GUJARATJAMNAGARJAMNAGAR CITY/ TALUKO

જામનગરની બેસ્ટ શૈક્ષણિક સંસ્થા છવાઇ ગઇ

 

બ્રિલિયન્ટ ગૃપ ઓફ સ્કૂલ્સના વાર્ષિક ઉત્સવમાં

ભાવનાત્મકતા અને સંસ્કારાત્મકતાના સમન્વય સમાન કૃતિઓની પ્રસ્તુતિ

ઉત્સાહ સાથે શિક્ષણ મેળવતા વિદ્યાર્થીઓએ જીવનના મુલ્યોની આદર્શ રજુઆત કરતા વાલીઓ સહિત સૌ આમંત્રીતો દંગ રહી ગયા

જામનગર

શૈક્ષણિક સંસ્થાનો વાર્ષિક ઉત્સવ સંસ્થાની સમગ્રપણે જહેમતનું પ્રતિબિંબ હોય છે તેમાં શિક્ષણ-સંસ્કાર-કેળવણીનો ત્રિવિધ સંગમ હોય છે સાથે સાથે બાળકોના ભાવિને પરીપક્વ કરનાર પ્રસ્તુતિ સમજણ કેળવનાર હોય છે આવોજ અદભૂત સમન્વય જામનગરની જાણીતી બ્રિલિયન્ટ ગૃપ ઓફ સ્કૂલ્સના સુમેર ક્લબમાં યોજાયેલા વાર્ષિક ઉત્સવમાં જોવા મળ્યો હતો.

શિક્ષણ ની વાત કરીએ તો તે શબ્દનો વ્યાપ ઘણો મોટો છે તેમજ માહિતી અને જ્ઞાન બંને અલગ છે માટે અનુભૂત માહિતિ સાથે જીવન માં સંસ્કારનુ સિંચન થાય ત્યારે સમગ્ર પણે કેળવણી મેળવી ગણાય અને તે જીવનભરનો ક્રમ છે તેવી જ રીતે આપણી સંસ્કૃતિમા શિક્ષણ એક અનિવાર્ય પરંપરા છે જેનાથી બાળક ખરા અર્થમા શિક્ષીત બને છે જે માટે વાલીઓ અને ગુરૂઓની જહેમત હોય છે સાથે સાથે જીવનના અનેકવિધ આયામોમાં બાળકો સંસ્કાર અને કેળવણીના સથવારે નિત્ય સફળ રહે તે અભિગમ બ્રિલિયન્ટ ગૃપ ઓફ સ્કૂલના ચેરમેન અશોક ભટ્ટ અને એજ્યુકેશન ડાયરેક્ટર ઉસ્મિતા ભટ્ટ એ હંમેશા અમલમાં મુક્યો છે જેથી ભાવનાત્મક બાબતો અને આદર્શ તેમજ તેના મુલ્યોનુ પણ શિક્ષણ સાથે વિદ્યાર્થીઓમાં સિંચન થાય છે આ વિશેષતાના દર્શન સંસ્થાના વાર્ષિક ઉત્સવ વખતે પ્રતિબિંબિંત થયા હોવાનો આમંત્રીતો,વાલીઓ વગેરે સહિત સૌનો અભિપ્રાય જાણવા મળ્યો હતો

ચેરમેન અશોકભાઇ કહે છે કે પ્રસ્તુતિ એ સર્જનાત્મકતાનો સરવાળો હોય છે જે માટે અમે વિશેષ આયામથી બાળકોને કેળવીએ છીએ. આ જ બાબત સંસ્થાના વાર્ષિક ઉત્સવમાં એક અનન્ય સંભારણા સ્વરૂપે તરી આવી હતી અને છેલ્લા ત્રણ મહિનાની ટીમ બ્રિલિયન્ટ ગૃપ ઓફ સ્કૂલની જહેમત ઉગી સરી હતી અને ૭૦૦ થી વધુ બાળકોએ ભાવનાત્મક,રાષ્ટ્ર પ્રેમ,પરંપરા,સંસ્કૃતિ,વારસો,સંસ્કાર લગત વિવિધ પ્રસ્તુતિ મંત્રમુગ્ધ કરનાર બની રહી હતી આ ઉત્સવ ખરા અર્થમાં એવો ઉત્સવ બન્યો કે બાળકોએ દરેક પ્રસ્તુતિમાં ઓતપ્રોત થઇ સૌ ને અચંબીત કરી દીધા હતા.

બ્રિલિયન્ટ ગૃપ ઓફ સ્કૂલ્સના એજ્યુકેશન ડાયરેક્ટર ઉસ્મિતા ભટ્ટ જણાવે છે કે અમે આદર્શોને ગ્રંથમાં જ રાખવાના બદલે બાળકોના જીવનમાં ઉતારવાનો સફળ પ્રયાસ કર્યો છે જેનર સર્વાંગી શિક્ષણ એટલે કે કેળવણી કહેવાય છે. બાળકો તેમના જીવનમાં એક અલગ પ્રતિભા તરીકે તરી આવે તે માટેની અમારી જહેમતનો સાંરાંશ આ વાર્ષિક ઉત્સવમાં પ્રતિબિંબિંત થયો જેનુ અમને ગૌરવ છે આ શ્રેય સૌ ની જહેમતને ફાળે જાય છે

જીવનમાં રી ટેક નથી હોતુ,આપણે જે સંજોગોમાંથી પસાર થઇએ તે વખતે જ જો શ્રેષ્ઠ પર્ફોમ કરીએ તે મુલ્યવાન બને છે અને તે માટે બાળપણથી જ શિક્ષણ સાથે ઘડતર અતિ આવશ્યક છે આ બાબતને બ્રિલિયન્ટ ગૃપ ઓફ સ્કૂલ્સમા અપનાવાયુ છે તે બાબત પણ આ વાર્ષિક ઉત્સવ વખતે જોવા મળી હતી

બાળકોની ઉર્જા,સમજણ,તાલીમના ત્રિવેણી સંગમ સાથે સુમેર ક્લબમાં યોજાયેલા વાર્ષિક ઉત્સવ એવો હતો કે વાલીઓને પણ એમના સંતાનો માટે ગૌરવ થયુ હતુ જે અમુક વાલીઓના પ્રતિભાવ વખતે તરી આવ્યુ હતુ.

એક તો પ્રતિષ્ઠીત ક્લબ,સાંજનો સુનેહરો સમય,ભવ્ય સ્ટેજ,અદભૂત સાઉન્ડ સીસ્ટમ્સ,રંગ બે રંગી લાઇટસ અને ઇફેક્ટસ,પ્રસ્તુતિ મુજબની વેશભૂષા, ઠંડક વચ્ચે બાળકોના અનેરા ઉત્સાહની હુંફ સાથેનો આ વાર્ષિક ઉત્સવ ઉજવણીનો કાર્યક્રમ બ્રિલિયન્ટ ગૃપ ઓફ સ્કૂલ સાથે જોડાયેલા સૌ માટે યાદગાર હતો, સંભારણા સમાન હતો, પ્રભાવિત કરનારો હતો તેમ શ્રોતાઓનો પ્રતિભાવ મળ્યો છે

ઉત્સવ વખતે શ્રી નાથજીની ઝાંખીથી અનેરો કાર્યક્રમ ભાવસભર શ્રી કૃષ્ણ ભક્તિ તાદ્રશ્ય થઇ હતી

એકંદર જામનગરની સાડા ત્રણ દાયકાથી વધુ વરસોની સફર સાથે દિવસે દિવસે વધુ ને વધુ પ્રતિષ્ઠાના આભને આંબતી બ્રિલિયન્ટસ ગૃપ ઓફ સ્કૂલ્સના સંચાલકોની જહેમતને અને આ શૈક્ષણિક સંસ્થાની કેળવણીને અનોખી રીતે અંકિત કરી શિક્ષણ-માહિતિ-જ્ઞાન-સંસ્કાર-પરંપરા-કેળવણી-સમજણ-ઉત્સાહને વિવિધતાસભર કલાકૃતિમાં આવરી લીધી હતી જે માટે સહેજે શબ્દો સરી પડે કે “વાહ…..અદભૂત…એક્સલન્ટ….બ્રિલિયન્ટ….”

 

_______________

—-regards

bharat g.bhogayata

Journalist ( gov.accre.)

b.sc.,ll.b.,d.n.y.(GAU),journalism (hindi),ind. relation &personal mnmg.(dr.rajendraprasad uni.)

 

jamnagar

8758659878

bhogayatabharat@gmail.com

Back to top button
error: Content is protected !!