JAMNAGARJAMNAGAR CITY/ TALUKOSHUBHECHCHHA

હોમગાર્ડઝ ડે- “નિષ્કમ સેવા” સાર્થક થાય છે….? 

હોમગાર્ડઝ ડે- “નિષ્કમ સેવા” સાર્થક થાય છે….?

જામનગર (ભરત ભોગાયતા)

આગામી છઠ્ઠી ડીસેમ્બર હોમગાર્ડઝ ડે હોઇ સ્થાપના દિવસે એડવોકેટ ગીરીશ એલ. સરવૈયા સ્ટાફ ઓફીસર– લીગલ,જિલ્લા હોમગાર્ડઝ જામનગર એ જણાવ્યુ છે કે ગુજરાતના પનોતા પુત્ર અને પુર્વ વડાપ્રધાન મોરારજીભાઇ દેસાઇના વિચારોને સ્વતંત્ર સવરૂપ આપી અંદાજીત સને.-૧૯૪૬ થી ગુજરાતમાં હોમગાર્ડઝની શરૂઆત કરવામાં આવેલ હતી. ગુજરાત રાજ્યની અલગ ઓળખ થતાં અને સ્થાપના થતાં હોમગાર્ડઝના ગુજરાતના કમાન્ડન્ટ જનરલ તરીકે પ્રથમ વખત શ્રી ઉધ્યન ચિનુભાઇ બેરોનેટની નિમણુંક કરવામાં આવેલ હતી. તેમણે સતત ૨૭-વર્ષ સુધી માનદ તરીકે સેવાઓ આપેલ હતી. સને.-૧૯૪૭ થી ધી હોમગાર્ડઝ એક્ટ અમલમાં છે. જેમાં આજ સુધી કોઇપણ પ્રકારના ફેરફારો કરવામાં આવેલ નથી.

જામનગર જિલ્લાના પ્રથમ જિલ્લા કમાન્ડન્ટ તરીકે શ્રી.ડો.વી.એસ.ચુડાસમાની નિમણુંક કરવામાં આવેલ હતી. ત્યારબાદ શ્રી આર.એસ.ભટ્ટ ત્યારબાદ શ્રી મહેન્દ્રસિંહજી જાડેજા ત્યારબાદ અરવિંદ સી. ભટ્ટની ઉતરોતર નિમણુંકો કરવામાં આવેલ હતી. ત્યારબાદ જિલ્લા કમાન્ડન્ટનું પદ ખાલી રહેતાં પોલીસ ડિપાર્ટમેન્ટ માંથી ડી.વાય.એસ.પી.શ્રી (H.Q) ને ચાર્જ સોંપવામાં આવેલ અને છેલ્લે ફરી વખત નિમણુંકો થતાં શ્રી એસ.જે.ભીંડીની જિલ્લા કમાન્ડન્ટ તરીકે નિમણુંક કરવમાં આવેલ હતી અને હાલ આ જગ્યા ખાલી રહેતા ડી.વાય.એસ.પી.શ્રી મહેન્દ્રસિંહજી સોલંકી પાસે તેમનો ચાર્જ છે.

હોમગાર્ડઝની સ્થાપનાની શરૂઆતમાં લોકો તેમાં નિષ્કામ સેવાની ભાવનાની લાગણીઓ સાથે જોડાતા હતાં. કેમ કે પોલીસ ખાતામાં અસંખ્ય કામગીરી અને દિવસ–રાત કઠીન પરિસ્થિતિમાં કામ કરવાનું હોય છે. અને તેથી કાયદો અને વયવસ્થાની પરિસ્થિતિને અંકુશમાં રાખવા માટે હોમગાર્ડઝ દળ પોલીસ ના પુરક તરીકે કામ કરતું આવેલ છે. હોમગાર્ડઝની સેવા આપતા હોમગાર્ડઝ કે અધિકારીઓને કોઇ પગાર આપવમાં આવતો નથી. પરંતુ એક માનદ ભથ્થુ તેને ફરજના અને તેની સેવાના ભાગ રૂપે આપવામાં આવે છે. જે તે વખતે દળમાં સેવાઓ આપવા માટે સરકારી કર્મચારીઓ, ડોકટરો, વકીલો, વિવિધ સંસ્થાના ઉચ્ચ હોદ્દેદારો તત્પર રહેતા હતા.

 

-૨-

 

પરંતુ દિવસે-દિવસે હોમગાર્ડઝ દળનો જે મોટીવ છે તે લુપ્ત થતો હોય તેમ લાગે છે. કેમ કે મોટા ભાગની પોલીસ કચેરીઓમાં, ડિઝસ્ટર મેનેજમેન્ટની કચેરીમાં, કોર્ટમાં વિગેરે વિગેરે જ્ગ્યાએ હોમગાર્ડઝ દ્વારા જ કામ ચલાવવામાં આવે છે. અને એટલે જ હવે લોકો સેવાની ભાવનાથી નહીં પરંતુ પગારની ભાવનાથી દળમાં જોડાય છે. તેમ છતાં પણ જે લોકોને સેવા કરવી જ છે તેઓ હાલના સમયમાં પણ આ દળમાં જોડાઇને સેવાઓ કરે જ છે. જેથી દળનું સુત્ર “નિષ્કામ સેવા” ને એવા લોકોએ બરકરાર રાખેલ છે.

શરૂઆતમાં જિલ્લા કમાન્ડન્ટશ્રીઓ પણ સેવાની ભાવનાથી આ દળમાં જોડાતાં હતા. હવે સેવાની ભાવનાને બીજા ક્રમે રાખીને વાહન, મોભો, દેખાડો, વટ, નામના કમાવવા માટે જોડાવવાની હોડ લાગેલી છે. પહેલાં હોમગાર્ડઝ દળ સાથે જોડાયેલાં લોકોને ભથ્થાની ખબર પણ ન હોય અને માંગણીઓ પણ કરતા નહીં. જ્યારે અત્યારે ભથ્થાંનો વધારો વારંવાર કરવા માટે સરકારને બાનમાં લેવામાં આવે છે આ બાબત ખુબ જ દુઃખદાયક છે.

હું પોતે આ દળ સાથે વર્ષોથી જોડાયેલો છું. એટલે આ બધી હકીકતોથી વાકેફ છું. અને હજુ પણ જો દળના “નિષકામ સેવા” ના સુત્રને લુપ્ત થતું રોકવુ હશે અને પ્રતિષ્ઠિત વ્યક્તિઓ આ દળમાં સેવાઓ માટે જોડાય એવી પરિસ્થિતિનું નિર્માણ કરવું હશે તો વર્ષો જુના દળના કાયદામાં ફેરફારો કરવા ખુબ જ આવશ્યક છે. તેમજ પોલીસ ડિપાર્ટમેન્ટ દ્વારા હોમગાર્ડઝ સભ્યો પાસેથી કાયદો વ્યવસ્થા સિવાયના જે કામો લેવામાં આવે છે તે સદંતર બંધ થવા જોઇએ. એવું મારૂ અંગત રીતે માનવું છે.

ખેર, જે હોય તે આજે ગુજરાતના ૫૦૦00 થી વધુ હોમગાર્ડઝ સભ્યનું ગુજરાન માનદ ભથ્થા ઉપર ચાલે છે. અને હાલની સરકાર દ્વારા માનદ ભથ્થુ પણ સમ્માન જનક એટલે કે પ્રતિ દિવસના–૪૫૪ રૂપીયા લેખે ચુકવવામાં આવે છે જે આ મોંઘવારીના સમયમાં ખુબ જ સારી બાબત ગણાય. આ ઉપરાંત હોમગાર્ડઝનું એક વેલ્ફેર ફંડ પણ કપાત કરવામાં આવે છે. જેમાંથી કોઇ સારા-નરસા પ્રસંગોએ હોમગાર્ડઝને સહાય પણ આપવામાં આવે છે. આ વેલ્ફેર ફંડમાં સરકારશ્રીનો પણ ખુબ જ ફાળો રહેલો છે. હાલનાં સમયમાં હોમગાર્ડઝ સભ્યો દ્વારા પોલીસનાં કર્મચારીઓથી પણ ચડીયાતી કામગીરીઓ કરવામાં આવી રહેલ છે જેને સરકારશ્રી તથા મંત્રીશ્રીઓ તથા પોલીસ અને હોમગાર્ડઝનાં ઉચ્ચ અધિકારીઓ દ્વારા વખતો વખત પ્રમાણપત્રો, મેડલો, રોકડ પુરસ્કારો, વિગેરે દ્વારા બિરદાવવામાં આવે છે જેનાથી હોમગાર્ડઝ દળમાં નિષ્કામ સેવા આપતા જવાનોનો  ઉત્સાહ જળવાઈ રહે છે.

વર્તમાન સમયનાં ડીજીટલ યુગમાં સોશ્યલ મિડીયાનો જમાનો હોવાથી દેશનાં તમામ લોકો સુધી હોમગાર્ડઝ દળનાં માનદ સભ્યોની નિષ્કામ સેવાની કામગીરીની નોંધ પહોચેલ છે પછી તે, વાવાઝોડુ હોય, ભુકંપ હોય, અનાવ્રુષ્ટી હોય, કે પુર હોય દરેક પરિસ્થિતીઓમાં હોમગાર્ડઝ દળનો જવાન સૌપ્રથમ મદ્દદ અને સેવાઓ માટે હાજર જ જોવા મળે છે આ જ તો હોમગાર્ડઝ દળનાં જવાનની લાગણી સભર નિષ્કામ સેવા છે.

 

-૩-

 

જામનગર જિલ્લા હોમગાર્ડઝ કચેરીને પણ ૬૦-વર્ષથી ઉપરનો સમય થવાં જાય છે જે આજે પણ અડીખમ ઉભી છે. જેમાં સને–૨૦૦૧ના ભુકંપ બાદ કમાન્ડન્ટશ્રી અરવીંદભાઇ ભટ્ટ ના કાર્યકાળમાં સંપૂર્ણ રિનોવેશન કરવામાં આવેલ ત્યારબાદ હાલ પણ આ કચેરીમાં સંપૂર્ણ રિનોવેશન ચાલુ છે. જે લગભગ પૂર્ણતાના આરે છે. ટુંકમાં ઓફીસનું રિનોવેશન સંપૂર્ણ રીતે આટલા વર્ષોમાં ફક્ત બે વખત જ કરવાની જરૂરીયાત ઉપસ્થિત થયેલ છે. હાલના સમયમાં આ માનદ હોમગાર્ડઝ સભ્યો કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ જે રીતે સંભાળે છે તે કાબીલે દાદ છે. અને તેને લીધે પોલીસ ખાતાનું ઘણું ખરૂં બર્ડન ઓછું થઇ ગયેલ છે. એવા મારા તમામ હોમગાર્ડઝ ભાઇઓ–બહેનો, અધિકારીઓ દળને આગળ પણ ઉતરોતર પ્રગતીઓ કરાવે અને “નિષ્કામ સેવાના” સુત્રને સાર્થક કરે એવી આજે હોમગાર્ડઝ સ્થાપના દિવસે તમામને શુભેચ્છાઓ.

જય હિન્દ   જય ભારત   વંદે માતરમ   ભારત માતાકી જય

 

@______BGB gov.accre.Journalist…jmr..8758659878

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

Back to top button
error: Content is protected !!