DHROLJAMJODHPURJAMNAGARJAMNAGAR CITY/ TALUKOJODIYAKALAVADLALPUR

UNEP શ્રીમદ્ રાજચંદ્ર મિશન ધરમપુર સાથે જોડાઈ  પર્યાવરણીય શિક્ષણ અર્થે ‘FEEL’  અભ્યાસક્રમ

UNEP શ્રીમદ્ રાજચંદ્ર મિશન ધરમપુર સાથે જોડાઈ  પર્યાવરણીય શિક્ષણ અર્થે ‘FEEL’  અભ્યાસક્રમ

 

પૂજ્ય ગુરુદેવશ્રી રાકેશજીની પાવન ઉપસ્થિતિમાં UNEP ઇન્ડિયાની ગુડવિલ એમ્બેસેડર દિયા મિર્ઝા અને UNEP ચેમ્પિયન ઓફ ધ અર્થ અફરોઝ શાહની હાજરીમાં વૈશ્વિક અભ્યાસક્રમ ‘FEEL’નો શુભારંભ કરવામાં આવ્યો

જામનગર ( નયના દવે)

બાળકો અને યુવાનોને આજના વૈશ્વિક પર્યાવરણીય સંકટનું સૌથી વધુ જોખમ છે. આ એક કઠોર વાસ્તવિકતા હોવા સાથે જ એ પણ સાચું છે કે આ યુવા પેઢી આ સંકટને જાળવણી તરફ બદલી શકે છે. આ માટે યુવા મનમાં વિશ્વના પર્યાવરણીય પડકારોનો સામનો કરવા માટે માહિતીની સાથે પરિવર્તનને પ્રાથમિકતા આપવાનું તથા તેમનામાં જવાબદારીની ભાવના જગાડવાનું અનિવાર્ય છે.

પાછલા દાયકામાં, યુનાઇટેડ નેશન્સ એન્વાયર્નમેન્ટ પ્રોગ્રામ (UNEP) એ UN SDGs (સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સ) પ્રાપ્ત કરવામાં મહત્વપૂર્ણ યોગદાન આપતી સંસ્થાઓને માન્યતા આપી છે યુનાઇટેડ નેશન્સ ઇકોનોમિક એન્ડ સોશિયલ કાઉન્સિલ (UN ECOSOC) તરફથી વિશેષ સલાહકાર દરજ્જો પ્રાપ્ત કરનાર શ્રીમદ્દ રાજચંદ્ર મિશન ધરમપુર એ આવી જ એક સંસ્થા છે. વિશ્વભરના બાળકો અને યુવાનોમાં પર્યાવરણીય નેતૃત્વને પ્રેરિત કરવા માટે ધ ફેઈથ ફોર અર્થ એમ્પેથી લીડરશીપ (FEEL) પ્રોગ્રામ શરુ કરીને તે વૈશ્વિક સ્તરે યુનાઇટેડ નેશન્સ પર્યાવરણ કાર્યક્રમ સાથે જોડાણ કરનારી પ્રથમ સંસ્થા બની છે. 

 

શ્રીમદ્ રાજચંદ્ર મિશન ધરમપુર અને UNEP ના ફેઈથ ફોર અર્થ અભિયાનનો સહયોગી  ‘FEEL’ અભ્યાસક્રમ પર્યાવરણીય શિક્ષણને ભાવનાત્મક અને અનુભવાત્મક બનાવવા માટે રચાયેલ છે. ‘FEEL’ અભ્યાસક્રમ એ રીતે રચવામાં આવ્યો છે કે માત્ર ભારતમાં જ નહીં, પરંતુ સમગ્ર વિશ્વમાં વાતાવરણ, પર્યાવરણીય સંરક્ષણ અને જાળવણી તરફ યુવાનોના પ્રયત્નોને આગળ વધારી શકાય.

 

આધ્યાત્મિક આર્ષદ્રષ્ટા, વૈશ્વિક માનવતાવાદી સંત અને શ્રીમદ્ રાજચંદ્ર મિશન ધરમપુરના સ્થાપક પૂજ્ય ગુરુદેવશ્રી રાકેશજીની પ્રેરણાથી ‘FEEL’ અભ્યાસક્રમ તૈયાર કરવામાં આવ્યો છે. તેઓશ્રીને 2021 માં UNEP દ્વારા “ફેથ ફોર અર્થ કાઉન્સિલર” નું બિરુદ આપવામાં આવ્યું હતું. છેલ્લા બે વર્ષથી શ્રીમદ્ રાજચંદ્ર મિશન ધરમપુરના સ્વયંસેવકો આ હોલિસ્ટિક અનુભવાત્મક કાર્યક્રમ બનાવવા માટે UNEP ઇન્ડિયા તેમ જ નાયરોબીના UNEP હેડક્વાર્ટર સાથે કામ કરી રહ્યા છે. 

 

UNEP ના ફેઇથ ફોર અર્થ અભિયાનના સ્થાપક અને ડાયરેક્ટર ડૉ. ઇયાદ અબુમોગલી કહે છે કે “‘FEEL’ પ્રોગ્રામ એ કાર્યમાં સહાનુભૂતિની અદ્ભૂત સંભાવનાનો પુરાવો છે. હું પૂજ્ય ગુરુદેવશ્રી રાકેશજી અને SRMD ને આ મહત્વાકાંક્ષી અભ્યાસક્રમ શરુ કરવા બદલ અભિનંદન આપું છું, જે નાના બાળકો અને કિશોરોને નિર્ણાયક પર્યાવરણીય મુદ્દાઓ પર ધ્યાન કેન્દ્રિત કરવાની પ્રેરણા આપશે.. આ UNEP ની ઈન્ડિયા ઓફિસ સહિત નિર્ણાયક સંસ્થાકીય સાથે એ  પ્રકારનો સહયોગ છે, જે લોકો અને પૃથ્વી માટે કાર્યના એક નવા તરંગને પ્રેરણા આપશે.”

 

ભારતના UNEP કન્ટ્રી હેડ શ્રી અતુલ બગાઈ  કહે છે કે, “FEEL પ્રોગ્રામ પર્યાવરણ માટે મૂલ્યો અને શિક્ષણનો પરિચય કરાવે છે જે ‘કરુણાની સંસ્કૃતિ’ને પ્રોત્સાહન આપે છે. આ પૂજ્ય ગુરુદેવશ્રી રાકેશજીના ઉપદેશોનો પાયો  છે, જે માત્ર લોકોને જ નહીં, પણ પ્રાણીઓ, પ્રકૃતિ અને જીવસૃષ્ટિને પણ લાગુ પડે છે. UNEP ખાતે અમે આ અભિયાનમાં શ્રીમદ્દ રાજચંદ્ર મિશન ધરમપુર સાથે લાંબા ગાળાની અસર ઊભી કરવા માટે ભાગીદાર બનવામાં આનંદ અનુભવીએ છીએ.”

‘FEEL’ અભ્યાસક્રમના વિમોચન સમયે ચીફ ગેસ્ટ તરીકે ઉપસ્થિત UNEP ઇન્ડિયા ગુડવિલ એમ્બેસેડર શ્રીમતી દિયા મિર્ઝા અભ્યાસક્રમના હેતુને બિરદાવતા કહ્યું, “જ્યાં સુધી આપણે ખરેખર કાળજી ન રાખીએ ત્યાં સુધી લાંબા ગાળાના ટકાઉ પગલાં શક્ય નથી, અને તે કરુણા તથા પ્રેમથી જ આવી શકે છે. ‘FEEL’ અભ્યાસક્રમ 18 ટકાઉ વિકાસ લક્ષ્યોને સરળ બનાવી યુવા વિદ્યાર્થીઓને વાસ્તવિકતામાં કાળજી રાખવાનું  તેમજ કરુણામય બનવાનું શીખવાડશે.”

 

FEEL અભ્યાસક્રમમાં કિશોરો અને યુવાઓ  માટે વ્યવહારુ, કાર્યક્ષમ મોડ્યુલ રાખેલ છે, જે તેમને પોતાની જીવનશૈલીમાં ફેરફારો અપનાવવા માટે પ્રોત્સાહિત કરશે, જેના પરિણામે  સામૂહિક પરિવર્તન થશે. 

 

શ્રીમદ્ રાજચંદ્ર ડિવાઇનટચના હેડ શ્રીમતી સપના શ્રોફ  ‘FEEL’ અભ્યાસક્રમ શરુ પાછળ રહેલ હેતુ  વ્યક્ત  કરતાં  કહે છે , “દરેક બાહ્ય પર્યાવરણીય સમસ્યાના આંતરિક મૂળ હોય છે. પૂજ્ય ગુરુદેવશ્રી રાકેશજીની કરુણા હંમેશા જીવનના દરેક સ્વરૂપ સુધી  વિસ્તરી છે, જે દર્શાવે છે કે પ્રકૃતિની સંભાળ રાખવી એ ખરેખર આપણો સ્વભાવ બનવો જોઈએ. આ વિચારને અભ્યાસક્રમના છ મોડ્યુલમાં સમાવી લેવામાં આવ્યો છે. જે શિક્ષણમાં જીવંતતા લાવવા અને  લાગણીઓને ક્રિયાત્મક બનાવવા પ્રેરે છે .”

 

હોલિસ્ટિક ‘FEEL’ અભ્યાસક્રમ  પર્યાવરણીય ચેતનાના છ મહત્વના પાસાંઓનો સમાવેશ કરે છે – કચરાનું  વ્યવસ્થાપન, પ્લાસ્ટિક કચરાનો ઘટાડો અને વ્યવસ્થાપન, પાણીનું સંરક્ષણ, વનીકરણ, ઈકોસિસ્ટમની સ્વસ્થ અને સંતુલન જાળવણી; વાતાવરણીય ફેરફાર સામે લડવું અને પુનઃપ્રાપ્ય ઊર્જા. 

 

6 મહિનામાં 18 કલાકનો અભ્યાસક્રમ પૂરો થયા પછી દરેક વિદ્યાર્થીને સિર્ટીફીકેટ આપવામાં આવશે અને તેઓ પ્રતિષ્ઠિત ગ્રુપ “એમ્પથી લીડર્સ ” માં જોડાશે અને તેઓ વાસ્તવિક જીવનના પર્યાવરણીય મુદ્દાઓનો સામનો કરવાની તકો મેળવશે. આ કાર્યક્રમમાં પહેલેથી જ 800 થી વધુ સ્વયંસેવકો જોડાયા છે, જેઓ 250 થી વધુ વૈશ્વિક કેન્દ્રો અને 100 થી વધુ શ્રીમદ્ રાજચંદ્ર મિશન ધરમપુર સાથેની  ભાગીદાર શાળાઓ અને શૈક્ષણિક સંસ્થાઓ દ્વારા આઅભ્યાસક્રમનું શિક્ષણ આપશે.

 

UNEP અર્થ ચેમ્પિયન અફરોઝ શાહે  તેમના હાર્દિક  વિચારો વ્યક્ત કરતા કહ્યું  “હું પૂજ્ય ગુરુદેવશ્રી રાકેશજીના શબ્દોથી પ્રેરિત થયો છું, તેઓ કહે છે લડાઈ એ અપરિપક્વતા દર્શાવે  છે જયારે  સ્વીકૃતિ એ પરિપક્વતા. આપણે ઘણા લાંબા સમયથી આ ગ્રહ અને તેની અન્ય પ્રજાતિઓ સામે લડી રહ્યા છીએ. ‘FEEL’ અભ્યાસક્રમ યુવા નેતાઓને  આપણા ગ્રહ અને સહ-અસ્તિત્વની સ્વીકૃતિ માટે વિચારણા કરાવી પ્રોત્સાહિત કરે છે. આ અભ્યાસક્રમની અસરનો પડઘો પેઢીઓ સુધી પડશે.”

 

વર્તમાન સમયમાં જયારે પર્યાવરણની જાળવણી અત્યંત જરૂરી બની છે, ત્યારે ‘FEEL’ અભ્યાસક્રમ એ યુવાઓ માટે પર્યાવરણીય શિક્ષણમાં એક સીમાચિહ્નરૂપ બની રહેશે અને એક આધ્યાત્મિક સંસ્થા કઈ રીતે યુવાઓને  પર્યાવરણની જાળવણી તરફ દોરી જઈ  શકે તેનો પુરાવો છે.

@____________

BGB

b.sc.,ll.b.,d.n.y.

gov.accre.

 

Journalist

 

jamnagar

8758659878

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!