DHROLJAMJODHPURJAMNAGARJAMNAGAR CITY/ TALUKOJODIYAKALAVADLALPUR

શ્રી કસ્તુરબા સ્ત્રી વિકાસગૃહ – જામનગરમાં ગુજરાત સેવા સેતુ – અમદાવાદ દ્વારા સેમિનાર

શ્રી કસ્તુરબા સ્ત્રી વિકાસગૃહ – જામનગરમાં ગુજરાત સેવા સેતુ – અમદાવાદ દ્વારા સેમિનાર

વટવૃક્ષ સમાન સંસ્થા ના દીર્ઘદ્રષ્ટા પ્રમુખ ની રાહબરીમા સમર્પિત સ્ટાફ ની અનેકવિધ સેવાઓ અને દીપી ઉઠે તેવા આયોજનો

જામનગર ( ભરત ભોગાયતા)

જામનગર મા સાતેક દાયકાથી કાર્યરત બહેનો માટે સંસ્થા હાલ બીજ માથી વટવૃક્ષ બની છે અને શિક્ષણ સેવા રોજગાર તાલીમ સાહિત્ય સંરક્ષણ સહિત સમાજ સુરક્ષા સમાજ કલ્યાણ ની બહેનો ને લગત સેવાઓના બહુવિધ આયામ ધરાવે છે અને અવિરત પણે એક મુકસેવક જેવી આ સંસ્થા જરૂરી છે તેમના માટે શીતળ છાયડો છે અને તેમાય હાલ આવટવૃક્ષ સમાન સંસ્થા ના દીર્ઘદ્રષ્ટા પ્રમુખ ની રાહબરીમા સમર્પિત સ્ટાફ ની અનેકવિધ સેવાઓ અને દીપી ઉઠે તેવા આયોજનો પણ ચાલતા જ રહે છે જે વિવિધતા પ્રદાન કરી સંસ્થાની અનેક બહેનો દીકરીઓ માતાઓ ને માર્ગદર્શક અને પ્રેરક તેમજ જીવન ઉપયોગી બની રહે છે


શ્રી કસ્તુરબા સ્ત્રી વિકાસ ખાતે, “ગુજરાત સેવા સેતુ’ અમદાવાદ દ્વારા, સામાજિક સેવા, શૈક્ષણિક તેમજ રાષ્ટ્રીય સર્વાંગી વિકાસ માટે કાર્ય કરતાં જામનગર અને દેવભૂમિ દ્વારા જિલ્લાનાં ટ્રસ્ટના સભ્યો માટે એક દિવસીય તાલીમનું આયોજન તા. ૨૨/૨/૨૦૨૩ ને બુધવારના રોજ સવારે ૯-૦૦ થી ૪-૩૦ વાગ્યા સુધી કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ઉપસ્થિત મહેમાનોનું શાબ્દિક સ્વાગત તથા પરિચય સંસ્થાના પ્રમુખશ્રી કરશનભાઈ ડાંગર દ્વારા કરવામાં આવ્યું હતું.

આ તાલીમ અંતર્ગત, ટ્રસ્ટ સંચાલન માટે ફંડ મેનેજમેન્ટ અંગે ડો. પ્રકાશભાઈ ભટ્ટ દ્વારા જરૂરી માર્ગદર્શન તથા C.S.R. ફંડ મેળવવા અંગે તજજ્ઞશ્રી વિરલભાઈ સંઘવી અને એકાઉન્ટ-ઓડીટ વિષય પર તજજ્ઞ શ્રી ધવલભાઈ શાહ દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

‘ગુજરાત સેવા સેતુ’ ને મા. શ્રી પી. કે. લહેરી સાહેબ જેવા સક્ષમ વહીવટકર્તા અને કૂશળ
અધિકારીનું નેતૃત્વ અને પીઠબળ સાંપડયું છે. આ સેમીનારમાં ડો. પ્રવિણચંદ્ર ઠકકર દ્વારા સક્ષમ કાર્યક્રમની જરૂરીયાત અંગે તથા ડો. નાનકભાઈ ભટ્ટ (શીશુવિહાર-ભાવનગર) દ્વારા ગુજરાત સેવા સેતુની ભૂમિકા સ્પષ્ટ કરવામાં આવી હતી. આ સેમીનારમાં જામનગર તથા દેવભૂમિ દ્વારકા જિલ્લાના ૮૦ જેટલા ટ્રસ્ટના ૧૨૫ થી વધારે સભ્યોએ હાજરી આપી હતી. આ ત્રિવિધ કાર્યક્રમો કસ્તુરબા સ્ત્રી વિકાસગૃહ ખાતે વિશિષ્ટ રીતે સંપન્ન થયા હતા.

આ તાલીમ કાર્યક્રમનું આભાર દર્શન માનદ્ મંત્રીશ્રી હીરાબેન તન્નાએ કર્યું અને કાર્યક્રમનુંસંચાલન કાર્યાલય મંત્રીશ્રી પાર્થભાઈ પંડયાએ કર્યું હતું.

 

@__________________

BGB

b.sc.,ll.b.,d.n.y.

gov.accre. Journalist

jamnagar

8758659878

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!