શિનોર જલારામ મંદિર ખાતે જલારામ જયંતીની ભક્તિ ભાવ પૂર્વક ઉજવણી કરાઇ
ફૈઝ ખત્રી...શિનોર શિનોર ચારભાગ વિસ્તારમાં આવેલ જલારામ મંદિર ખાતે જલારામ જયંતિની ભક્તિ ભાવ પૂર્વક ભવ્ય ઉજવણી કરવામાં આવી શિનોર ચારભાગ વિસ્તારમાં જલારામ બાપાનું મંદિર આવેલું છે.ત્યારે જલારામ બાપાની 225મી જન્મ જયંતી ની ઉજવણીના ભાગરૂપે ભવ્ય શોભાયાત્રા અને રાત્રે ભવ્ય લોકડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં સવારે જલારામ બાપાના મંદિરેથી ભારે ફટાકડાની આતસ બાજી સાથે ફૂલોથી શણગારેલા ટ્રેકટરમાં જલારામ બાપાની પ્રતિમા મૂકી ડી.જે.ના તાલે ભવ્ય શોભાયાત્રા નીકળી હતી.આ શોભાયાત્રા સમગ્ર શિનોર નગરમાં યોજાઈ હતી.જેમાં મોટી સંખ્યામાં ભકતજનો જોડાયા હતાં.અને ત્યારબાદ ભકતજનોએ આરતી બાદ મહા પ્રસાદી લઈ ધન્યતા અનુભવી હતી. જ્યારે રાત્રે જલારામ બાપા ના મંદિર ખાતે યોજાયેલ ભવ્ય લોકડાયરામાં ગાયક હાર્દિક પટેલ અને તેમની સમગ્ર ટીમે ભજનોની ભારે રમઝટ જમાવી હતી.