જૂનાગઢ જિલ્લામાં ૬૮૫ થી વધુ યોગી ભાઈ બહેનોએ ઉત્સાહભેર ભાગ લીધો.
જૂનાગઢ તા.૧૮ આગામી તારીખ ૨૧ જૂનના રોજ સમગ્ર રાજ્ય સહિત જૂનાગઢ જિલ્લામાં વિશ્વ યોગ દિનની ઉજવણી નો આયોજન કરાયું હતું. જેના ભાગરૂપે જુનાગઢ જિલ્લાના યોગ પ્રત્યે નાગરિક જાગૃત બને અને વધુમાં વધુ નાગરિકો યોગાસન કરે અને યોગને પોતાની જીવનશૈલીમાં અપનાવે તેવા હેતુ સાથે વિશ્વ યોગ દિન પૂર્વે તારીખ ૧૫ થી તારીખ ૨૦ જૂન દરમિયાન જિલ્લાના શહેરી અને ગ્રામ્ય વિસ્તારમાં વિવિધ વિભાગોના સહયોગથી યોગના કાર્યક્રમનું સુધરત આયોજન ગુજરાત રાજ્ય યોગ બોર્ડ ગાંધીનગર અને જૂનાગઢ જિલ્લા રમત ગમત અધિકારીની કચેરી તથા જૂનાગઢ જિલ્લા વહીવટી તંત્રના સંયુક્ત ઉપક્રમે કરાયું હતું.
તારીખ ૧૫ જૂન વહેલી સવારે કાલરીયા સ્કૂલ મોતીબાગના પટાંગણમાં યોગ પ્રોટોકોલ શિબિરનું આયોજન કરાયું હતું જેમાં જિલ્લાના તમામ યોગ કોચ યોગ ટ્રેનરો અને યોગ સાધકો કુલ મળી ૬૮૫ ભાઈ-બહેનો એ ઉત્સાહભેર ભાગ લીધો હતો. જેને કોઓર્ડીનેટર શ્રી અનિલ ત્રિવેદી એ યોગ પ્રોટોકોલ નું પ્રશિક્ષણ આપ્યું હતું.
જિલ્લા કોઓર્ડીનેટર શ્રી ચેતનાબેન ગજેરા એ શરૂઆતમાં પ્રાર્થના અને જૂનાગઢ જિલ્લાના બધા ટ્રેનોરો-યોગ કોચને અભિનંદન થી શરૂ કરી પ્રોગ્રામ ખુલ્લો મુક્યો હતો. તેમજ રેણુબેન શુક્લા એ મોદી સાહેબે વિત મંત્રાલય સ્થાપિત અને ગુજરાત રાજ્ય યોગ બોર્ડની સ્થાપના તેમની કાર્યપદ્ધતિ ખૂબ જ સારી વર્ણવી હતી અને ટ્રેનરો તરીકે ખૂબ આગળ વધો તેવું આહવાન કર્યું હતું.