JAMNAGARJAMNAGAR CITY/ TALUKO

ઉમદા આયોજન-કર્તવ્ય બોધ દિવસ

 

શૈક્ષિક મહાસંઘ જામનગર દ્વારા આયોજન

જિલ્લા તાલુકા તથા શહેર ટીમ દ્વારા કર્તવ્ય બોધ દિવસની ઉજવણી

અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ગુજરાતના માર્ગદર્શન મુજબ દર વર્ષે રચનાત્મક કાર્યક્રમનું આયોજન કરવાનું હોય છે. જેના ભાગરૂપે હાલ 12 જાન્યુઆરી, સ્વામી વિવેકાનંદની જન્મ જયંતીથી 23 જાન્યુઆરી સુભાષચંદ્ર બોઝની જન્મ જયંતીની સુધીના સમયગાળાને કર્તવ્ય બોધ દિવસ તરીકે ઉજવીએ છીએ. જે અન્વયે અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ જામનગર જિલ્લો,શહેર તથા જામનગર તાલુકાનો સંયુક્ત ઉપક્રમે કર્તવ્ય બોધ દિવસની ઉજવણી કાર્યક્રમ આજ રોજ તા.18/01/2025 ના શનિવારે સાંજે 5: 00 થી 6: 30 ના સમયે શ્રીસરસ્વતી શિશુ મંદિર, કૃષ્ણનગર ,શેરી નં.03, જામનગર ખાતે અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ જામનગર જિલ્લા, શહેર તથા જામનગર તાલુકા ટીમ પરિવાર દ્વારા સ્વામી વિવેકાનંદ તથા નેતાજી સુભાષચંદ્ર બોઝની જન્મજયંતી નિમિત્તે તમના જીવન ચરિત્રના પ્રામાણિક , શૌર્ય, પરાક્રમ અને રાષ્ટ્ર હિત કાર્ય વિશે વ્યાખ્યાન માળા યોજવામાં આવી. અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ગુજરાતના સેવા પ્રકોષ્ટના સભ્ય તથા જિલ્લાના આંતરિક ઓડિટર તથા લાલપુર તાલુકાના અધ્યક્ષશ્રી ધનજીભાઈ બાંભવાના અધ્યક્ષ સ્થાને કાર્યક્રમની શરૂઆત માં શારદાની સ્તુતિ પ્રાર્થના કરવામાં આવી ત્યારબાદ ડી.કે.વી.કોલેજના પ્રાધ્યાપક શ્રી જગદીશભાઈ વિષ્નોઈ હસ્તે દીપ પ્રાગટ્ય કરી, સ્વામી વિવેકાનંદ અને સુભાષચંદ્ર બોઝની છબીને પુષ્પાંજલિ કરી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવેલ. ત્યારબાદ અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ જામનગર જિલ્લાના અધ્યક્ષ રવીન્દ્રકુમાર વૃંદાવનભાઇ પાલ દ્વારા કાર્યક્રમને અનુલક્ષીને સ્વાગત પ્રવચન કરવામાં આવેલ. અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દિલ્હી દ્વારા પ્રકાશિત કરેલ 2025ના કેલેન્ડરથી શહેર અધ્યક્ષા મોતીબેન કારેથા તથા સંગઠન મંત્રી મનહરલાલ વરમોરા દ્વારા મુખ્ય વક્તાશ્રી જગદીશભાઈ વિષ્નોઈનુ સ્વાગત સન્માન કરવામાં આવ્યું.ત્યારબાદ કાર્યક્રમના વક્તાશ્રી દીપકભાઈ પાગડા દ્વારા નેતાજી સુભાષચંદ્ર બોઝના જીવન ચરિત્ર તથા તેમના દ્વારા કરાયેલા રાષ્ટ્ર અને સમાજ સેવા વિશે વ્યાખ્યાન રજૂ કરેલ ત્યારબાદ મુખ્ય વક્તા શ્રી જગદીશભાઈ વિષ્નોઈ દ્વારા સ્વામી વિવેકાનંદના જીવન વિશે તેમના જીવન દરમિયાન થયેલ રાષ્ટ્રીય અને ધર્મના કાર્ય વિશે આમંત્રિત મહેમાન સમક્ષ વક્તવ્ય રજૂ કરેલ. વક્તવ્ય પૂર્ણ થતા કાર્યક્રમની આભાર વિધિ જિલ્લા મંત્રી નાથાભાઈ કરમુર દ્વારા કરવામાં આવેલ. ત્યારબાદ કલ્યાણ મંત્રથી કાર્યક્રમને પૂર્ણ કરવામાં આવેલ. આ કાર્યક્રમનું સુંદર સંચાલન અશોકભાઈ જરૂ દ્વારા કરવામાં આવેલ.આ કાર્યક્રમમાં અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ જામનગર જિલ્લાના કોષાધ્યક્ષ માવજીભાઈ ચાવડા, જામનગર તાલુકાના સંગઠન મંત્રી વિવેકભાઇ શીલુ,શહેરના મહિલા ઉપાધ્યક્ષ પુષ્પાબેન કપૂરિયા, શહેર વ. ઉપાધ્યક્ષ ભાવેશભાઈ ટાંક, મેરામણભાઇ કારેથા, શહેર મહિલા મંત્રી પ્રીતિબેન જગડ, નિર્મળાબેન ગોસ્વામી, સંઘના વિસ્તારક રામગોપાલભાઈ મિશ્રા, સંજયભાઈ ભાતેલીયા,,, લાલપુર તાલુકાના સંગઠન મંત્રી ચિરાગભાઈ ઝાલા, ધ્રોલ તાલુકાના મંત્રી અમિતગિરી ગોસ્વામી તેમજ આમંત્રિત મહેમાનો, જિલ્લા તથા તાલુકાના તમામ હોદ્દેદારશ્રીઓ, શિક્ષક કાર્યકર્તા ભગિની બંધુઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહી આપણા શ્રેષ્ઠ ઇતિહાસનો પરિચય મેળવેલ.. અને કાર્યક્રમને સફળ બનાવેલ તેમ
અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ જામનગર જિલ્લો તથા શહેર ટીમ પરિવારની યાદી જણાવે છે
🙏🙏🙏🙏🙏🙏

Back to top button
error: Content is protected !!