JAMNAGARJAMNAGAR CITY/ TALUKO

જામ્યુકોને ૪૪ દુકાનોની ₹ ૬.૨૫ કરોડ આવક

 

જામનગર મહાનગરપાલિકાની આવાસ લગત દુકાનોની ૧૧ કલાક સુધી હરરાજીની પ્રક્રિયા ચાલી હતી હજુ બાકીની દુકાનો અંગે હરરાજી આગામી દિવસોમાં થનાર છે જેની વિગતો કોર્પોરેશનના સ્લમ વિભાગ,પીઆરઓ વિભાગ,નોટીસ બોર્ડ વગેરેથી મળી શકશે

જામનગર (ભરત ભોગાયતા)

જામનગરમાં ગત તા-4/7/25 ને શુક્રવારના રોજ સવાર ના નવ વાગ્યા થી સાંજના આઠ વાગ્યા સુધી દુકાનોની જાહેર હરરાજી જામનગર મહાનગર પાલિકાના માનનીય કમિશનર શ્રી ડી. એન. મોદી સાહેબ ના આદેશ અનુસાર સ્લમ શાખા દ્વારા સતત કરવામા આવી જેમા 70 થી વધુ લોકોએ ભાગ લીધો અને બેડી આવાસ મા 3 એમ.પી.શાહ ઉધોગનગર આવાસ મા 1 અને ગોલ્ડન સીટી પાસે ના 544 આવાસ મા GF મા 23 અને FF માં 17 એમ કુલ 44 દુકાનો ની જાહેર હરરાજી થી વેચાણ થયેલ છે જેથી જેએમસી ને રૂ 6 કરોડ 25 લાખ 28 હજારની આવક બે માસ મા થશે

 

આ જાહેર હરરાજી મા માનનીય નાયબ કમિશનર શ્રી ડી. એ. ઝાલા સાહેબ, માનનીય આસી.કમિશનર શ્રી બી.એન .જાની સાહેબ, કા.ઈ.શ્રી હિતેશભાઈ પાઠક ઉપસ્થિત રહેલ સમગ્ર જાહેર હરરાજી નું આયોજન અને સંચાલન સ્લમ શાખા ના નાયબ ઈજનેરશ્રી અશોક જોશી અને ટીમ દ્વારા કરવામા આવેલ આ જાહેર હરરાજી દરમિયાન સ્લમ અપગ્રેડેશન સમિતિ ના ચેરમેનશ્રી જયેનદરસિહ ઝાલા અને ટેન્ડર સમિતિ વતી મ્યુનિ.સભ્યશ્રી કિશનભાઈ માડમે પણ મુલાકાત લઈ ને સ્લમ ટીમ નો ઉત્સાહ વધારેલ છે
વધુ મા જણાવવાનું કે બાકી રહેલ દુકાનોની જાહેર હરરાજી પણ ટુંક સમય મા કરવામા આવશે તેમ વિગતો કોર્પોરેશનના પી.આર.ઓ. ધર્મેશ જેઠવાએ વિગતો જણાવી છે

_____________________

—regards

bharat g.bhogayata

Journalist (gov.accredate)

b.sc.,ll.b.,d.n.y.(GAU),journalism (hindi),ind. relation &personal mnmg.(dr.rajendraprasad uni.)

 

jamnagar

8758659878

bhogayatabharat@gmail.com

 

Back to top button
error: Content is protected !!