BHESANAJUNAGADH

ભેસાણ તાલુકાના બામણગઢ ગામની સરકારી માધ્યમિક શાળાનું ધોરણ ૧૦ નું ૧૦૦% પરિણામ

ભેસાણ તાલુકાના બામણગઢ ગામની સરકારી માધ્યમિક શાળાનું ધોરણ ૧૦ નું ૧૦૦% પરિણામ

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા જાહેર કરાયેલા તાજેતરના ધોરણ-૧૦ બોર્ડ પરીક્ષાના પરિણામમાં જૂનાગઢ જિલ્લાના ભેસાણ તાલુકામાં આવેલી એકમાત્ર સરકારી માધ્યમિક શાળા આર.એમ.એસ.એ. બામણગઢ શાળાએ ૧૦૦ ટકા પરિણામ મેળવી ઉત્કૃષ્ટ સિદ્ધિ હાંસલ કરી છે. આ પ્રસંગે ગામના સરપંચશ્રી ભદ્રેશભાઈ મોવલીયા તથા ઉપસરપંચશ્રી રમેશભાઈ સાકરીયાએ વિદ્યાર્થીઓને હાર્દિક અભિનંદન પાઠવ્યા હતા તેમજ સમગ્ર શાળા પરિવારને શુભેચ્છાઓ પાઠવી હતી. શાળાના આચાર્યશ્રી ડૉ. કોકિલાબેન ઉંધાડેએ જણાવ્યું હતું કે સરકારશ્રી દ્વારા બામણગઢ ગામમાં આ વર્ષે અદ્યતન શાળા બિલ્ડિંગ ઉપલબ્ધ કરાવવામાં આવ્યું છે. સાથે જ શિક્ષકશ્રીઓના સતત શ્રેષ્ઠ શૈક્ષણિક કાર્ય અને વિદ્યાર્થીઓની મહેનતના પરિણામે આ ગૌરવપૂર્ણ સફળતા પ્રાપ્ત થઈ છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે સરકારશ્રીની વિવિધ શૈક્ષણિક યોજનાઓનો વિદ્યાર્થીઓ વધુમાં વધુ લાભ મેળવે તેમજ સરકારી શાળાઓમાં પ્રવેશ વધે તે માટે સતત પ્રયત્નો કરવામાં આવશે. આજના સમયમાં મોંઘી ખાનગી શાળાઓની સરખામણીએ સરકારશ્રી દ્વારા નિઃશુલ્ક અને ગુણવત્તાસભર શિક્ષણ આપવામાં આવી રહ્યું છે, તેથી વધુમાં વધુ વાલીઓ સરકારી શિક્ષણનો લાભ લે તેવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી હતી.

રિપોર્ટર : અનિરૂધસિંહ બાબરીયા – કેશોદ

Back to top button
error: Content is protected !!