GUJARATJETPURRAJKOTRAJKOT CITY / TALUKO

Jetpur: જેતપુરમાં ‘આંતરરાષ્ટ્રીય યોગ દિવસ’ની ઉત્સાહભેર ઉજવણી

તા.૨૧/૬/૨૦૨૫

વાત્સલ્યમ્ સમાચાર

Rajkot, Jetpur: રાજકોટ જિલ્લાના જેતપુર શહેરમાં બોસમિયા કોલેજ ખાતે જેતપુર-નવાગઢ નગરપાલિકા અને મામલતદાર ઓફિસના સંયુક્ત ઉપક્રમે ‘એક પૃથ્વી, એક સ્વાસ્થ્ય માટે યોગ’ થીમને લઈને ૧૧મા ‘આંતરરાષ્ટ્રીય યોગ દિવસ’ની ઉજવણી કરવામાં આવી હતી. યોગ શિબિરમાં સહભાગીઓએ યોગાસનો અને પ્રાણાયામ કર્યા હતાં. યોગના મહત્વ તથા તેના લાભો વિશે માર્ગદર્શન મેળવ્યું હતું. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ લોકોને યોગને દૈનિક જીવનનો ભાગ બનાવવા અને સ્વસ્થ જીવનશૈલી અપનાવવા માટે પ્રોત્સાહિત કરવાનો હતો. આ તકે સરકારી અધિકારીઓ, શાળા-કોલેજના વિદ્યાર્થીઓ અને યોગપ્રેમીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.

Back to top button
error: Content is protected !!