BANASKANTHAGUJARAT

કાંકરેજ તાલુકાના થરા ખાતે શ્રી બહુચર માતાજીના મંદિરે શ્રદ્ધાંજલિ અને સંગીતમય શૈલીમાં સુંદરકાંડના પાઠનું આયોજન કરાયું..

કાંકરેજ તાલુકાના થરા ખાતે શ્રી બહુચર માતાજીના મંદિરે શ્રદ્ધાંજલિ અને સંગીતમય શૈલીમાં સુંદરકાંડના પાઠનું આયોજન કરાયું..

કાંકરેજ તાલુકાના થરા ખાતે શ્રી બહુચર માતાજીના મંદિરે શ્રદ્ધાંજલિ અને સંગીતમય શૈલીમાં સુંદરકાંડના પાઠનું આયોજન કરાયું..

કાંકરેજ તાલુકાના વહેપારી મથક થરામાં હાઈવે સ્થિત શ્રી બહુચર માતાજી મંદિરના પૂજારી હાલ તખતપુરમાં રહેતા મુકેશભારથી સોમભારથી ગૌસ્વામીના માતૃશ્રી હંસાબેન સોમભારથી ધ્યાનભારથી ગોસ્વામીનું આકસ્મિક અવસાન સવંત ૨૦૭૭ ના ચૈત્રસુદ- ૫ ને શનિવાર તા.૧૭/૦૪/૨૦૨૧ના રોજ થયેલ.સ્વ.ની ચતુર્થ વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે સવંત ૨૦૮૧ ના ચૈત્રવદ-૪ ને ગુરૂવાર તા.૧૭/૦૪/૨૦૨૫ ના રોજ રાત્રે ૮.૩૦ કલાક થી ૧૧ કલાક સુધી થરા નગર પાલિકા પ્રમુખ પતિ અનિલભાઈ સોની,પૂર્વ પ્રમુખ ભારતીબેન કિરીટભાઈ અખાણી, શ્રી સરસ્વતી શિશુમંદિર થરાના ટ્રસ્ટી ઈશ્વરભાઈ ઠક્કર, જશુભાઈ પ્રજાપતિ,રતનભારથી ગોસ્વામી નીલકંઠ પ્રેસ, પ્રહલાદભાઈ ઠક્કર ઉણ ની ઉપસ્થિતિ માં જુનાગામ તળમાં બિરાજમાન શ્રી બહુચર માતાજી મંદિરના પુજારી ગોસ્વામી સોમભારથી ધ્યાનભારથી પરિવાર દ્વારા સુંદરકાંડ પાઠ તેમજ શ્રધ્ધાંજલી અર્પણ કાર્યક્રમ યોજાયો હતો.જેમાં અરવિંદભાઈ ઠક્કર,હરિભાઈ સોની,અંજુબેન ઠક્કર, સરોજનબેન,રિંકુંબેન ઠકકર, માલતીબેન ઠક્કર,ગીતાબેન ઠક્કર ના મુખારવિંદે તબલા વાદક રવિ જોષીના તબલાના તાલે સુંદરકાંડના પાઠનું પઠન કરવામા આવેલ ત્યારબાદ સ્વ.હંસાબેન ગોસ્વામીને શ્રધ્ધાંજલી અર્પણ કરી પુત્રી ગાયત્રી,જમાઈ મેહુલપુરી દુધારામપુરા,ભાઈ અરવિંદગર,રમેશગર દીઓદર સહીત પરિવાર દ્વારા આરતી ઉતારી પ્રસાદ આપવામાં આવ્યો હતો.આ કાર્યક્રમમા મુકેશભારથી ગૌસ્વામીએ જણાવ્યું હતું કે શ્રી ગોસ્વામી તુલસીદાસ દ્વારા રચિત શ્રીરામ ચરિત માનસ માં અયોધ્યાકાંડ,અરણ્યકાંડ, કિષ્કિંધકાંડ,સુંદરકાંડ,લંકાકાંડ અને ઉત્તરકાંડ તેમાંથી પાંચમો અધ્યાય સુંદરકાંડ છે.એવું કહેવાય છે કે જો કોઈ આખું શ્રીરામચરિત માનસ વાંચી શકતા નથી,તો દર મંગળવાર અથવા શનિવારે સુંદરકાંડનો પાઠ કરવા, સુંદરકાંડના પાઠથી દરેક સમસ્યા નું સમાધાન થઈ શકે છે,સુંદરકાંડ માં ભગવાન શ્રીરામના ભક્ત હનુમાનજીની શક્તિ અને વિજય નો ઉલ્લેખ છે.જેમાં હનુમાનજી દ્વારા માતા સીતાની શોધ અને રાક્ષસોના સંહારનું વર્ણન કરવામાં આવ્યું છે.કહેવાય છે કે હનુમાનજીની સાથે ભગવાન શ્રીરામ અને માતા સીતાના આશીર્વાદ પણ રામજી ના ભક્તો પર રહે છે જે હનુમાનજીના મહિમાની શ્રીરામ ચરિત માનસ માં સુંદરકાંડને વિશેષ મહત્વ આપવામાં આવ્યું છે.એવું કહેવાય છે કે જે વ્યક્તિ સુંદર કાંડનો પાઠ કરે છે,તેનાથી નકારાત્મક શક્તિઓ દૂર રહે છે અને નકારાત્મક શક્તિઓ પણ તેની આસપાસ ભટકતી નથી. કોઈને કોઈ વિઘ્ન વારંવાર આવવાના કારણે કોઈ કાર્ય પૂર્ણ નથી થઈ રહ્યું તો મંગળવાર અથવા શનિવારે સુંદરકાંડનો પાઠ અવશ્ય કરવો જોઈએ,કહેવાય છે કે શનિદેવની સાડાસાતી, મહાદશા કે હૈયાના પ્રભાવથી વ્યક્તિની શારીરિક,માનસિક અને આર્થિક સમસ્યાઓ વધે છે. પરંતુ જો કોઈ વ્યક્તિ હનુમાનજી ના ભક્ત છે અને દર શનિવારે સુંદરકાંડનો પાઠ કરવો જોઈએ
નટવર.કે.પ્રજાપતિ,થરા
મો.૯૯૭૯૫ ૨૧૫૩૦

Back to top button
error: Content is protected !!