DHROLJAMJODHPURJAMNAGARJAMNAGAR CITY/ TALUKOJODIYAKALAVADLALPUR

મૂલ્યવાન રક્તદાન બનશે જીવનદાન

જામનગર::મૂલ્યવાન રક્તદાન બનશે જીવનદાન

 

જીજી હોસ્પિટલમાં સગર્ભાને બ્લડ ડોનેટ કરી આરોગ્ય કાર્યકરે રકતદાન મહાદાનનું સૂત્ર સાર્થક કર્યું

 

જામનગર તાલુકાના કોંજા ગામે રહેતા સગર્ભાને બ્લડની જરૂર પડતાં રાત્રિના સમયે મોટી ભલસાણ આરોગ્ય કેન્દ્રના મહિલા આરોગ્ય કાર્યકરે બ્લડ ડોનેટ કર્યું : માતા અને બાળકની તબિયત સ્વસ્થ

 

જામનગર ( નયના દવે)

જામનગર જીલ્લા માહિતી કચેરી દ્વારા તંત્રી વિભાગના અભ્યાસુ પત્રકારો સબ એડીટરો દ્વારા માહિતીપ્રદ ખાસ લેખો સમયાંતરે પ્રસિદ્ધ કરાય છે ત્યારે સીનિયર સબ એડીટર પારૂલ કાનગળે  રક્તદાતાઓને પ્રેરીત કરવા આ શૃંખલામા રક્તદાન વિષે ખાસ લેખ લખ્યો છે

જે મુજબ આપણા લોહીથી કોઈ વ્યક્તિનું જીવન બચી શકે છે. એટલે જ તો કહેવાય છે કે રકતદાન મહાદાન. આ સૂત્રને સાર્થક કરતો જ એક કિસ્સો જામનગરની જીજી હોસ્પિટલમાં સામે આવ્યો છે. એક સર્ગભા સ્ત્રીને રાત્રિના સમયે ડીલીવરી દરમિયાન લોહીની જરૂર પડતાં આરોગ્ય કાર્યકરે બ્લડ ડોનેટ કરી રકતદાન મહાદાનનું સૂત્ર સાર્થક કર્યું છે.   

 

જામનગર તાલુકાના કોંજા ગામે રહેતા અને ખેત મજૂરી કરતાં ભાનુબહેન ભાયાભાઈ માટીયા નામના સગર્ભા ડિસેમ્બર-2022માં જામનગરની જીજી હોસ્પિટલ ખાતે ફેમેલી પ્લાનિંગના ઓપરેશન અર્થે ગયા હતા. જ્યાં તપાસ દરમિયાન ડોકટરોને જાણવા મળ્યું કે સગર્ભાના ગર્ભમાં ત્રણ બાળકો છે અને 2-3 વખત તેણીએ પિલ્સનો પણ ઉપયોગ કર્યો છે. માટે તેણીને સારવાર માટે હિસ્ટ્રેટકટોમી કરાવવી પડશે. અને દર્દીને હોસ્પિટલ માં દાખલ થવા માટે કહેવામાં આવ્યું પરંતુ તે ગભરાઈ ને ઘરે પરત જતા રહ્યા હતા. 

 

બાદમાં મે મહિનામાં ભાનુબહેનને રાત્રે ૧૦.૦૦ વાગ્યે દુખાવો ઊપડતાં જી.જી.હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. સગર્ભા મલ્ટી પારા હોઈ જોખમી સગર્ભા તરીકે ડીલીવરી સમયે બ્લડની તાત્કાલિક જરૂર પડતા દર્દીએ મોટી ભલસાણ આરોગ્ય કેન્દ્રના ( FHW ) ફીમેલ હેલ્થ કાર્યકર શીતલબેન ગોસાઈને ફોન કરી બ્લડની તાત્કાલિક જરૂર અંગે જણાવ્યું. આરોગ્ય કાર્યકર બહેન અને તેના મોટા ભાઈ મનુભાઈ મહેતા રાત્રે 11:00કલાકે તાત્કાલિક જીજી હોસ્પિટલ ગયા અને બ્લડ ડોનેટ કર્યું. સગર્ભાની રાત્રે 12:50 વાગ્યે ડીલીવરી થઇ અને હાલ માતા અને બાળક બંને નોર્મલ છે. આ જોખમી સગર્ભાને આરોગ્ય કાર્યકરે રાત્રે તાત્કાલિક બ્લડ ડોનેટ કરી સમાજ સેવાનું ઉતમ ઉદાહરણ પૂરું પાડી રકતદાન મહાદાનનું સૂત્ર સાર્થક કર્યું છે. 

 

રકતદાનના ફાયદા

રક્તદાન કરવાથી આપણા હૃદયનું સ્વાસ્થ્ય સારું થાય છે. લોહીમાં આયર્ન નું પ્રમાણ વધી જવાથી હાર્ટને લગતી વિવિધ બીમારી થવાની શક્યતાઓ રહે છે. નિયમિત રક્તદાન કરવાથી લોહીમાં આયર્ન નું પ્રમાણ ઘટે છે, કે જેનાથી હાર્ટ અટેકની શક્યતા ૮૮% જેટલી ઘટી જાય છે.

રક્તદાનથી નવા રક્તકાઓનું નિર્માણ શરીરમાં થયા કરે છે, કે જેનાથી શરીરનું સ્વાસ્થ્ય સુધાર છે અને શરીમાં સ્ફૂર્તિ આવે છે.

 

રક્તદાનથી ઓવરઓલ ફિટનેસ ઈમ્પ્રુવ થાય છે. 

 

રક્તદાનથી લીવર, આંતરડા, પેટ, ફેફસા તથા ગળાના કેન્સરની શક્યતાઓ ઘટે છે.

 

એક યુનિટ રક્તદાન કરવાથી આપણા શરીરથી 650 કેલરી બળે છે. આ આપણા આદર્શ વજનને નિયંત્રિત કરવામાં પણ મદદ કરે છે.

@______________

BGB

8758659878

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!