ઘોઘંબા તાલુકાના રણજીત નગર મુકામે ગુજરાત ફ્લોરોકેમિકલ્સ લિમિટેડ દ્વારા આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરાઈ
રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ
તા.૧૦.૩.૨૦૨૫
ગુજરાત ફલોરો કેમિકલ્સ લિમિટેડ દ્વારા રણજીતનગર ગામ ખાતે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરવામાં આવી હતી.જેમાં રણજીતનગર ગામની મહિલાઓ તેમજ જી.એફ.એલ કંપનીના સી.એસ.આર અંતર્ગત રણજીતનગર સ્કીલ ડેવલોપમેન્ટ સેન્ટર અને હેન્ડીક્રાફ્ટ સેન્ટરની કુલ 100 જેટલી મહિલાઓએ આ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણીમાં ભાગ લીધો હતો.આ કાર્યક્રમમાં મહિલાઓને જાગૃત કરવા તથા સશક્ત કરવા માટે ભારત સરકાર દ્વારા રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારથી સન્માનિત ગુજરાતી ફિલ્મ હેલ્લારો મહિલાઓને બતાવવામાં આવી હતી. આ ફિલ્મ 1975 માં મંજૂરી નામની એક મહિલા જે કચ્છના રણના મધ્યમાં એક નાનકડા ગામમાં લગ્ન કરી સાસરીયે જાય છે, તે ગામ પુરુષ પ્રધાન હોવાથી તે ગામના ઘર પરિવાર તેમજ તે સમાજના નીતિ નિયમો, જીવન શૈલી પુરુષ પ્રધાન ને આધીન હતી, આ નીતિ નિયમો ના કારણે તેમનું શોષણ થતું અને પોતાના સુખોનું બલિદાન થતું અને દુઃખ વેઠવું પડતું હતું, તેઓ સશક્ત બન્યા અને તેઓએ ગામની બહેનોને એકઠી કરી અને પુરુષ પ્રધાન નીતિનિયમો અને સામાજિક કુરિવાજોને દૂર કર્યા હતા.આ વિષયક ગુજરાતી ફિલ્મ હેલ્લારો આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ ઉજવણી કાર્યક્રમમાં મહિલાઓને બતાવવામાં આવી હતી.જેનો ઉદ્દેશ મહિલાઓ ને જાગૃતિ આવે તેમજ તેઓ સશક્ત બને એ ઉદ્દેશ્યથી ફિલ્મ બતાવવામાં આવી હતી.તેમજ કાર્યક્રમ દરમિયાન જીએફએલ કંપની ના કોર્પોરેટ દ્વારા ઓનલાઇન કનેક્ટિવિટી નું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં આ કાર્યક્રમના મુખ્ય મહેમાન તરીકે ભારતની સૌપ્રથમ માઉન્ટ એવરેસ્ટ પર્વતારોહક મહિલા ડો. અરુણિમા સિન્હા, જીએફએલ કંપનીના એજ્યુકેટીવ ડાયરેક્ટર દેવાંશ જૈન, જીએફએલ કંપનીના કોર્પોરેટ એચ આર કલોલ ચક્રબોર્તી, જી એફ એલ કંપનીના રિજનલ એચ આર હેડ સુનિલ ભટ્ટ, જીએફએલ રણજીત નગર કંપનીના ના સીએસઆર હેડ જીગ્નેશ મોરી તેમજ જી.એફ.એલ કંપનીના અન્ય મહિલા કર્મચારીઓએ ઓનલાઈન કનેક્ટિવિટીના માધ્યમથી આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ ઉજવણી કાર્યક્રમમાં મહિલાઓને જાગૃત કરવા તથા સશક્ત બનાવવા માટે વાર્તાલાપ કરવામાં આવી હતી.આ કાર્યક્રમમાં રણજીત નગર સ્ટીલ ડેવલોપમેન્ટ સેન્ટર તેમજ રણજીત નગર હેન્ડીક્રાફ્ટ સેન્ટર માં ખુબ જ સારી રીતે કામ કરતી બહેનોને પુરસ્કાર આપી અને તેમનું સન્માન કરવામાં આવ્યું હતું.