DHROLJAMJODHPURJAMNAGARJAMNAGAR CITY/ TALUKOJOTANAKALAVADLALPUR

એડવોકેટ જતીન બુદ્ધભટ્ટીની હાઇકોર્ટમાં સફળ દલીલથી તેમના ક્લાયન્ટસ નિર્દોષ છુટ્યા

 

મોરબી શહેરનાં આર.ટી.ઑ. ઑફિસર ત્થા આર ટી.ઓ. એજન્ટની વિરૂદ્ધનાં લાંચકેસમાં સેસન્સ કોર્ટનાં નિર્દોષ છુટકારાને માન્ય રાખતી નામ. ગુજરાત હાઈકોર્ટ

જામનગર (ભરત ભોગાયતા)

૧૧/૪/૨૦૦૪ના રોજ ક. ૬.૧૫ વાગ્યે મોરબી શહેરનાં જિલ્લા પંચાયત ગેસ્ટ હાઉસમાં ફરિયાદીની બસ ત્થા અન્ય લોકોની બીજી પાંચ મીની બસો પર ખોટી રીતે કેસો નહીં કરી , હેરાનગતિ ન કરવા માટે પ્રતિ બસ પેટે માસિક રૂ.૩૦૦ લેખે કુલ છ બસોના રૂ. ૩૦૦૦ લાંચની રકમ આરોપી નં ૧ કે જેઓ આર.ટી.ઓ. ઑફિસર તરીકે જાહેર સેવક તરીકે ફરજ પર હતાં તેઓએ આરોપી નં. ૨ , કે જેઓ આર.ટી.ઓ. એજન્ટ મારફતે , લાંચની માગણી કરી , લાંચની રકમ સ્વીકારતાં એ. સી.બી.ના હાથે ગોઠવવામાં આવેલા લાંચનાં છટકામાં ઝડપાઈ ગયા હતાં .

જે અંગેનો કેસ મોરબી સેસન્સ કોર્ટમાં ચાલી જતાં નામ. સ્પેશિયલ કોર્ટે બંન્ને આરોપીઓને પૂરાવાના અભાવે નિર્દોષ ઠરાવીને છોડી મુકવાનો હુકમ કરેલ .
જે હુકમને નામ. ગુજરાત હાઈકોર્ટ સમક્ષ સરકાર દ્વારા પડકારવામાં આવેલ જેની આખરી સુનાવણી નામ. ગુજરાત હાઈકોર્ટની વેકેશન બેંચ સમક્ષ નીકળતાં નામ. ગુજરાત હાઈકોર્ટે કેસ / પુરાવાઓનું પુનઃમુલ્યાંકન કરી સરકારની અપિલને નામંજુર કરી આરોપીઓને નિર્દોષ ઠરાવવાના સેસન્સ કોર્ટ નાં હુકમને યોગ્ય/ કાયદેસરનો ઠરાવતો હુકમ ગ્રાહ્ય રાખ્યો છે .
નામ. ગુજરાત હાઈકોર્ટે પોતાના ચુકાદામાં નોંધેલ છેકે આરોપીઓને લીધેલ લાંચના રકમનો બચાવ કાયદાની દ્રષ્ટિ એ કાયદસરનો હતો ઉપરાંત ફરિયાદપક્ષનાં સાહેદોની કોર્ટ રૂબરૂની જુબાનીઓમાં મહત્વનાં મુદ્દા પર વિસંગતાઓ જણાય આવે છે જે ફરિયાદપક્ષનાં કેસને ગંભીર હાની /ક્ષતિ પહોંચાડે છે .
આરોપીઓ વતી નામ. ગુજરાત હાઈકોર્ટ સમક્ષ એડવોકેટ જીતેન એમ . બુધ્ધભટ્ટી હાજર થઈને કાયદાકીય જોગવાઇઓની છણાવટ કરી રજુઆત કરેલ .

________________

—regards

bharat g.bhogayata

Journalist (gov.accredate)

b.sc.,ll.b.,d.n.y.(GAU),journalism (hindi),ind. relation &personal mnmg.(dr.rajendraprasad uni.)

 

jamnagar

8758659878

bhogayatabharat@gmail.com

Back to top button
error: Content is protected !!