ધોરણ ૬ થી ૮ માં શિક્ષક તરીકે ફરજ બજાવતા અને પોતાના વતન થી વર્ષો સુધી દુર રહીને કાર્ય કરતા શિક્ષકોને પોતાના વતનના જીલ્લા માં નોકરી કરવાની તક મળે તે હેતુ થી જુનાગઢ ખાતે અન્ય જીલ્લામાં ફરજ બજાવતા શિક્ષકો કે જેવો પોતાના વતન જૂનાગઢ જીલ્લામાં પોતાની સિનીયોરીટી અગ્રતા મુજબ સ્થળ પસંદગી કરાવી વતનનો લાભ આપવામાં આવેલ ગાંધીનગર શિક્ષણ નિયામકશ્રી સુચના મુજબ ધોરણ ૬ થી ૮ માં ભાષા, ગણિત વિજ્ઞાન તેમજ સામાજિક વિજ્ઞાનના ૪૬ જેટલા શિક્ષકો માટે ઓફલાઈન કેમ્પ યોજાઈ ગયો તેમાં નિયમ મુજબની અગ્રીમતા તેમજ સિનીયોરીટી સ્થળ પર વાંચી સંભળાવી કોઈ પણ ને અન્યાય ન થાય તે અંગેની તકેદારી રાખી સંપૂર્ણ પારદર્શીરીતે પોતાની પસંદગીનું સ્થળ મળી રહે તે મુજબ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જૂનાગઢ જીલ્લા શિક્ષણાધિકારીશ્રી ભાવશીહ વાઢેર દ્વારા કેમ્પનું સફળ આયોજન તેમજ સંચાલન કરી જૂનાગઢ જીલ્લામાં બદલી કરાવી આવતા શિક્ષકોને આવકારાયા હતા અને શિક્ષકોને સ્થળ પર જ બદલીના ઓર્ડરનું વિતરણ કરાયું હતું. વનીતાબેન ચાવડા કે જેઓ ૨૪ વર્ષથી પોતાના વતન થી દુર રહી નોકરી કરતા હતા. તેમને આ કેમ્પમાં પોતાના વતનમાં જગ્યા મળી જતા તેઓં એ જણાવ્યું હતું કે સરકારશ્રી દ્વારા જે આ પ્રમાણેના પારદર્શી કેમ્પ નું આયોજન કરવામાં આવે છે. તે ખુબ સારી બાબત છે. અને અમે અમે અમારા વતનમાં પરિવારની ચિંતાથી મુક્ત થઇ યોગ્ય રીતે ફરજ નિભાવીશુ. તેમ એક યાદીમાં જણાવાયું છે.
બાયલાયન :- અનિરૂધ્ધસિંહ બાબરીયા – કેશોદ