DHROLJAMJODHPURJAMNAGARJAMNAGAR CITY/ TALUKOJODIYAKALAVADLALPUR

PMAY- જામનગરના અનેક લોકોનું  સ્વપ્ન સાકાર

PMAY- જામનગરના અનેક લોકોનું  સ્વપ્ન સાકાર

*અમારા આવાસમાં પાણી, લિફ્ટ, બાળકો માટે રમતના સાધનો સહિતની તમામ સુવિધાઓ છે : કૃષ્ણસિંહ (પ્રધાનમંત્રી આવાસ યોજનાના લાભાર્થી)*

 

જામનગર ( નયના દવે)

વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ ગાંધીનગર ખાતેથી આજે રોજ અમૃત આવાસોત્સવ કાર્યક્રમ હેઠળ રાજ્યભરમાં રૂ. 1946 કરોડના ખર્ચથી નિર્મિત 42,441 આવાસોનું લોકાર્પણ કરી આવાસ યોજનાના લભાર્થીઓનો ગૃહ પ્રવેશ કરાવ્યો હતો. તેમજ રૂ.2452 કરોડના વિવિધ પ્રકલ્પોનું ઇ-લોકાર્પણ અને ખાતમુર્હત કરવામાં આવ્યું હતું. ત્યારે જામનગર શહેરના બેડી રેલવે ઓવરબ્રિજ પાસે આવેલા વીર સાવરકર ભવન આવાસનું ગુજરાતના સ્થાપના દિન નિમિતે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. જેના ૩ લાભાર્થીઓને ચાવી વિતરણ, પોતાની રીતે સરકારશ્રીની રૂ. ૩.૫૦લાખની સીધી સહાયથી ઘર બનાવનાર ૨ લાભાથીઓને પ્રમાણપત્ર વિતરણ તેમજ જામનગર શહેરમાં પોલીસ હેડ કવાટર્સ પાછળ, ગોલ્ડન સીટી પાસે પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત પ્રગતિમાં છે તેવી EWS – 2 ૫૪૪ આવાસ યોજના અંતર્ગત આવેલ અરજીઓનો કોમ્પ્યુટરાઈઝડ ડ્રો ના કાર્યક્રમનું આયોજન બેડી રેલવે ઓવર બ્રિજ પાસે આવેલા વીર સાવરકર ભવન ખાતે કરવામાં આવ્યું હતું.

પ્રધાનમંત્રી આવાસ યોજનાના લાભાર્થી કૃષ્ણસિંહ વાળા જણાવે છે કે હું સિક્યોરીટી ગાર્ડ તરીકે નોકરી કરું છું. પ્રધાનમંત્રી આવાસ યોજનાનો લાભ મેળવવા માટે મે ફોર્મ ભર્યું હતું જેમાં બેડી રેલવે ઓવર બ્રિજ પાસે બનેલા આવાસમાં મને મકાન મળ્યું છે. અમારા મકાનમાં પીવાનું પાણી, હવા ઉજાશ, બાળકો માટે રમતના સાધનો, લિફ્ટ તમામ પ્રકારની સુવિધાઓ છે. હું મારુ પોતાનું ઘર લઈ શકું તેવી મારી પરિસ્થિતિ ન હોતી પરંતુ સરકારની સહાય થકી મારા પોતાના ઘરનું સ્વપ્ન સાકાર થયું છે તે બદલ હું વડાપ્રધાનશ્રી નરેન્દ્રમોદી અને મુખ્યમંત્રીશ્રીનો આભાર વ્યક્ત કરું છું

જામનગર જિલ્લા માહિતી કચેરીના  સીનિયર સબ એડીટર પારૂલ કાનગળ એ આ  કાર્યક્રમનો  સંકલીત અહેવાલ પ્રસિદ્ધ કરેલો તેમજ સમગ્ર કાર્યક્રમને  ફોટો ગ્રાફી -વિડીયો ગ્રાફી વડે   અમિત ચંદ્રવાડીયા એ કચકડે કંડાર્યો હતો

 

@______________________

B.G.B.

gov.accre Journalist

jamnagar

8758659878

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

Back to top button
error: Content is protected !!