Jasdan: જસદણ તાલુકા સ્વાગત ફરીયાદ નિવારણ કાર્યક્રમ તા.૨૭ નવેમ્બરના રોજ યોજાશે
તા.૨૧/૧૧/૨૦૨૪
વાત્સલ્યમ્ સમાચાર
Rajkot, Jasdan: રાજકોટ જિલ્લામાં જસદણ તાલુકા કક્ષાનો સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ આગામી તા.૨૭/૧૧/૨૦૨૪ના રોજ સવારે ૧૧ કલાકે જસદણ મામલતદાર કચેરી ખાતે મામલતદારશ્રીના અધ્યક્ષસ્થાને યોજાશે.
આ કાર્યક્રમમાં અરજી કરતાં પહેલાં કોઈ પણ અરજદારે ગ્રામ્ય કક્ષાનો પ્રશ્ન હોય, તો ગ્રામ પંચાયત, તલાટી કમ મંત્રી અને ગ્રામ સેવકને પ્રથમ અરજી કરેલી હોવી જોઈએ અને તે અનિર્ણિત હોય તેમજ તાલુકા કક્ષાનો પ્રશ્ન હોય તો તાલુકાના જવાબદાર અધિકારીશ્રીને પ્રથમ લેખિતમાં રજુઆત કરેલી હોય અને તે અનિર્ણિત હોય તેવા પ્રશ્ન રજૂ કરી શકાશે.
કાર્યક્રમમાં રજુ થતા પ્રશ્નો ગ્રામ, નગરપાલીકા અને તાલુકા કક્ષાએ જ નિર્ણય લઈ શકાય તેવા પ્રશ્નો હોવા જોઈએ અને તે સિવાયના પ્રશ્નો હોય તો જે તે સક્ષમ કચેરીને રજુઆત કરવાની રહેશે. અરજદાર પોતે રૂબરૂ પોતાના પ્રશ્નની જ આધાર-પુરાવા સાથે રજુઆત કરી શકશે. અરજદાર એક જ વિષયને લગતી રજુઆત કરી શકશે. સામૂહિક રજુઆતો નહીં કરી શકે તેમ જસદણ મામલતદારશ્રીની યાદીમાં જણાવવામાં આવ્યું છે.