ઇન્ડિયા સ્કિલ્સ કોમ્પિટિશનમાં જૂનાગઢ આઇ.ટી.આઇ.નો તાલીમાર્થી ઝળક્યો : રાજ્ય કક્ષાએ દ્વિતીય સ્થાન પ્રાપ્ત કર્યું
ઇન્ડિયા સ્કિલ્સ કોમ્પિટિશનમાં જૂનાગઢ આઇ.ટી.આઇ.નો તાલીમાર્થી ઝળક્યો : રાજ્ય કક્ષાએ દ્વિતીય સ્થાન પ્રાપ્ત કર્યું

ઇન્ડિયા સ્કિલ્સ કોમ્પિટિશન ૨૦૨૫-૨૬ અંતર્ગત યોજાયેલ રાજ્ય કક્ષાની સ્પર્ધામાં આઇ.ટી.આઇ. જૂનાગઢના ઇલેક્ટ્રોનિક્સ મિકેનિક ટ્રેડના તાલીમાર્થી શ્રી ઠુકડીયા પિયુષ ભરતભાઈએ ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી સમગ્ર રાજ્યમાં દ્વિતીય ક્રમ પ્રાપ્ત કર્યો છે. રાજ્યભરના વિવિધ તાલીમાર્થીઓની ભાગીદારી વચ્ચે યોજાયેલી આ પ્રતિષ્ઠિત સ્પર્ધામાં જૂનાગઢના તાલીમાર્થીએ પોતાની ટેકનિકલ કુશળતા અને પ્રતિભાના જોરે જિલ્લાનું નામ રોશન કર્યું છે.પિયુષ ઠુકડીયાએ ઇન્ડિયા સ્કિલ્સ કોમ્પિટિશનમાં ઇલેક્ટ્રોનિક્સ સેક્ટરમાં બીજો ક્રમાંક મેળવતા આ સિદ્ધિ માટે રૂ. ૩૧,૦૦૦/- ની પ્રાઇઝ મની એનાયત કરવામાં આવી હતી. આ ગૌરવપૂર્ણ સિદ્ધિ અન્ય તાલીમાર્થીઓ માટે પણ પ્રેરણારૂપ બની રહેશે. તાલીમાર્થીની આ વિશિષ્ટ સિદ્ધિ બદલ સંસ્થાના આચાર્યશ્રી વર્ગ-૧ શ્રી ભગીરથસિંહ જાળીયા, આચાર્ય વર્ગ-૨ શ્રી પ્રિયેશ વાળા તથા સમગ્ર સ્ટાફે અભિનંદન સાથે ઉજ્જવળ કારકિર્દી માટે શુભેચ્છાઓ પાઠવી હતી.
રિપોર્ટર : અનિરૂધસિંહ બાબરીયા – કેશોદ 






