DHROLJAMJODHPURJAMNAGARJAMNAGAR CITY/ TALUKOJODIYAKALAVADLALPUR

જામનગરથી હરીદ્વાર બેવડુ પુણ્ય ભાથૂ-યાત્રા અને ભાગવત શ્રવણ

જામનગરથી હરીદ્વાર બેવડુ પુણ્ય ભાથૂ-યાત્રા અને ભાગવત શ્રવણ

જામનગર ( નયના દવે)

 

શ્રી ઔદિચ્ય ખરેડી બ્રાહ્મણ જ્ઞાતિ મંડળ, જામનગર દ્વારા સમગ્ર જ્ઞાતિજનોના પિતૃઓના મોક્ષાર્થે તા. 8-5-2023 થી તા. 14-5-2023 સુધી હરિદ્વાર ખાતે યોજાયેલ શ્રીમદ્ ભાગવત્ સપ્તાહ સમાપન થતાં તમામ 180 યાત્રાળુઓ જામનગર સુખરૂપ પરત પહોંચી ગયેલ છે, જેઓનું પૂર્વ પ્રમુખ શ્રી ભુપતભાઈ ભટ્ટ તથા અન્યો દ્વારા ફૂલહાર પહેરાવીને સ્વાગત કરવામાં આવ્યુ હતુ
પ્રમુખ શ્રી દિલીપભાઈ વ્યાસના માર્ગદર્શન હેઠળ યોજાયેલ ભાગવત સપ્તાહ સંચાલકો અને યાત્રાળુઓ માટે માઈલ સ્ટોન બની ગઈ છે. આ દરમ્યાન પ્રથમ દિવસની પોથી યાત્રા, કૃષ્ણ જન્મ, રૂક્ષ્મણી વિવાહ, શ્રી કૃષ્ણનું સુદામા સાથેનું મિલન જેવા પ્રસંગો અદભૂત બની રહ્યા હતા
ખરડેશ્વર દાદાની કૃપાથી આ સપ્તાહ દરમ્યાન કોઈ બિમાર પડેલ નથી કે કોઈ દુર્ઘટના બનવા પામેલ નથી. જે ઉપરાંત રહેવાની તથા ભોજનની વ્યવસ્થા પણ સુંદર રહેલ, જેની સૌ યાત્રાળુઓ દ્વારા સરાહના કરવામાં આવેલ. યાત્રાળુઓ દ્વારા અનુકુળતા મુજબ આસપાસના સ્થળોએ દર્શન પ્રવાસ કરેલ. કેટલાક યાત્રાળુઓ દ્વારા શ્રી કેદારનાથની કઠોર યાત્રા પણ કરવામાં આવેલ. સમાપનના દિવસે દક્ષિણા સાથે 450 સાધુ ભોજનનું પુણ્યશાળી કાર્ય પણ કરવામાં આવ્યુ છે
આ સપ્તાહ દરમ્યાન થોડી અગવડોને નજર અંદાજ કરીને ખૂબ મોટા પ્રમાણમાં અનુદાન આપીને સંચાલકોને પ્રેરણારૂપ બની રહેલ સૌના આભાર સાથે વંદન પાઠવાયા છે
ટુંકસાર જણાવવામાં આવે તો આ ભાગવત સપ્તાહમાં સંજોગોવસાત નહિં જોડાયેલ જ્ઞાતિજનોને અમુલ્ય તક ચુકી જવાનો અહેસાસ રહી ગયો છે અને જોડાયેલ તમામ યાત્રાળુઓને સંપુર્ણ સંતોષ સાથે પુણ્યકાર્યમાં જોડાયાનો આનંદ મળેલ છે તથા આ પ્રકારના આયોજનમાં જોડાવા અત્યારથી જ તૈયારી દર્શાવી છે, જે માટે સૌને વંદન પાઠવતા ઠાકરજીએ જણાવ્યુ છે

માં ગંગાના ખોળામાં વિદ્વાન શાસ્ત્રીના મુખેથી શ્રીમદ ભાગવત સપ્તાહ શ્રવણ કરીને જીવન ધન્ય કરનાર તથા વિશાળ દિલથી અનુદાન આપીને પુણ્યનું ભાથુ બાંધનાર સૌના આભાર સાથે વંદન તેમ
– દિનેશ દવે, મંત્રીની જય ખરડેશ્વર  સાથે યાદી જણાવે છે

 

@________________

BGB

8758659878

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!