DHROLJAMJODHPURJAMNAGARJAMNAGAR CITY/ TALUKOJODIYAKALAVADLALPUR

આપણે કહીએ કે “મૌજ” પડી…..કે “પ્રસન્નતા” મળી કે વિચલીત જ ન થયા અચલતા સહજ રહી…THAT’S YOGA

આપણે કહીએ કે “મૌજ” પડી…..કે “પ્રસન્નતા” મળી કે વિચલીત જ ન થયા અચલતા સહજ રહી…THAT’S YOGA

“ગુજરાત સમર્પણ આશ્રમ”- મહુડી ખાતે પૂર્ણિમા ના દિવસે શિવકૃપાનંદ સ્વામીજીની થઇ કૃપા

હિમાલયન ધ્યાનયોગ ની દર્શન શિબિર, ધ્યાન તથા પ્રદર્શની યોજાઇ

સમુહ ધ્યાન-યોગ થી ઉર્જા સંચાર ઉર્જા મિલન ઉર્જાવ્યાપ્ત થી ચેતના વ્યાપી વાતાવરણમા સકારાત્મકતાના તરંગો…..

જામનગર ( ભરત ભોગાયતા)

મહુડી આશ્રમખાતે ખરેખર શિવકૃપાનંદ સ્વામીજી ની કૃપા થઇ તો યોગ ને સરળતાથી શીખતા સૌ ને સહજ શાંતિ મળી હતી આ સહજ જે થાય તે યોગ…..યોગ કર્મસુ કૌશલમ……યોગ શ્ર્ચિતવૃતિ નિરોધ: …..તદા દ્રષ્ટુ સ્વરૂપે વસ્થાનામ…….વગેરે ન આવડે ન શીખીએ કદાચ પછી ભલે શીખીએ…..સ્વામીજીએ જે સરળતાથી સમજાવ્યુ અને તે ક્રિયાઓ કરતા સહજ રીતે હળવાશ થઇ……”લાઘવતા….” એક લક્ષણ છે યોગનુ……..પરમતત્વ જે સમગ્ર અગણીત બ્રહ્માંડ નુ સહજ સંચાલન કરે છે તે સમગ્ર સંચાલન વખતે એક નાદ સતત ગુંજે છે એ જ નાદ આપણી અંદર પણ ગુંજે તે સાંભળો અને આ નાદ ને અનાહત નાદ સાથે સાયુજ્યીત કરો તો પરમ આનંદનો વૈભવ પ્રાપ્ત થાય ……..આ નાદ શાશ્ર્વત છે અને શાશ્ર્વત મા સહજતાથી આપણે પરોવાઇએ તો જે નાશવંત છે અવધી વાળુ છે ….તેવુ ઘણુ બધુ આપણ ને વિચલીત નહી કરી શકે……અભ્યાસથી કરી શકાય છે….આ ….કેમકે એમના તરફ જઇએ એટલે એ પણ કૃપા કરે……અને આમેય જો…..journey within…. કરીએ એટલે   એક તબક્કે  તબક્કાવાર અનેક  રહસ્યો ખુલતા જાય ને મૌજ પડતી જાય…..આમેય આપણી શોધ મૌજ ની છે ….તો આ શાશ્ર્વત મૌજ જ માણીએ અને…..”કદીક  આંખ ચુવે અમસ્તી  અમસ્તી….કદીક આંખ જુઓ તો મસ્તી જ મસ્તી…….ભાવ થી એકાકાર થઇ એ એટલે હર્ષાશ્રુ વહે જે પ્રસન્નાતુ વહેણ હોય છે…..જો કે આ બધી જ  થીયરી છે પ્રાયોગીક પુષ્ટી અને બાદમા આ અનુભૂતિ સ્વામીજી ની કૃપા થી પ્રાપ્ત થઇ શકે આવો સ્વામીજી ને પ્રાર્થના કરીએ કે આ સહજ મૌજ અમને નિત્ય મળે તે માટે ક્રિયાત્મક યોગ માટે આપનીઉર્જાથી અમને સદૈવ પ્રોત્સાહીત કરતા રહેશો એવી વિનંતી છે………મહાસાગર છે આ વિષય ……બે પાંચ ભારે ભરખમ લીટી લખવાથી સુગમ ન બને પરંતુ તે વિષયની મહતા ગહનતા ભવ્યતા દિવ્યતા નો અહેસાસ ચોક્કસ થાય …..જે માટે …..ગુરૂકૃપા હી કેવલમ….આવશ્યક છે આવો આ શિબિરના વિષય તરફ જઇએ……

હનુમાન જયંતિ અને પૂર્ણિમાના શુભ દિને ગુજરાત સમર્પણ આશ્રમ-મહુડીમાં વિશાળ સામૂહિકતામાં સદ્ગુરુ દર્શન શિબિર-સામૂહિક ધ્યાન અને વિવિધ પ્રદર્શની નું આયોજન થયું. પૂર્ણિમાની સાંજે સદગુરુ શ્રી શિવકૃપાનંદ સ્વામીજી એ ભારતીય સંસ્કૃતિ વિશે કહ્યું કે વિશ્વમાં માત્ર ભારતીય સંસ્કૃતિમાં જીવંત પરમાત્મા ની પરિકલ્પના છે. તેમાં “ગુરુ સાક્ષાત્ પરબ્રહ” કહ્યું છે. જેમ આપણું શરીર જોવા અરીસા ની જરૂર પડે છે, અરીસા વગર આપણે આપણો ચહેરો નથી જોઇ શકતા. તે જ રીતે જીવનમાં જ્યાં સુધી પરમાત્માનું માધ્યમ ના આવે ત્યાં સુધી આપણે અંતર્મુખી નથી થઈ શકતા. જી -20 ના ઘોષ વાક્ય વસુધૈવ કુટુમ્બકમ’ ની પરિકલ્પના યોગાધ્યાના માર્ગ થી સાકાર થઈ શકે છે. યોગ (ધ્યાન) માર્ગે મનુષ્ય ને મનુષ્ય સાથે જોડે છે. યોગ (ધ્યાન) માર્ગ થી જ્યારે મનુષ્ય જોડાય છે તેનો શરીર ભાવ ઓછો થઈ જાય છે અને આત્મ માવ વધી જાય છે. આત્મ ભાવ વૃદ્ધિગત થવાથી શરીરથી બનાવેલી બધી સીમાઓ સમાપ્ત થઈ જાય છે. મનુષ્યની દેશ, ધર્મ, રાજ્ય, ભાષા, જાતિ બધી જ સીમાઓ સમાપ્ત થઇ જાય છે. દરેક ધાર્મિકસ્થાત પર આપણે સમસ્યા લઈને જઈએ છીએ, અને સમસ્યા શરીર સાથે જોડાયેલ હોય છે. આત્મા સાથે નહિ. શરીરના સ્તર પર આપણે તે ઊર્જા ગ્રકણ નથી કરી શકતા. ધાર્મિક ઊર્જા સ્થાન પર આપણે ધ્યાન દ્વારા મૂળ ઊર્જા સ્ત્રોત સાથે જોડાઇ શકીએ છીએ. ગંગા નદી નું મૂળ ઊર્જા સ્ત્રોત એક ગુફા મા છે. ગંગા નદીમાં સ્નાન કરવા થી આપણા પાપ સમાપ્ત નથી થઇ જતા પરંતુ પાપ ની સ્મૃતિઓ સમાપ્ત થઈ જાય છે. જેટલી પણ જીવનની સમસ્યાઓ છે તે રારીર સાથે સંબંધીત છે. આત્મા ની કોઇ સમસ્યા નથી હોતી. એટલા માટે જ ધાર્મિક સ્થાનો પર સમસ્યા લઇ ને ન જવું જોઇએ, પરંતુ આત્માની ઉન્નતિ માટે જવું જોઈએ, શ્રી ગુરુશક્તિધામ પણ એવા ઊર્જા સ્થાન છે જ્યાં સમસ્યા લઇ ને ન જાઓ. ત્યાંની ઊર્જા ગ્રહણ કરો. ત્યાં ઊર્જા ગ્રહણ કરીને પોતે જ એટલા સશક્ત થઇ જશો કે તમેજ તમારી સમસ્યાનું નિવારણ કરી લેશો. એક આધ્યાત્મિક સ્તર પર
પહોંચ્યા પછી બધા સંત મહાત્મા એક જ વાત કરે છે કે “પરમાત્મા એક છે, પરમેશ્વર એક છે” ઓરા શાસ્ત્રનું અતિ કઠિન અને વિશાળ નિર્માણ કાર્ય પણ શરૂ છે.”

ત્યારબાદ પૂજ્ય સ્વામીજી એ “હું એક પવિત્ર આત્મા છું, હું એક શુદ્ધ આત્મા છું” તે તંત્ર દ્વારા ધ્યાન ની રશરૂઆત કરાવી. અંતમાં સાધકના પ્રશ્નોનાં ઉત્તરમાં માર્ગદર્શન આપતા કહ્યું ધ્યાનયોગ કરવાનો સારો સમય સવારનો ગણવામાં આવે છે.

જ્યારે આપ ‘હું એક પવિત્ર આત્મા છું, હું એક શુદ્ધ આત્મા છું’ બોલો છો ત્યારે જાણતા અજાણતા આપણામાં આત્મભાવવૃદ્ધિગત સવાણી શરીરમાવ ઓછો થઈ જાય છે. અને તે નિયમિત કરવું જોઈએ. આગળ માર્ગદર્શન આપતા કહ્યું કે ધ્યાન લાગવું એ પણ એક અપેક્ષા છે, કોઈ પણ અપેક્ષા સાથે ધ્યાન ન કરવું જોઈએ. આત્માની કોઇ અપેક્ષા નથી હોતી. ધ્યાનમાં વિચારોને બંધ કરવાના કોઈપ્રયત્ન કરશો નહિ. આત્મજ્ઞાન એ શાશ્રુત જ્ઞાન છે. આધ્યાત્મિક ક્ષેત્રમાં અધિકૃત શબ્દને ખૂબ જ મહત્વ છે, તેની પાછળ રકિતઓ લાગી જાય છે. આ ઉપરાંત ગુરૂતત્વ, બાળવિકાસ તેમજ વિજ્ઞાન અને આધ્યાત્મની પણ ખૂબ સરસ પ્રદર્શનીનો લોકોએ લાભ લીધો હતોઆ ધ્યાન દર્શન શિબિરનું જીવંત પ્રસારણ યૂટ્યૂબ ચેનલ https://wwwyoutube.com/ GuruTattva ઉપર પણ કરવામાં આવ્યું હતું. વધુ વિગતો માટે અનુજાબહેન મો. 9429906762 કે દિલીપભાઈ પટેલ- મો. 9909705887 નો સંપર્ક કરવા આ જ્ઞાન ધન પીરસતી વખતે ભાઇ શ્રી શૈલેષ ચૌહાણ એ ઇ મેલ ના માધ્યમથી જણાવ્યુ છે

@_____________________

 

BGB

b.sc.,ll.b.,d.n.y.( guj. aayu.uni.jmr)

*diploma in yoga & naturopathy from gujarat aayurved university jamnagar*

GOV. ACCRETED

JOURNALIST(since 25 yrs)

JAMNAGAR

8758659878

[email protected]

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!