DHROLJAMJODHPURJAMNAGARJAMNAGAR CITY/ TALUKOJODIYAKALAVADLALPUR

શારદાપીઠાધીશ્ર્વરનુ નામ લખવામા માહિતી કચેરી ખંભાળીયાએ કરી સીરીયસ મીસ્ટેક–ઠેર ઠેર ટીકા

શારદાપીઠાધીશ્ર્વરનુ નામ લખવામા માહિતી કચેરી ખંભાળીયાએ કરી સીરીયસ મીસ્ટેક–ઠેર ઠેર ટીકા

દ્વારકા જિલ્લા માહિતી કચેરીની કેન્દ્રીય ગૃહમંત્રી ની વિગતની પ્રેસનોટમાં ગંભીર ભૂલથી ચકચાર–ફોન પણ નથી લાગતા

સમાચાર યાદી ૩૬૮ બપોરે ૧૪.૪૦ જે ૧૭.૦૭ સુધી સુધરી નથી બો લો…..માહિતી કચેરી પાસેથી લોકો માહિતી ની શુ આશા રાખવી??

કેન્દ્રસરકારના મંત્રી અમીતભાઇ આદિશંકરાચાર્ય ના દર્શન કરશે??આ હાલ પીઠાધીશ્ર્વર છે આદી શંકરાચાર્ય સદીઓ પહેલા થય ગયા…..આદી એટલે શરૂઆતના સૌથી પહેલાના….બીજી ભુલ સહજાનંદ જી નામ લખ્યુ ખરેખર સદાનંદ સરસ્વતીજી છે

જામનગર ( ભરત ભોગાયતા)

દેવભૂમિ દ્વારકા જીલ્લાની માહિતી કચેરીની ૩૬૮ નંબરની સમાચાર યાદી અક્ષરસ: આ મુજબછે તારીખ ૧૯ મે ૨૦૨૩ બપોરે ૧૪.૪૦ નો મેલ…….

કેન્દ્રીય ગૃહમંત્રીશ્રી અમિત શાહ તા. ૨૦ મેના દેવભૂમિ દ્વારકા જિલ્લાના પ્રવાસે

***

ગૃહમંત્રીશ્રી ઓખા ખાતે નેશનલ એકેડેમી ઓફ કોસ્ટલ પોલીસિંગનું ભૂમિપૂજન અને શિલાન્યાસ કરશે

***

કેન્દ્રીય ગૃહમંત્રીશ્રી અમિત શાહ તા. ૨૦ મેના દેવભૂમિ દ્વારકા જિલ્લાના પ્રવાસે પધારી રહ્યા છે. કેન્દ્રિય ગૃહમંત્રીશ્રી શારદાપીઠ ખાતે આદી શંકરાચાર્ય શ્રી સહજાનંદ સરસ્વતીજી સાથે શુભેચ્છા મુલાકાત કરશે. અને ત્યારબાદ ભગવાનશ્રી દ્વારકાધીશના દર્શન કરશે. તેમજ નેશનલ એકેડેમી ઓફ કોસ્ટલ પોલીસિંગ, ઓખાની મુલાકાત લેશે

ગૃહમંત્રીશ્રી અમિત શાહ, ઓખા ખાતે નેશનલ એકેડેમી ઓફ કોસ્ટલ પોલીસિંગના ભૂમિપૂજન અને શિલાન્યાસ કરશે.  આ કાર્યક્રમ અંતર્ગત કચ્છ જિલ્લાના જખૌ તટ પર

આવેલી BSFની ૦૫ કોસ્ટલ આઉટપોસ્ટનું તેમજ સિરક્રીક વિસ્તારમાં લખપતવારી ખાતેના એક OP ટાવરનું પણ ઈ-ઉદઘાટન કરશે.

નેશનલ એકેડમી ઓફ કોસ્ટલ પોલીસિંગ (NACP) ની સ્થાપના ૦૯ કોસ્ટલ રાજ્યો, ૦૫ કેન્દ્રશાસિત પ્રદેશોમાં તટીય પોલીસ અને કેન્દ્રીય પોલીસ દળોને સઘન અને ઉચ્ચ સ્તરીય તાલીમ આપવા માટે કરવામાં આવી છે.  ભારત સરકારે આધુનિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર, નવીનતમ ટેકનોલોજી અને અત્યાધુનિક તાલીમ સુવિધાઓ સાથે NACPને વિકસાવવા માટે રૂ. ૪૪૧ કરોડ મંજૂર કર્યા છે જે દરિયાકાંઠાની સરહદોની સુરક્ષા વધારવામાં મહત્વપૂર્ણ યોગદાન આપશે.  કચ્છ જિલ્લામાં મેડીથી જખૌ દરિયા કિનારા સુધી રૂ. ૧૬૪ કરોડના ખર્ચે બાંધવામાં આવેલી ૧૮ કોસ્ટલ આઉટપોસ્ટ પૈકીની  ૦૫ કોસ્ટલ આઉટપોસ્ટનું ઈ-ઉદઘાટન કરવામાં આવી રહ્યું છે.  ઉપરાંત સિરક્રીકમાં લખપતવારી બેટ ખાતેના ઓપી ટાવરનું પણ ઈ-ઉદઘાટન કરશે. આ ઓપી ટાવર BSF ટુકડીઓની ઉપસ્થિતિ સુનિશ્ચિત કરશે.NACP, ઓખા ખાતેના કાર્યક્રમમાં કેન્દ્રીય ગૃહ સચિવ અને ડીજી, BSF પણ ઉપસ્થિત રહેશે.

( આ પ્રેસનોટ ની શરૂઆતની ચોથી લીટીમાં ભુલ છે ગંભીર છે અક્ષમ્ય છે સરકાર પગલા લેશે??)

______________

BGB

gov.accre.Journalist

jamnagar

8758659878

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

Back to top button
error: Content is protected !!