JUNAGADHJUNAGADH CITY / TALUKO

જૂનાગઢમાં રાષ્ટ્રીય ગ્રંથપાલ દિવસની ઉજવણી નિમિત્તે પુસ્તક પ્રદર્શન યોજાયું

ભારતમાં ગ્રંથાલય વિજ્ઞાનના પિતા શ્રી શિયાલી રામામ્રિત રંગનાથન હતા

બહાઉદ્દીન સરકારી વિનયન કોલેજ, જૂનાગઢ ખાતે ગ્રંથાલય વિભાગ દ્વારા ગ્રંથાલય વિજ્ઞાનના પિતા શ્રી ડૉ.એસ.આર.રંગનાથનના જન્મદિવસ નિમિત્તે રાષ્ટ્રીય ગ્રંથપાલ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે વિદ્યાર્થીઓમાં વાંચનની ટેવ વિકસે અને જ્ઞાનપ્રાપ્તિ પ્રત્યે રસ વધે તે હેતુથી સુંદર અને જ્ઞાનપ્રદ પુસ્તક પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું.કાર્યક્રમનો પ્રારંભ કોલેજના આચાર્ય શ્રી ડૉ. જે. આર. વાંઝા દ્વારા દીપ પ્રાગટ્યથી કરવામાં આવ્યો હતો. આચાર્યશ્રીએ પોતાના સંબોધનમાં ગ્રંથાલયને જ્ઞાન, માહિતી, સંશોધન અને સર્જનાત્મક વિચારોનું મહત્વપૂર્ણ કેન્દ્ર ગણાવી વિદ્યાર્થીઓને નિયમિત વાંચન તથા ગ્રંથાલયના ઉપલબ્ધ સંસાધનોનો મહત્તમ ઉપયોગ કરવા પ્રેરણા આપી હતી. તેમજ શ્રી ડો. પી.વી.બારસિયાએ પુસ્તક અને વાંચનના મહત્વ અંગે પ્રેરણાદાયી માર્ગદર્શન આપ્યું હતું. ત્યારબાદ પુસ્તક પ્રદર્શન વિદ્યાર્થીઓ માટે ખુલ્લું મૂકવામાં આવ્યું હતું. વિવિધ વિષયો અને વિદ્યાર્થીઓના રસને અનુરૂપ પુસ્તકો પ્રદર્શિત કરવામાં આવ્યા હતા, જેને વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક નિહાળ્યા હતા.કાર્યક્રમના સફળ આયોજન બદલ આચાર્યશ્રીએ ગ્રંથપાલ શ્રી એ.સી.વાઘેલા તથા સમગ્ર ગ્રંથાલય સ્ટાફ દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી. સમગ્ર કાર્યક્રમ દ્વારા “વાંચન એ જ્ઞાન તરફ જવાનો શ્રેષ્ઠ માર્ગ છે’’ એવો પ્રેરણાદાયી સંદેશ આપવામાં આવ્યો હતો. આ પ્રસંગે બહોળી સંખ્પ્રાયામાં ધ્યાપકો, ગ્રંથાલય સ્ટાફ તથા વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. તેમ આચાર્યશ્રી, બહાઉદ્દીન સરકારી વિનયન કોલેજ, જૂનાગઢની યાદીમાં જણાવવામાં આવ્યું છે.

રિપોર્ટર : અનિરૂધસિંહ બાબરીયા – કેશોદ

Back to top button
error: Content is protected !!