DHROLJAMJODHPURJAMNAGARJAMNAGAR CITY/ TALUKOJODIYAKALAVADLALPUR

અદાણી સામેની કસ્ટમ્સ ની અપીલ ફગાવતી સુપ્રીમ કોર્ટ

અદાણી સામેની કસ્ટમ્સ ની અપીલ ફગાવતી સુપ્રીમ કોર્ટ

જામનગર ( ભરત ભોગાયતા)

સુપ્રિમ કોર્ટે એક ફેંસલો કરતા અદાણી સમૂહની ત્રણ પેેટા કંપનીઓ અદાણી પાવર મહારાષ્ટ્ર લિ. (APML), અદાણી પાવર રાજસ્થાન લિ. (APRL) અને મહારાષ્ટ્ર ઇસ્ટર્ન ગ્રીડ પાવર ટ્રાન્સમિશન કંપની લિ. (MEGPTCL) સામેની આયાતી માલના ઓવર બિલીંગના આક્ષેપ સંબંધી કસ્ટમ્સ વિભાગની અપીલ ફગાવી દીધી છે.
આજે, સુપ્રિમ કોર્ટે લંબાણપૂર્વક બંને પક્ષોની રજૂઆતો સાંભળ્યા બાદ APML, APRL, MEGPTCL અને અન્યો સામેની કસ્ટમ વિભાગ દ્વારા દાખલ કરવામાં આવેલી અપીલને ફગાવી દીધી હતી. માનનીય સર્વોચ્ચ અદાલતે શોધી કાઢ્યું હતું કે APML, APRLનો પ્રોજેક્ટ ખર્ચ એક સમાન હતો અથવા તો મુખ્ય પ્રતિસ્પર્ધીઓના ભાવ કરતા નીચો હતો.
સેન્ટ્રલ ઇલેક્ટ્રિસિટી રેગ્યુલેટરી કમિશન દ્વારા નિર્ધારિત પ્રતિ મેગાવોટ કિંમત બેન્ચમાર્ક કરતાં આ કિંમત ઓછી છે. આ એક ઇપીસી કોન્ટ્રાક્ટ હતો જે આંતરરાષ્ટ્રીય સ્પર્ધાત્મક બિડિંગ તરીકે જાણીતી વૈશ્વિક બિડિંગ બાદ સૌથી ઓછી બિડ કરનારને આપવામાં આવ્યો હતો. આમ સુપ્રિમ કોર્ટે એક રીતે લોઅર સત્તાધિકારીઓ અર્થાત નિર્ણાયક સત્તામંડળ તેમજ એપેલેટ ટ્રિબ્યુનલ (CESTAT) બંનેના તારણોને સમર્થન આપીને કેપિટલ ગુડ્સની આયાતમાં કોઈ ઓવરવેલ્યુએશન થયું નથી તે બાબતની પુષ્ટિ કરી હતી.


મહારાષ્ટ્ર અને રાજસ્થાનમાં થર્મલ પાવર પ્રોજેકટ સ્થાપવા માટે જરુરી આયાતી માલ માટે APML અને APRL ઇન્ટરનેશનલ કોમ્પિટીટીવ બિડીંગને અનુસરી રહયા હતા જેની ફળશ્રુતિરુપે પીએમસી પ્રોજેક્ટસ (ઇંડીયા) પ્રા.લિ.ના નેતૃત્વ હેઠળના કોન્સોર્ટિયમને ઇન્ટરનેશનલ કોમ્પિટીટીવ બિડીંગમાં મળેલા કોન્ટ્રાકટના અનુસંધાને MEGPTCL માટે ટ્રાન્સમિશન લાઇન અને સબ સ્ટેશનના નિર્માણ માટે આયાતી સાધનો પ્રાપ્ત કરવામાં આવ્યા હતા.
ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઈન્ટેલિજન્સ (DRI) એ APML, APRL, MEGPTCL અને અન્યને કેપિટલ ગુડ્સની આયાતમાં ઓવર-વેલ્યુએશનનો આરોપ લગાવતા SCN મે ૨૦૧૪માં જારી કર્યા હતા.
જેમણે વિગતવાર કાર્યવાહી કરી હતી એ જ ડીઆરઆઈ અને તેની એડજ્યુડિકેટિંગ ઓથોરિટી એટલે કે તે જ સત્તાધિકારીએ 2017 માં,એસસીએન જારી કર્યા હતા, અને એવું માન્યું હતું કે તમામ આયાત યોગ્ય રીતે કરવામાં આવી હતી અને જાહેર કરાયેલ મૂલ્ય સાચું છે અને તેને ફરીથી નિર્ધારીત કરવાની જરૂર નથી. એવા તારણ સાથે આ SCN કાઢી નાખવામાં આવ્યા હતા. કસ્ટમ્સ વિભાગની અપીલ પર એપેલેટ ટ્રિબ્યુનલે બંને પક્ષોને ઝીણવટપૂર્વક સાંભળ્યા બાદ ૨૦૨૨ માં કસ્ટમ્સ વિભાગ દ્વારા દાખલ કરવામાં આવેલી અપીલને ફગાવી દેતા પુષ્ટિ કરી હતી કે અદાણી દ્વારા સાધનોની આયાતમાં કોઈ ઓવરવેલ્યુએશન થયું નથી.
કસ્ટમ્સ વિભાગે અપીલના આદેશોને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યા હતા સુપ્રીમ કોર્ટે સમયાંતરે આ બાબતની સુનાવણી કરી હતી અને આજે બંને પક્ષોને લંબાણપૂર્વક સાંભળ્યા બાદ કસ્ટમ્સ વિભાગ દ્વારા દાખલ કરાયેલી અપીલને ફગાવી દેતા પુષ્ટિ કરી કે અદાણી દ્વારા મૂડી માલની આયાતમાં કોઈ ઓવરવેલ્યુએશન થયું નથી.તેમ વિગત આપતા અદાણી ગૃપના PRO ફૈઝલ બકીલીજી એ જણાવ્યુ છે

_____@______@_____

BGB

b.sc.,ll.b.,d.n.y.(guj aayu.uni.)

gov accre journalist

jamnagar

 

8758659878

[email protected]

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

Back to top button
error: Content is protected !!