જૂનાગઢ જિલ્લામાં ૧૯ ઓગસ્ટ સુધી મંજૂરી વગર સભા કે સરઘસ યોજવા પર પ્રતિબંધ
કાયદો-વ્યવસ્થા અને જાહેર શાંતિની જાળવણી માટે અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ બી. એસ. બારડ દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ

કાયદો-વ્યવસ્થા અને જાહેર શાંતિની જાળવણી માટે અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ બી. એસ. બારડ દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ
વાત્સલ્યમ્ સમાચાર
ભરત બોરીચા – જૂનાગઢ
જૂનાગઢ : જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા તથા જાહેર સુલેહ-શાંતિ જળવાઈ રહે તે હેતુથી વગર પરવાનગીએ કોઈ પણ સભા કે સરઘસ કાઢવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આ અંગે જિલ્લા પોલીસ અધિક્ષક દ્વારા દરખાસ્ત રજૂ કરવામાં આવતા, અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ બી. એસ. બારડે તેમને મળેલ સત્તાની રૂએ સમગ્ર જૂનાગઢ જિલ્લામાં મનાઈ હુકમ ફરમાવતું જાહેરનામું બહાર પાડ્યું છે.
આ જાહેરનામું તાત્કાલિક અસરથી તા. ૧૯ ઓગસ્ટ ૨૦૨૬ સુધી અમલમાં રહેશે, જે દરમિયાન પૂર્વ મંજૂરી વિના કોઈપણ સભા કે સરઘસ યોજી શકાશે નહીં.
આ લોકોને આદેશમાંથી મુક્તિ:
આ આદેશ ફરજ પર હોય તેવી ગૃહ રક્ષક મંડળીઓ, સરકારી કામકાજ અર્થે અવર-જવર કરતી વ્યક્તિઓ, લગ્નનો વરઘોડો, સ્મશાન યાત્રા તથા સક્ષમ અધિકારી પાસેથી કાયદેસરની પરવાનગી મેળવેલ હોય તેવી વ્યક્તિઓને લાગુ પડશે નહીં.
ઉલ્લંઘન કરનાર સામે કાર્યવાહી:
આ જાહેરનામાનો ભંગ કરનાર અથવા ભંગ કરવામાં મદદ કરનાર વ્યક્તિ સામે ગુજરાત પોલીસ અધિનિયમ, ૧૯૫૧ ની કલમ ૧૩૫(૩) મુજબ શિક્ષાત્મક/દંડકીય કાર્યવાહી કરવામાં આવશે.




