Rajkot: મિલકત ભાડે આપતા પહેલા ભાડુઆતની સંપૂર્ણ વિગતો પોલીસને આપવા સૂચના
તા.૨૮/૩/૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
Rajkot: રાજકોટ ગ્રામ્ય જિલ્લા વિસ્તારમાં ગુપ્ત આશરો મેળવી જાહેર સલામતી અને શાંતિનો ભંગ કરતા અને બહારના રાજયોમાંથી અગર દેશ બહારથી આવતા અને કોઈનું મકાન ભાડે રાખીને રહેતા અસામાજિક તત્વોની અનિચ્છનીય પ્રવૃત્તિ ઉપર અંકુશ લાવવા માટે રહેણાંક તથા ઔદ્યોગિક વિસ્તારોમાં મકાન, એકમો, ઓફિસો, દુકાનો, ગોડાઉનો ભાડે આપતા માલિકો માટે રાજકોટ અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ એ.કે.ગૌતમે પ્રતિબંધાત્મક હુકમ ફરમાવેલ છે.
જે મુજબ ભાડે આપનાર તથા રાખનાર વ્યક્તિએ નોટરી પાસે જરૂરી દસ્તાવેજ કરાર કરાવવાના રહેશે. ભાડે આપેલ મકાનની વિગત, ભાડુઆત અને જેઓએ ભાડુઆતની ઓળખાણ આપી હોય તે તમામની જરૂરી વિગતો નિયત કરેલા પત્રકમાં જરૂરી માહિતી ભરી સંબંધિત પોલીસ સ્ટેશનને મોકલી આપવાનું રહેશે. આ હુકમ સમગ્ર રાજકોટમાં તા. ૩૦/૦૪/૨૦૨૫ સુધી અમલમાં રહેશે, જેનો ભંગ કરનાર શિક્ષાને પાત્ર થશે.