JAMNAGARJAMNAGAR CITY/ TALUKO

જેલોના વડા કે.એલ.એન.રાવનો ઉમદા અભિગમ

 

“એક નઈ ઉમ્મીદ” યોજના અંતર્ગત બંદીવાનના બાળકોને પુરષ્કારથી કરાયા પ્રોત્સાહિત

જામનગર/અમદાવાદ ( ભરત ભોગાયતા)

ગત તા.૨૫/૦૬/૨૦૨૫ના રોજ અમદાવાદ મધ્યસ્થ જેલ ખાતે “એક નઈ ઉમ્મીદ” યોજના અંતર્ગત જેલમાં રહેલ બંદીવાનોના બાળકોને ભણતરમાં પ્રોત્સાહન મળી રહે તેવા ઉમદા હેતુથી રાજ્યની અલગ-અલગ જેલોમાં રહેલ બંદીવાનોના બાળકો કે જેમણે વર્ષ ૨૦૨૫ માં ધોરણ-૧૦,૧૨ કે તેનાથી ઉચ્ચ અભ્યાસ ક્રમોના આખરી વર્ષની પરીક્ષા ઉત્તિર્ણ કરેલ હોય તેવા બાળકોને પ્રોત્સાહન ઈનામ સ્વરૂપે રોકડ પુરસ્કાર તથા પ્રશંસાપત્ર આપવા અંગેના કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ. “એક નઈ ઉમ્મીદ યોજના અંતર્ગત અમદાવાદ મધ્યસ્થ જેલ ખાતે યોજવામાં આવેલ કાર્યક્રમમાં જેમાં રાજયની જેલોના વડા ડો.કે.એલ.એન.રાવ, DGP સાહેબશ્રી, અધિક્ષકશ્રી બરોડા મધ્યસ્થ જેલ તથા અધિક્ષકશ્રી અમદાવાદ મધ્યસ્થ જેલ તેમજ અમદાવાદ મધ્યસ્થ જેલના અધિકારી/કર્મચારીઓ તથા જેલ બંદિવાનો દ્વારા બહુ મોટી સંખ્યામાં કાર્યક્રમમાં હર્ષભેર ભાગ લીધેલ હતો. આ કાર્યક્રમમાં રાજ્યની અલગ અલગ જેલોમાં રાખવામાં આવેલ બંદીવાનોના કુલ-૩૮ બાળકો કે જેમણે ધોરણ-૧૦,૧૨ કે તેનાથી ઉચ્ચ અભ્યાસ ક્રમોના આખરી વર્ષની પરીક્ષા ઉત્તિર્ણ થયેલ બાળકો તેમના સગા-સંબંધિઓ સાથે કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલ હતા. કાર્યક્રમમાં પોલીસ મહાનિદેશકશ્રી ડૉ.કે.એલ.એન.રાવ સાહેબશ્રી દ્વારા હાજર રહેલ તમામ બાળકોને શુભકામનાઓ પાઠવવામાં આવેલ હતી અને એક નઈ ઉમ્મીદ યોજના દ્વારા મળતા લાભોથી માહિતગાર કરી બાળકોને અને બાળકો સાથે કાર્યક્રમમાં ઉપસ્થિત સગા-સંબધીઓને તથા જેલમાં રહેલ બંદીવાનોને પ્રોત્સાહીત કરવામાં આવેલ હતા અને તમામ બાળકોને જેલોના વડા ડો.કે.એલ.એન.રાવ. DGP સાહેબશ્રીના વરદ્ હસ્તે ક્રમાનુસાર નક્કી કરેલ રોડક પુરસ્કાર તથા પ્રશંસાપત્ર એનાયત કરવામાં આવેલ હતા.

તેમજ આ પ્રસંગે ભવિષ્યમાં સિવિલ સર્વીસ તેમજ અન્ય સ્પર્ધાત્મક પરિક્ષાઓમાં ઉર્તીણ થયેલ બંદિવાનોના બાળકોને પ્રોત્સાહન ઈનામ આપવાની તેમજ ભણતર સિવાય જીલ્લા કક્ષાએ/રાજ્ય કક્ષાએ રમત-ગમતમાં સારો દેખાવ કરનાર બંદિવાનોના બાળકોને પ્રોત્સાહન ઈનામ આપવા અંગે જાહેરાત કરી બંદીવાનોના બાળકોને શિક્ષણ અને રમત-ગમતમાં પ્રોત્સાહિત કરવામાં આવેલ. જેલોના વડા ડો.કે.એલ.એન.રાવ. DGP સાહેબશ્રી દ્વારા સમાજમાં રહેલ બંદીવાનોના તથા તેમના બાળકો અને પરિવારના ઉત્થાન માટે ખુબ જ પ્રશંસનીય કાર્ય હાથ ધરેલ છે અને ભવિષ્યમાં પણ વિવિધ પગલાઓ લેવાનાર છે. તેમજ જેલમાં રહેલ બંદીવાનો જેલમાંથી મુક્ત થયા બાદ સમાજમાં પુન:સ્થાપિત થઇ શકે તે માટે પણ કોમ્પ્યુટર તાલીમ, સિવણ ક્લાસ, મોટર સાયકલ રીપેરીંગ, પ્લબીંગ, ગૃહ ઉધોગ જેવા કૌશલ્ય વર્ધક તાલીમ કોર્ષ ચાલુ કરવામાં આવેલ છે.તેમ અમદાવાદ મધ્યસ્થ જેલના પી.આર.ઓ. શ્રી પરમારની યાદી જણાવે છે

_______________________

—regards

bharat g.bhogayata

Journalist (gov.accredate)

b.sc.,ll.b.,d.n.y.(GAU),journalism (hindi),ind. relation &personal mnmg.(dr.rajendraprasad uni.)

 

jamnagar

8758659878

bhogayatabharat@gmail.com

 

 

Back to top button
error: Content is protected !!