સોલીડારીડાડ સંસ્થા જામનગર દ્વારા લાલપુર અને ખંભાળિયાના ખેડૂતોને ગાંધીનગર ના એગ્રી એશિયાના પ્રદર્શન મેળાનો પ્રેરણા પ્રવાસ કરાવેલ.
ખેતીમાં ટેકનોલોજી ના સમન્વય માટે ખેડૂતોનો પ્રેરણા પ્રવાસ.
સોલીડારીડાડ સંસ્થા દ્વારા જામનગર જિલ્લાના લાલપુર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા તાલુકાના ૨૭ જેટલા ગામોમાં ખેતી અને ખેડૂતોના વિકાસ માટે કાર્યરત છે જેમાં નયારા એનર્જીના સી.એસ.આર. વિભાગ ના સહયોગ થી ચાલતા ગ્રામ સમૃદ્ધિ કાર્યક્રમ અંતર્ગત પુનર્જીવિત ખેતી બાબતે કાર્યો કરી રહ્યું છે. ગ્રામ સમૃદ્ધિ કાર્યક્રમ અંતર્ગત ૨૭ ગામોમાં આ સંસ્થા મગફળી અને કપાસના પાકમાં વધુ ઉત્પાદન મેળવવા માટે જમીન સુધારણા બાબતે જમીન નું પૃથુકરણ, ન્યુટ્રીસન મેનેજમેન્ટ, ઓછું ખેડાણ, અને પોષક તત્વો ની ભરપાઈના કાર્યો. સારી ગુણવત્તા ના બિયારણ, પેકેજ ઓફ પ્રેક્ટિસ, મિશ્ર પાક, આંતરપાક, જમીન આચ્છાદાન અને જૈવ વિવિધતા, પાણી સંગ્રંહ, જળ વ્યવસ્થાપન, પશુપાલન, પર્યાવરણ, શાકભાજીના વાળા અને મહિલાવિકાસ જેવા વિવિધ કાર્યો કરવા સાથે કેમિકલ મુક્ત ખેતીને પ્રાધાન્ય આપવામાં આવી રહ્યુ છે જેમાં હવે જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી સાથે કરેલા કરાર મુજબ ટેકનિકલ માર્ગદર્શન, નવા સંશોધન, ડેમો પ્લોટ, સરકારી સહાય, અને યુનિવર્સિટી ના કૃષિ વૈજ્ઞાનિકોની સમયાંતરે વીજીટ દ્વારા હવે જામનગર જિલ્લાના લાલપુર તાલુકા અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા તાલુકાના કુલ મળી ને ૨૭ જેટલા ગામોના ખેડૂતો ને આ સેવાનો સીધો લાભ અપાવવા અને ખેતીમાં નવીનવી ટેકલોજી અપનાવવાના હેતુ થી ગાંધીનગર માં આયોજીત કૃષિ મેળા ના પ્રદર્શનમાં હાજરી આપી હતી આ મેળામાં ૨૫ જેટલા ખેડૂતોને મુલાકાત કરાવી હતી જેમાં ૮૦ જેટલા સ્ટોલ ની મુલાકાત કરવામાં આવી જેમાં નવી નવી ટેકનોલોજી સંશોધનો અને લાઈવ ડેમોસ્ટ્રેશન ની મુલાકાત કરી કૃષિ ક્ષેત્રમાં કાર્યરત ૪૫ જેટલી કંપનીઓ અને ૧૨ સંસ્થાઓ સાથે ૫ જેટલી એફ.પી.ઓ અને ૧૫ જેટલા પ્રગતિશીલ અને વ્યવસાયિક ખેડૂતો ની મુલાકાત કરી એમની કામગીરી અને ખેતીમાં થયેલા નવા આવિષ્કારો અને ખેતી લક્ષી કાર્યોની માહિતી મેળવી હતી જેમાંથી પ્રેરણા મેળવી ખંભાળિયા અને લાલપુર તાલુકા જાગૃત ખેડૂતો પોતાની ખેતીમાં સુધાર લાવવા સાથે વધુ ઉત્પાદન મેળવવા સાથે ખર્ચા ઓછા કરવા પ્રયત્નો કરશે એવી અપેક્ષા સાથે સંસ્થાના આસિસ્ટન પ્રોજેક્ટ મેનેજર ડો. તુષારભાઈ વાઘેલા દ્વારા માહિતી આપવામાં આવેલ આ કાર્યક્રમને સફળ બનાવવા નયારા એનર્જી સી.એસ.આર વિભાગના અવિનાશ રાવલ તેમજ નીતિશ ગડગે સાહેબ દ્વારા માર્ગદર્શન મળેલ તેમજ ટીમ સોલીડારિડાડ દ્વારા ખૂબ જહેમત ઉઠાવેલ એવું વ્રજલાલ ભાઈ રાજગોર ની યાદી માં જણાવેલ..