GUJARAT
જેસીઆઈ વાંસદા રોયલની 19મા વર્ષમાં મંગલ પ્રવેશ નિમિત્તે ગૌશાળામાં સૂકા ઘાસચારાનું દાન

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ

વાંસદા : જેસીઆઈ વાંસદા રોયલની સ્થાપનાના 18 વર્ષ પૂર્ણ થઈ 19મા વર્ષમાં મંગલ પ્રવેશ નિમિત્તે સંસ્થાએ સેવાકીય પ્રવૃત્તિઓના ભાગરૂપે વાંસદા ગૌશાળામાં ગૌમાતાઓ માટે સૂકા ઘાસચારાનું દાન કર્યું હતું.
કાર્યક્રમમાં પ્રમુખ JFM વિજયભાઈ પટેલ, IPP JFM મિતુલ ભાવસાર, સેક્રેટરી કુલદીપ સુરતી સહિત સંસ્થાના હોદ્દેદારો અને સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. સંસ્થાના પ્રતિનિધિઓએ ગૌસેવાને ભારતીય સંસ્કૃતિનું મહત્વપૂર્ણ અંગ ગણાવી સમાજના દરેક વર્ગને ગૌસંવર્ધન માટે સહયોગ આપવા અપીલ કરી હતી.
જેસીઆઈ વાંસદા રોયલ છેલ્લા 18 વર્ષથી સામાજિક, શૈક્ષણિક અને સેવાકીય ક્ષેત્રે નોંધપાત્ર કામગીરી કરી રહ્યું છે. 19મા વર્ષમાં પ્રવેશ સાથે સંસ્થાએ સમાજહિતના કાર્યોને વધુ વેગ આપવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો.


