DHROLJAMJODHPURJAMNAGARJAMNAGAR CITY/ TALUKOJODIYAKALAVADLALPUR

જય પરશુરામ ના નાદ સાથે છોટીકાશીમા યોજાશે ભવ્યાતિભવ્ય શોભાયાત્રા–ભક્તોમા થનગનાટ

જય પરશુરામ ના નાદ સાથે છોટીકાશીમા યોજાશે ભવ્યાતિભવ્ય શોભાયાત્રા–ભક્તોમા થનગનાટ

 

છોટીકાશી જામનગરમાં ભગવાન શ્રી પરશુરામજીની જયંતિ ઉજવણી ની તડામાર તૈયારીઓ

શ્રીમાળી બ્રાહ્મણ વાડીમા ખાસ મીટીંગમા જોવા મળ્યો અનેરો ઉત્સાહ અને આસ્થા

આ વખતે આગેવાનોનોકોલ ઝીલી દરવખત થી પણ નોંધપાત્ર રીતે બહેનો પણ વધુ સક્રિય

જામનગર ( નયના દવે)

જામનગરમા ભગવાન શ્રીનપરશુરામજીની જયંતિની ઉજવણી ની તડામાર તૈયારીઓ સમસ્ત બ્રહ્મસમાજ દ્ધારા થઇ રહી છે અજર અમર અને પરશુ સહિત “રામ” જેમનુ નામ છે તેવા ભગવાન જેમણે બ્રાહ્મણ સમાજ મા તો ચેતના જગાવી જ હતી સાથે સાથે ખુમારી અને ખમીર સાથે દૈવત્વના અજોડ રક્ષક હતા તેવા ભગવાન શ્રી પરશુરામજી પ્રત્યે દરેક બ્રાહ્મણ ને લગાવ હોય તે સ્વાભાવિક છે તેમજ શિવ ઉપાસક-સાધક શ્રી પરશુરામજી ના ઉત્સવ માટે સાતે સાથે મહાદેવ પ્રત્યે પરમ આસ્થા રાખતા બ્રહ્મસમાજ મા ખાસ કરીને હાલારમા અનેરી એકતા જોવા મળે છે માટે તો દર વખતે આ આયોજન દીપી ઉઠે છે

છોટીકાશી જામનગરમાં ભગવાન શ્રી પરશુરામજીની જયંતિ ઉજવણી ની તડામાર તૈયારીઓ માટે તબક્કાવાર સુદ્રઢ મીટીંગ યોજાય છે તેમ રવિવાર તારીખ ૯ એપ્રિલના શ્રીમાળી બ્રાહ્મણ વાડીમા ખાસ મીટીંગ યોજાઇ તેમા આ મુજબ અનેરો ઉત્સાહ અને આસ્થા જોવા મળ્યા હતા તેમજ નોંધપાત્ર બાબતો એ પણ છે કે
આ વખતે આગેવાનોનોકોલ ઝીલી દર વખત કરતા પણ નોંધપાત્ર રીતે બહેનો પણ વધુ સક્રિય જોવા મળ્યા છે
જામનગરમા શ્રી પરશુરામ ભગવાન ની કૃપાથી બ્રહ્મસમાજમા યુવાનો વડીલોનુ માર્ગદર્શન અવિરત મેળવે છે તો બહેનો ને આદર આપી વધુ ને વધુ પ્રોત્સાહન આપવામા આવે છે

આ મીટીંગમાં આશીષભાઇ  જોશી પ્રફુલ્લભાઇ વાસુ સુભાષભાઇ જોશી વલ્લભ અદા જાગૃતિબેન તૃપ્તીબેન તથા ઉપેન્દ્રભાઇ સુનિલભાઇ   હીરેનભાઇ
જશ્મીનભાઇ  જનકભાઇ   ડીમ્પલબેન મનીષાબેન   વૈશાલીબેન ઉપરાંત
હિરેનભાઇ ત્રિવેદી  જયદીપ પુરોહીત દિવ્યેશ વાયડા અર્જુન પંડ્યા જગત રાવલ   પરેશ દવે તેમજ ભાસ્કરભાઇ ઉપરાંત  ધોળકીયાભાઇ સહિત ( અનેક નામો સમાવવાના રહી જાય છે)સમસ્ત બ્રહ્મસમાજ ના આગેવાનો તેમજ દરેક ઘટકો પેટા જ્ઞાતિ ગૃપ વગેરેના હોદેદારો આગેવાનો તેમજ મહિલા પાંખના હોદેદારો આગેવાનો શહેરના બ્રહ્મસમાજના વિવિધ ક્ષેત્રના આગેવાનો હોદેદારો કર્મચારીઓ અધીકારીઓ બીઝનેસમેન શીક્ષકો વગેરે સહિત વડીલો ભાઇઓ બહેનો સહિત સૌ અપેક્ષીતો આ મીટીંગમા ઉપસ્થિત રહ્યા હતા અને પરશુરામ જયંતિના દિવસે યોજાનાર ભવ્યવશોભાયાત્રા મા પૂજન પ્રસ્થાન યાત્રા રૂટ ફ્લોટસ વાહન નિદર્શન યાત્રા વિરામ તેમજ યાત્રા સ્વાગત ઠેર ઠેર સ્ટોલ તેમજ આમંત્રણ સહિતના આયોજન ના સુંદર પ્રસ્તાવો મુકવામા આવ્યા હતા
ઉલ્લેખનીય છે કે દર વખતે શ્રી પરશુરામ જયંતિની શોભાયાત્રા વખતે નગરમા અનેરો માહોલ બને છે તેમજ સૌ જનપ્રતિનિધીઓ પદાધીકારીઓ હોદેદારો રાજકીય ક્ષેત્રના મહાનુભાવો શહેર અને જિલ્લાના જુદા જુદા સમાજ વિસ્તાર અને ક્ષેત્રોના આગેવાનો ઉદ્યોગપતિઓ સહિત દરેક ક્ષેત્રના વ્યક્તિવિશેષ  તેમજ ખુબ મોટી સંખ્યામા બ્રહ્મબંધુઓ ભગીનીઓ  આ યાત્રા મા ઉપસ્થિત રહેતા હોય છે તેમજ જય પરશુરામના નાદ સાથે નીકળતી ભવ્ય યાત્રા દર્શનિય બને છે તેની પાછળ આવી દરેકમીટીંગો બ્રહ્મસમાજના હોદેદારો કારોબારી તેમજ સભ્યો સમર્થકો માર્ગદર્શકો ભાઇઓ બહેનો વડીલો બાળકો સૌની જહેમત હોય છે
બ્રહ્મસમાજના આગેવાનોના જણાવ્યા મુજબશ્રી જામનગર જિલ્લા તથા શહેર સમસ્ત બ્રહ્મસમાજ (સૌરાષ્ટ કચ્છ) આયોજિતભગવાનશ્રી પરશુરામ જન્મોત્સવ શોભાયાત્રાની
બીજી મિટીંગતારીખ૯-૪-૨૦૨૩ રવિવાર રાત્રે ૯.૩૦ થી ૧૦.૩૦ સ્થળઃ શ્રીમાળી જ્ઞાતિની વાડી પંચેશ્વર ટાવર પાસે, જામનગરમાં યોજાય જેમાં બ્રહ્મસમાજની તમામ પેટા જ્ઞાતિ, ઘટકો, તમામ સંસ્થાના સભ્યો તથા જામનગરમાં વસતા દરેક ભાઇઓ-બહેનોને આયોજનમાં સહભાગી થયા હતા અને વિશીષ્ટ આયોજન થયુ હતુ

@_________________

BGB
bureau for V.N.S.
&
gov.accre.Journalist
jamnagar
8758659878

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!