JAMNAGARJAMNAGAR CITY/ TALUKO

જામનગરમાં ઐતિહાસીક તળાવ હવે પાર્ટ બે પણ બનશે ઐતિહાસીક સંભારણું

કઇક સારૂ કરવાનો કઠોર પરીશ્રમ-સ્ટ્રેસ-સૌની સાથે સંકલન-રાત દિવસ એક કરવા....વગેરે જેમને કામ કર્યુ હોય તે જ જાણે.....બાકી થઇ જાય એટલે જાહેર કે ખાનગી વખાણ સૌ કરતા હોય છે

જામનગરમાં ઐતિહાસીક તળાવ હવે પાર્ટ બે પણ બનશે ઐતિહાસીક સંભારણું

સીટી એન્જીનિયર જાનીને પાર્ટ વન વખતનો અનુભવ કામ લાગશે-ત્યારે સીટી ઇજનેર શૈલેષ જોશી અને ઇજનેર ભાવેશ જાનીએ અનેક વિરોધ વચ્ચે સાંગોપાંગ નીકળી બ્યુટીફીકેશન પ્રોજેક્ટ પુરો કર્યો હતો

દાયકા પહેલા ૩૮ કરોડનો એ પ્રોજેક્ટ અત્યારે ૯૦ કરોડ થી વધુ થાય તેની સામે પાછલા તળાવનો પ્રોજેક્ટ બ્યુટી તેમજ ક્વોલીટી સાથે નો કોમ્પ્રોમાઇઝ સાથે કરકસરનો સમન્વય–એક અવલોકન

કઇક સારૂ કરવાનો કઠોર પરીશ્રમ-સ્ટ્રેસ-સૌની સાથે સંકલન-રાત દિવસ એક કરવા….વગેરે જેમને કામ કર્યુ હોય તે જ જાણે…..બાકી થઇ જાય એટલે જાહેર કે ખાનગી વખાણ સૌ કરતા હોય છે

લાખોટા તળાવ પાર્ટ ૨ ની પ્રોજેક્ટ ઇમેજ


જામનગર (ભરત ભોગાયતા)

જામનગરમાં ઐતિહાસીક તળાવ હવે પાર્ટ બે પણ બનશેઐતિહાસીક સંભારણું તેમકહી શકાય છે ખાસ કરીને સીટી એન્જીનિયર ભાવેશ જાનીને પાર્ટ વન વખતનો અનુભવ કામ લાગશે-ત્યારે સીટી ઇજનેર શૈલેષ જોશી અને ઇજનેર ભાવેશ જાનીએ અનેક વિરોધ વચ્ચે સાંગોપાંગ નીકળી બ્યુટીફીકેશન પ્રોજેક્ટ મક્કમતાથી પુરો કર્યો હતો

દાયકા પહેલા ૩૮ કરોડનો એ પ્રોજેક્ટ અત્યારે ૯૦ કરોડ થી વધુ થાય તેની સામે પાછલા તળાવનો પ્રોજેક્ટ બ્યુટી તેમજ ક્વોલીટી સાથે નો કોમ્પ્રોમાઇઝ સાથે કરકસરનો સમન્વય હોય તેવુ અભ્યાસુઓનુ એક અવલોકન છે

આમ જોઇએ તો કઇક સારૂ કરવાનો કઠોર પરીશ્રમ-સ્ટ્રેસ-સૌની સાથે સંકલન-રાત દિવસ એક કરવા….વગેરે જેમને કામ કર્યુ હોય તે જ જાણે…..બાકી થઇ જાય એટલે જાહેર કે ખાનગી વખાણ સૌ કરતા હોય છે તે સ્વાભાવિક છે

એકંદર જામનગરમાં સુવિધા વધારવા માટે શાસન પ્રશાસન મહેનત કરતા હોય છે તેમજ ગ્રાંટ અને સ્થાનિક આવકના પરીપ્રેક્ષ્યમાં પ્રોજેક્ટ આગળ ધપતા હોય છે જેમકે સગવડતા માટે ફ્લાયઓવરનો મેગા પ્રોજેક્ટ ચાલુ છે ત્યારે શહેરની સુંદરતામાં વધુ એક મોરપીછ ઉમેરાય તેના માટે પાછલા તળાવની કાયાકલ્પનું કામ મનપાએ ઉપાડી લીધું છે મહાનગરપાલિકાએ શહેરના તળાવના વધુ વિકાસ માટેના વધુ એક પ્રોજેક્ટની વિગત જાહેર કરી છે, કમિશનર દ્વારા આ વિગતો જાહેર કરવામાં આવી હતી
જેમાં મહાનગરપાલિકાએ જાહેર કર્યું કે, રણમલ તળાવ ભાગ 2 અને 3 ના નવા પ્રોજેક્ટનો પ્રારંભ કરી દેવામાં આવ્યો છે. અહીં રૂ. 30 કરોડનો ખર્ચ કરવામાં આવશે અને આગામી 24 મહિનામાં આ પ્રોજેક્ટ પૂર્ણ કરવામાં આવશે. કમિશનર ડી.એન.મોદીએ વધુ વિગતો આપતાં જણાવ્યું કે, આ તળાવની કાયાકલ્પનો પ્રોજેક્ટ પર્યાવરણીય નુકશાન કે ના થાય તે રીતે કરવામાં આવી રહ્યો છે જેનાથી શહેરની સુંદરતામાં પણ વધારો થશે,કમિશનરે કહ્યું કે અહીં મુલાકાતીઓ માટે સુવિધાઓ વિકસાવવામાં આવશે. પક્ષીઓ અંગે સમજ અને જાણકારીઓ આપવામાં આવશે. બાળકો માટે ઈન્ડોર અને આઉટડોર રમતો ઉપલબ્ધ કરાવવામાં આવશે. તળાવની ફરતે ઢાળ પર પથ્થરથી ગૂંથાયેલો પાળો અને તેની ફરતે બીમથી ટકાઉ અને મજબૂત પાળાનું નિર્માણ કરવામાં આવશે. તળાવની સુંદરતા માટે હર્બલ, એરોમેટીક અને બટરફ્લાય ગાર્ડનના સોફ્ટ લેન્ડસ્કેપ બનાવવામાં આવશે. કમિશનર દ્વારા આ તકે પ્રોજેક્ટની સંખ્યાબંધ લાક્ષણિકતાઓ રજૂ કરવામાં આવી. અને જાહેર કરવામાં આવ્યું કે, અહીં કુદરતી સૌંદર્ય- શૈક્ષણિક મૂલ્ય- સુખાકારીના લાભોનું અનેરૂં મિશ્રણ ઉપલબ્ધ થશે. આ રીતે તળાવ સૌ માટે લોકભોગ્ય સંપત્તિ બનશે. કમિશનરે આ તમામ માહિતીઓ અને વિગતો આપી ત્યારે સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન નિલેષભાઈ કગથરા ડેપ્યુટી મેયર ક્રિષ્નાબેન સોઢા, સિટી ઈજનેર ભાવેશભાઈ જાની વગેરે ઉપસ્થિત રહ્યા હતાં.

________________
@તળાવમાં પાણીનો સંગ્રહ વધશે

-તળાવની પાણી સંગ્રહ ક્ષમતા ઘટશે નહિ વધશે:મ્યુ.કમિશ્નર ડી.એન.મોદી

આ તળાવનો પોજેક્ટ શરુ થયા બાદ એવી વાતો ચાલી રહી છે કે તળાવ બુરાઈ જશે તેની સ્ટોરેજ કેપેસીટી ઘટી જશે… ત્યારે આ પત્રકાર પરિષદમાં મ્યુ.કમિશ્નર ડી.એન.મોદીને દ્વારા આ સવાલ પૂછવામાં આવ્યો ત્યારે કમિશનરે કહ્યું કે જે રીતે ઊંડું ઉતારવાનું આયોજન છે તે જોતા તળાવના કુલ સંગ્રહશક્તિમાં એક કરોડ લીટર પાણીનો વધારો થશે, એક ઘનમીટર માટી કાઢવાથી એક હજાર લીટરનો પાણીનો સંગ્રહશક્તિ વધી શકે આમ કુલ પાણીનો સંગ્રહ વધશે જેનાથી ટ્યુબવેલ અને બોરવેલ પણ રીચાર્જ થશે.અને તળાવ બુરાઈ જશે તે વાત પાયાવિહોણી છે.

હર્દય રોગનો હુમલો ના આવે તે માટે શું કરવું ? જાણો અહી, રોગ પહેલા લક્ષણને ઓળખો – એપિસોડ-૨ | હૃદય રોગનો હુમલો | Heart attack | Dr.Nishith Sardava

[wptube id="1252022"]
Back to top button