વલસાડમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસે યોગ સ્પર્ધા અને યોગ શિબિર યોજાઇ
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
યોગાસન ભારત અને કેન્દ્ર સરકારના સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયા ફીટ ઇન્ડિયા મિશન અંતર્ગત સ્વાસ્થ્યલક્ષી યોગ શિબિર અને યોગ સ્પર્ધાનું આયોજન કરી મહિલા સશક્તિકરણ તથા આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરવામાં આવી હતી. ગુજરાત યોગાસન સ્પોર્ટ્સ એસોસિએશનના માર્ગદર્શન હેઠળ વલસાડ યોગાસન સ્પોર્ટ એસોસિએશન તેમજ વલસાડની રણભૂમિ એકેડમી, પ્રજાપિતા બ્રહ્માકુમારી ઇશ્વરીય વિશ્વવિદ્યાલય અબ્રામા સેન્ટર તથા ડિવાઇન માર્શલ આર્ટ એન્ડ સ્પોર્ટ્સ એકેડમીના સંયુક્ત ઉપક્રમે વલસાડમાં અસ્મિતા મહિલા યોગ ચેમ્પિયનશિપનું આયોજન કરવામાં આવ્યું હતું.
મહિલા પતંજલિ યોગ સમિતિ રાજ્ય પ્રભારી તનુજાબેન આર્ય, ગુજરાત રાજ્ય યોગ બોર્ડના સાઉથ ઝોન કો-ઓર્ડીનેટર પ્રીતિબેન પાંડે, વલસાડ રૂરલ પોલીસ સ્ટેશનના પી.એસ.આઇ આર.વી.ચુડાસમા, પ્રજાપિતા બ્રહ્માકુમારી સંસ્થાના સાઉથ ઝોન ઇન્ચાર્જ બી કે રંજન દીદી, બી કે સંગીતા દીદી, વલસાડ જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના સચિવ બી.જી. પોપટ, શ્રી સાઈ ચેરીટેબલ ટ્રસ્ટ – રણભૂમિના પ્રમુખ અને વકીલ કેયુરભાઈ પટેલ, ડિવાઇન માર્શલ આર્ટ એન્ડ સ્પોટ્સ એકેડમીના ફાઉન્ડર અને ટેકનિકલ ડાયરેક્ટર નિલેશ કોશિયાની ઉપસ્થિતિમાં કાર્યક્રમનો શુભારંભ થયો હતો.
આ પ્રસંગે બીકે સંગીતા દીદીએ સ્વાગત કરી મહિલા દિવસનું મહત્વ વિશે જાણકારી આપી આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ માટે પોતાના વિચારો અને આશીર્વચન આપ્યા હતા. આ પ્રસંગે તમામ મહિલા મહેમાનોનું સ્મૃતિભેટ અને પુષ્પગુચ્છથી સ્વાગત કરવામાં આવ્યું હતું. ગુજરાત યોગાસન સ્પોર્ટ્સ એસો.ના સેક્રેટરી ઉમંગ ડોનના માર્ગદર્શન હેઠળ યોગાસન ચેમ્પિયનશિપમાં વલસાડ જિલ્લાની ૯ થી ૭૦ વર્ષની ઉંમરના મહિલાઓએ ભાગ લઈ નારી શક્તિના દર્શન કરાવ્યા હતા, વિજેતા ખેલાડીઓને પ્રમાણપત્ર અને મેડલથી સન્માનિત કરવામાં આવ્યા હતા, જ્યારે હરીફાઈમાં ભાગ લેનાર તમામ સ્પર્ધકોને પાર્ટિસિપેટ સર્ટિફિકેટ આપવામાં આવ્યું હતું.
યોગ સાથે જોડાયેલા રાધાબેન જોશી, સોનલબેન પટેલ, મયંક ટંડેલ, શીતલ ત્રિગોત્રા, માયા ઘોડગે, ચિત્રાંગીની ભટ્ટ, સેજલ ગુપ્તા, કાજલ ગુપ્તા, સુસ્મિતા સંતરા, સીમા ભુરાત વગેરેએ નિર્ણાયક અને વોલેંટિયર તરીકે સેવા આપી હતી. અસ્મિતા મહિલા યોગાસન ચેમ્પિયનશિપના અંતે રણભૂમિના પ્રમુખ કેયુરભાઈ પટેલ અને યોગાસન સ્પોર્ટ્સના નિલેશભાઈ કોસીયાએ આભારવિધિ કરી હતી.