JUNAGADHVANTHALI

વંથલી આઈ.ટી આઈ. ખાતે પ્રવેશ પ્રક્રિયાનો પ્રારંભ,જુદા-જુદા ટ્રેડની કુલ ૨૬૦ બેઠકો માટે ઓનલાઈન ફોર્મ ભરી શકાશે

વંથલી આઈ.ટી આઈ. ખાતે પ્રવેશ પ્રક્રિયાનો પ્રારંભ,જુદા-જુદા ટ્રેડની કુલ ૨૬૦ બેઠકો માટે ઓનલાઈન ફોર્મ ભરી શકાશે

ઔદ્યોગિક તાલીમ સંસ્થા (આઈ.ટી.આઈ.) વંથલીમાં જુદા-જુદા ટ્રેડમાં એડમીશન પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. જેમાં વાયરમેન-૪૦, ઈલેક્ટ્રીશીયન-૪૦, ફીટર-૨૦, કોપા-૪૮, મિકેનીક-૪૮, હેલ્થ સેનેટરી ઈન્સપેક્ટર-૨૪ અને વેલ્ડર-૪૦ મળીને કુલ ૨૬૦ બેઠકો ભરવાપાત્ર છે. એડમીશન લેવા ઇચ્છુક ઉમેદવારોએ https://itiadmission.gujarat.gov.in/ વેબસાઇટ ઉપર તા.૧૪- ૫-૨૦૨૬ થી તા.૨૩- ૦૬-૨૦૨૬ સુધીમાં ઓનલાઇન ફોર્મ ભરવાનું રહેશે. ઓનલાઈન ફોર્મ ભર્યા બાદ નજીકની કોઇ પણ આઇ.ટી.આઇ.માં ફોર્મ ચેક કરાવીને, રજીસ્ટ્રેશન ફી રૂ.૫૦ ઓનલાઈન ભરી ફોર્મ જમા કરાવવા માટે ઉમેદવારોને અનુરોધ કરવામાં આવે છે. તેમ ઔદ્યોગિક તાલીમ સંસ્થા, વંથલીના આચાર્યશ્રીની યાદીમાં જણાવાયું છે.

રિપોર્ટર : અનિરૂધસિંહ બાબરીયા – કેશોદ

Back to top button
error: Content is protected !!