JAMNAGARJODIYA

Jodiya : જોડિયા બી.આર.સી. ભવન ખાતે વિશ્વ્ વિકલાંગ દિવસ ની ઉજવણી કરાય

લલિત ભાઈ નિમાવત-જોડીયા

સમૃદ્ધ રાષ્ટ્રના નિર્માણ માટે દિવ્યાંગોને મુખ્ય ધારામાં આગળ લાવવા અને તેમને સમજવા તેમજ તેમની પ્રત્યેનો લોકોનો દ્રષ્ટિકોણ બદલવાના ઉમદા હેતુથી દર વર્ષે ત્રીજી ડિસેમ્બરને વિશ્વ દિવ્યાંગ દિવસ તરીકે ઉજવવામાં આવે છે આ વિશ્વ દિવ્યાંગ દિન નિમિત્તે સર્વ શિક્ષા આઈ.ઈ.ડી. વિભાગ અંતર્ગત જોડિયા બી.આર.સી. ભવન ખાતે તા.૧૧ ડિસેમ્બરે ખાસ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જે અંતર્ગત દિવ્યાંગ બાળકોને સંબોધીને જે. ડે.વી. કન્યા શાળા આચાર્યશ્રી કિશોરભાઇ ગજેરાએ વક્તવ્ય આપેલ. બી.આર.સી.કો ઓર્ડીનેટર શ્રી આશિફભાઇ જામી દ્વારા વિદ્યાર્થીઓને દિવ્યાંગ દિવસની માહિતી આપવામાં આવી હતી. સાઇકોલોજીસ્ટ થેરાપિસ્ટ શ્રી ધારાબેન પુરોહિત અને ફિજીયોથેરાપિસ્ટ શ્રી હિતેષભાઇ પરમાર દ્વારા રિસોર્ષ રૂમ ખાતે દિવ્યાંગ બાળકોમાં પરિવર્તન માટે વાલીઓને વાર્તનિક કસરત અને શારીરિક કસરતો વિશે માહિતગાર કરવામાં આવેલ, આઇ.ઈ.ડી. વિભાગના શિક્ષક ચેતનાબેન અને ઝાહિદભાઇએ દિવ્યાંગ બાળકોની ઓળખ, એસેસમેન્ટ, નામાંકન,સાધન સહાય, સરકારી યોજનાઓ અને લાભો વિષે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. દિવ્યાંગ બાળકોને ડ્રોઈંગ કીટ અને દાતાશ્રી શહેનાઝબેન દ્વારા વોટરબેગ આપવામાં આવેલ આ કાર્યક્રમમાં હાજર રહેલ તમામનો આભાર શ્રી કિશોરભાઈ માઘોડિયાએ વ્યક્ત કરેલ.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

Back to top button
error: Content is protected !!