જૂનાગઢના ઉપરકોટ કિલ્લા ખાતે મહાનગર પાલિકા કક્ષાના ‘વિશ્વ યોગ દિવસ’ની શાનદાર ઉજવણી કરાઈ
મેયરશ્રી ગીતાબેન પરમાર, કમિશ્નર શ્રી ડૉ. ઓમ પ્રકાશ સહિતના મહાનુભાવો અને યોગ સાધકો આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીમાં જોડાયા
જૂનાગઢ તા.૨૧ આજ રોજ જૂનાગઢ મહાનગર પાલિકા કક્ષાનો આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી ઉપરકોટ કિલ્લા, જૂનાગઢ ખાતે કરવામાં આવેલ હતી. ‘‘સ્વયંમ અને સમાજ માટે યોગ’’ થીમ દ્વારા યોગ અને યોગનું મહત્વ સમજાવવા માં આવ્યુ હતું. તેમજ યોગને જીવનનો અભિન્ન અંગ બનાવવા અંગે જાણકારી આપી હતી. આ કાર્યક્રમમા મેયરશ્રી ગીતાબેન પરમાર, કમિશ્નર શ્રી ડૉ. ઓમ પ્રકાશ, શહેર ભાજપ પ્રમુખશ્રી પુનિતભાઈ શર્મા, શ્રી યોગીભાઈ પઢિયાર, નાયબ કમિશ્નર શ્રી, એ.એસ. ઝાપડા, આસિસ્ટન્ટ કમિશ્નર શ્રી જે.પી. વાજા, જિલ્લા રમત વિકાસ અધિકારીશ્રી ગૌરાંગ નરે, ઈ.ચા. રમત ગમત અધિકારી (મહાનગર પાલિકા) શ્રી હાજાભાઈ ચૂડાસમાં, રમત કોચ (મહાનગર પાલિકા) શ્રી પ્રશાંતભાઈ દેસાઈ, યોગકોચશ્રી ગુજરાત રાજ્ય યોગ બોર્ડ વગેરે અધિકારીઓ/પદાધિકારીઓ ઉપસ્થિત રહી યોગ દિવસની ઉજવણીમાં જોડાયા હતા.
આ કાર્યક્રમમાં જૂનાગઢ મહાનગર પાલિકાની શાળા/કોલેજોના વિદ્યાર્થીઓ, નગરજનો અને યોગ સાધકો મળી અંદાજીત ૧૦૦૦ જેટલા લોકોએ આ કાર્યક્રમમાં સહભાગી થઈ યોગ દિવસની ઉજવણી કરી હતી. તેમજ જૂનાગઢ મહાનગર પાલિકાના વોર્ડ કક્ષાની વિવિધ શાળાઓ, જૂનાગઢ જિલ્લા જેલ, મ્યુઝિયમ અને ઔદ્યોગિક તાલીમ સંસ્થા વગેરે સ્થળો પર પણ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી.