીયાગ્રસ્ત બાળકોને સાથે રાખીને ઇન્ડીયન રેડક્રોસ સોસાયટી ખાતે ત્રિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યુ હતું. આજે સવારે ભુજના ત્રિમંદીર પાસે આવેલા રેડક્રોસ ભવન ખાતે લાયન્સ ક્લબ ઓફ ભુજ ક્વીન્સ દ્વારા થેલેસેમિયા પીડિત બાળકો માટે વિશેષ રક્તદાન કેમ્પનું આયોજન હાથ ધરવામાં આવ્યુ હતું.આ પ્રસંગે ઇન્ડીયન રેડક્રોસ સોસાયટી કચ્છ જિલ્લાના ટ્રેઝરર સંજયભાઇ ઉપાધ્યાય, સેક્રેટરી મીરાબેન સાવલીયા, એક્સિક્યુટીવ મેમ્બર પરાગભાઇ લીઆ, લાયન્સ ક્વીનના પ્રેસીડેન્ટ રીટાબેન છાટબાર, લાયન્સ ક્લબ ના ડીસ્ટ્રીક્ટ ટ્રેઝરર વાડીલાલભાઇ ઠાકરાણીએ દિપપ્રાગટ્ય કરીને કેમ્પને ખુલ્લો મુક્યો હતો.આ પ્રસંગે સંસ્થાના ટ્રેઝરર સંજયભાઇ વઉપાધ્યાયે જણાવ્યુ હતું કે ઇન્ડીયન રેડક્રોસ સોસાયટી કચ્છ જીલ્લા સંચાલીત માતૃશ્રી અમરબાઇ ભીમજીભાઇ કરશન રાઘવાણી બ્લડ સેન્ટર ખાતે રક્તની સેવા પુરી પાડવામાં આવે છે.અને 24 કલાક બ્લડબેંક ચાલુ છે ત્યારે થેલેસેમીયાગ્રસ્ત બાળકોને અહીં નિઃશુલ્ક બ્લડ આપવામાં આવે છે.લોકો મહતમ સંસ્થાની સેવાનો લાભ લે તેવો તેમણે અનુરોધ કર્યો હતો.તેમજ ઇન્ડીયન રેડક્રોસ સોસાયટીના સેક્રેટરી મીરાબેન સાવલીયાએ થેલેસેમીયા રોગ અંગે માહીતી આપીને થેલેસેમીયા ગ્રસ્ત બાળકોનો જન્મ જ ના થાય અને તેને શરુઆતથી જ અટકાવવા માટે લગ્ન પહેલા થેલેસેમીયા ટેસ્ટ કરાવવા જણાવ્યુ હતું.લાયન્સ ક્વીનના રીટાબેન છાટબારે રેડક્રોસની પ્રવૃતીને બિરદાવી હતી .લાયન્સ ક્લબ ઓફ ભુજના ટ્રેઝરર વાડીલાલભાઇ ઠાકરાણીએ રક્તદાનની પ્રવૃતીઓમાં તેમની સંસ્થા દ્વારા સહયોગની ખાત્રી આપી હતી. જીલ્લા શાખા ના એક્સિક્યુટીવ કમીટી મેમ્બર પરાગભાઇ લીઆએ વિશેષ જણાવ્યું હતું કે રેડ ક્રોસ ની બ્લડનું બ્લડ સ્ટોરેજ સેંટર જે કચ્છ નું પહેલી અને એક માત્ર બ્લડ સ્ટોરેજ સેંટર છે જે NABH માન્યતા ધરાવતી છે. અને પધારેલ સૌ મહેનનો એમણે દિલથી આભાર વ્યક્ત કર્યોં હતો. સાથે વાઇસ ચેરમેન વિમલભાઈ મહેતા દ્વારા રેડ ક્રોસ દિવસ અને થેલેસેમિયા દિવસ ની શુભેછાઓ પાઠવવામાં આવી હતી. આ પ્રસંગે થેલેસેમીયાગ્રસ્ત બાળકો ને ગેમ રમાડી ગીફ્ટનું વિતરણ કરવામાં આવ્યુ હતું સાથે એક રેલીનું પણ આયોજન હાથધરવામાં આવ્યુ હતું જેમાં મોટીસંખ્યામાં સ્વયંસેવકો જોડાયા હતા.આ રેલીએ શહેરમાં રેડક્રોસ ડે અને થેલેસેમીયા અવેરનેશ અંગે જાગૃતી ફેલાવી હતી.આ કાર્યક્રમ નું સંચાલન માનસી દવે,નવીન જેપાર અને એલીના રાઈમાં દ્વારા કરવામાં આવ્યુ હતું તેમજ આ પ્રોગ્રામ ને સફળ બનાવવામાં મહેશ સુથાર, ફરહીન રાઈમાં, દિલીપ સુથાર,કૃતાગ્યા હાલપાણી , મયંક જોશી, નિરાલી,વગેરે જહેમત ઉઠાવી હતી.

Back to top button
error: Content is protected !!