GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL

કાલોલ સરકારી આઇ.ટી.આઇ ખાતે ઔધોગિક રોજગાર ભરતી મેળો અને રોજગાર કારકિર્દી સેમીનાર યોજાયો.

તારીખ ૧૬/૧૧/૨૦૨૪

સાજીદ વાઘેલા કાલોલ 

જિલ્લા રોજગાર વિનિમય કચેરી પંચમહાલ અને સરકારી આઇ.ટી.આઇ કાલોલનાં સયુંકત ઉપક્રમે યોજાયેલ ઔધોગિક રોજગાર ભરતીમેળામાં ૧૦૯ ઉમેદવારોની પ્રાથમિક પસંદગી કરવામાં આવતા પસંદગી પામેલા ઉમેદવારોમાં ખુશી જોવા મળી.

પ્રાપ્ત માહિતી અનુસાર આજ રોજ તારીખ:૧૬-૧૧-૨૦૨૪ના રોજ સવારે:૧૦:૩૦ કલાકે સરકારી આઇ.ટી.આઇ કાલોલ ખાતે યોજાયેલ ઔધોગિક રોજગાર ભરતીમેળા અને પીએમ ઇન્ટર્નશીપ યોજનાની કારકિર્દી સેમીનારમાં પંચમહાલ જિલ્લાના કુલ ૧૧ નોકરીદાતા દ્વારા ૨૦૦ થી વધુ ટેકનીકલ તેમજ નોન ટેકનીકલ જગ્યાઓ માટે એસ.એસ.સી ,એચ.એસ.સી , આઇ.ટી.આઇ ,ડીપ્લોમા અને સ્નાતક લાયકાત ધરાવતા ઉમેદવારોને ઈન્ટરવ્યું પ્રક્રિયાના માધ્યમથી રોજગારીની તક આપવામાં આવી.જેમાં ૧૫૦ થી વધુ ઉમેદવારોએ ભાગ લીધો હતો.જે પૈકી ૧૦૯ ઉમેદવારોની પ્રાથમિક પસંદગી કરવામાં આવી.આ ભરતીમેળામાં આઇ.ટી.આઇ આચાર્ય , એપ્રન્ટીસ એડવાઈઝર તથા જિલ્લા રોજગાર વિનિમય કચેરીના રોજગાર અધિકારી વી.કે ડામોર અને પ્લેસમેન્ટ અધિકારી પ્રશાંત રાણા દ્વારા પીએમ ઇન્ટર્નશીપ યોજના વિશે કારકિર્દી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

Back to top button
error: Content is protected !!