GUJARATJASDALRAJKOT CITY / TALUKO
Jasdan: જસદણ ખાતે તા. ૨૪ ના રોજ દિવ્યાંગ લાભાર્થીઓને સાધન સહાય વિતરણ કરાશે
તા.૨૩/૧૦/૨૦૨૪
વાત્સલ્યમ્ સમાચાર
Rajkot, Jasdan: પાણી પુરવઠા મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળીયાની ઉપસ્થિતિમાં જસદણ ખાતે તા.૨૪ ઓક્ટોબરના રોજ દિવ્યાંગ લાભાર્થીઓને સાધન સહાય વિતરણ કાર્યક્રમ યોજાશે.
રાજકોટ જિલ્લા વહિવટી તંત્ર, એલીમ્કો અને ઓ.આઈ.સી.એલના સી.એસ.આર. ફંડના સંયુક્ત ઉપક્રમ જસદણ માર્કેટિંગ યાર્ડ ખાતે તા.૨૪ ઓક્ટોબરના રોજ સવારે ૧૧ કલાકે દિવ્યાંગ લાભાર્થીઓને સાધન સહાય વિતરણ કરાશે. જે તે સમયે એસેસમેન્ટ કેમ્પ યોજાયો હતો જેમાં પસંદ પામેલા લાભાર્થીઓને સાધન સહાય વિતરણ કરાશે. કાર્યક્રમમાં મંત્રીશ્રી કુંવરજીભાઇ બાવળીયા, સાંસદશ્રી, કલેકટરશ્રી તેમજ તાલુકા અને જિલ્લાના પદાધિકારીઓ ઉપસ્થિત રહેશે.