પાલનપુરમાં અલગ અલગ બે જગ્યાએ વધેલું ભોજન પ્રસાદ જરૂરિયાતમંદ લોકોને પહોંચાડતા જીવદયા પ્રેમી
21 ઓક્ટોબર વાત્સલ્યમ્ દૈનિક સમાચાર પાલનપુર બનાસકાંઠા જિલ્લા બ્યુરો
પાલનપુરમાં અલગ અલગ બે જગ્યાએ વધેલું ભોજન પ્રસાદ જરૂરિયાતમંદ લોકોને પહોંચાડતા જીવદયા પ્રેમી ઠાકોરદાસ ખત્રી એ સમાજ સેવા નું કાર્ય કરે છે જેમાં તારીખ ૨૦ ઓક્ટોબર ૨૪ રોજ રાતે ગૌતમભાઈ ફોનમાં જણાવ્યા અનુસાર પાલનપુર લક્ષ્મીપુરા માં ભોજન વધેલ છે ત્યાં પહોંચીને સોનુભાઈ રેડિયમ વાળા ની કારમાં વધેલુ ભોજન ભરીને જેમાં પૂરી સબ્જી અને દાળ ભાત શીરો ભોજન ભરીને પાલનપુરમાં કોઝી વિસ્તારમાં ખુલ્લામાં ફૂટપાટ પર રહેતા લોકો રેલવે બ્રિજ ના જરૂરિયાતમંદ લોકોને ભોજનપ્રસાદ આપવામાં આવ્યું. તથા તારીખ -૧૯ ઓકટોબર ૨૪ રોજ બપોરે નવાગંજ વિસ્તારમાંથી દેવસિંગ પુરોહિત નો ફોન આવ્યો જણાવ્યું કે જમવાનું વધેલું છે ત્યાં પહોંચીને ઓટો રિક્ષામાં ભોજન ભરીને ગોબરી રોડ અને અલંગ અલગ વિસ્તારમાં જરૂરતમંદ લોકોને જમવાનું આપવામાં આવ્યું.સેવા કાર્યમાં જીવદયાપ્રેમી ઠાકોરદાસ ખત્રી,સોનુભાઈ રેડિયમ વાળા પરાગભાઈ સ્વામી,રાજા પોપટાણી પોતાનો કિંમતી સમય ફાળવીનેસેવા આપી ઠાકોર દાસ ખત્રી ચાર કલાક સેવા આપી હતી