GUJARATSABARKANTHA

જુકેગા નહિ સાલા, ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ તેમજ સરકારી તંત્રને વૃક્ષોના નિકંદન માફીઆઓ ને કોઈ ડર જ નથી

*જુકેગા નહિ સાલા, ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ તેમજ સરકારી તંત્રને વૃક્ષોના નિકંદન માફીઆઓ ને કોઈ ડર જ નથી* . સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર ખાતે ફોરેસ્ટ વિસ્તાર માંથી તેમજ ગૌચર જમીનો માંથી રોજના રોજ હજારોની સંખ્યામાં વૃક્ષો કપાઈ રહ્યા છે સવારે 4:30 થી 6:00 વાગ્યા દરમિયાન અને સાંજના 7:30 થી 11:30 સુધીના સમયે ગોકુળ નગર ફાટકથી મહાવીર નગર તશિયા રોડ ઉપર થી પ્રાંતિજ તરફ જાય છે ઇડર અંબાજી હાઈવે ઉપર ધાણધા ફાટક થી ટ્રેકટરો અમદાવાદ તરફ પ્રાંતિજ જાય છે . અને આર.ટી.ઓ સર્કલથી પ્રાંતિજ તરફ જાય છે ટ્રેક્ટર ટ્રોલીઓ માં ઓવરલોડ કરી ભરી ભરી હિંમતનગર મહાવીર નગર વિસ્તારમાંથી નીકળી રહ્યા છે. હિંમતનગર ના ફોરેસ્ટ અધિકારીઓ તેમજ સરકારી અધિકારીઓ દ્વારા કોઈપણ નક્કર પગલા ભરવામાં આવતા નથી. એક તરફ સરકાર તરફથી વૃક્ષો વાવો જનજીવન બચાવો ના નારા લગાવવામાં આવે છે બીજી તરફ વૃક્ષની નિકંદન માફીઆઓ ખુલ્લેઆમ કાયદા અને વ્યવસ્થા ડર રાખ્યા વગર વૃક્ષોનું નિકંદન કરી રહ્યા છે સરકાર તરફથી નવીન વૃક્ષો વાવવાની ઝુંબેશો ઉપાડવામાં આવે છે ત્યારે ઉછરેલા વૃક્ષો નુ નિકંદન માફિયા ઓ સરકારી બાબુઓ છત્રછાયા હેઠળ ફૂલી ફાલી રહ્યા છે. સમગ્ર સાબરકાંઠાના સમગ્ર તાલુકાઓમાં વૃક્ષ નિકંદન માફિયાઓનો આંતક મચી ગયો છે સરકારી તંત્ર અને ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ ખુલ્લી આંખે નિહાળી રહ્યો છે છતાં પણ કોઈપણ જાતના નક્કર પગલા ભરવામાં અસમર્થ છે. હિંમતનગર શહેરના શ્રેષ્ઠિઓ દ્વારા મૌખિક રજૂઆત કરવા છતાં પણ પ્રશાસન દ્વારા કોઈપણ પગલાં ભરવામાં આવતા નથી. સાબરકાંઠા જિલ્લામાં ચર્ચાનો વિષય બન્યો છે અને લોક મુખે ચર્ચાઈ રહ્યું છે.

હર્દય રોગનો હુમલો ના આવે તે માટે શું કરવું ? જાણો અહી, રોગ પહેલા લક્ષણને ઓળખો – એપિસોડ-૨ | હૃદય રોગનો હુમલો | Heart attack | Dr.Nishith Sardava

[wptube id="1252022"]
Back to top button