GUJARATJUNAGADHKESHOD

વિદેશમાં બાગાયતી પાકો નિકાસ કરવા માટે અપેડા અંતર્ગત ફાર્મ રજીસ્ટ્રેશન કરાવવુ જરૂરી

વિદેશમાં બાગાયતી પાકો નિકાસ કરવા માટે અપેડા અંતર્ગત ફાર્મ રજીસ્ટ્રેશન કરાવવુ જરૂરી

જૂનાગઢ જિલ્લામાં બાગાયતી પાકો જેવા કે કેરી, ચીકુ, જામફળ, સીતાફળ વગેરે ફળો તેમજ શાકભાજી પાકો જેવા કે સરગવો, ટામેટા, કાકડી, કેપ્સીકમ વગેરેની ખેતી કરતા ખેડૂતોને વિદેશમાં નિકાસ કરવા માટે ખેડૂતોએ પોતાના ખેતર કે બગીચાનું અપેડા અંતર્ગત ફાર્મ રજીસ્ટ્રેશન કરાવવાનું જરૂરી છે. આ રજીસ્ટ્રેશનની કામગીરી જિલ્લાની નાયબ બાગાયત નિયામકશ્રીની કચેરી દ્વારા કરવામાં આવે છે. નિકાસ કરવા માટે રસધરાવતા ખેડૂતોએ નિયત નમૂનાનું અરજી ફોર્મ મેળવી જરૂરી સાધની કાગળો જેવા કે ૭/૧૨, ૮-અ, આધારકાર્ડની નકલ, ફાર્મનો નકશો તથા ફાર્મ ડાયરી વગેરે જે તે જિલ્લાની નાયબ બાગાયત નિયામકશ્રી ની કચેરીએ અરજી કરવાની રહેશે. ત્યારબાદ અરજીની ચકાસણી કરી રજીસ્ટ્રેશન સર્ટિફિકેટ આપવામાં આવશે. આ અરજી ફોર્મ મેળવવા તથા આપવા માટે નાયબ બાગાયત નિયામકશ્રીની કચેરી, લઘુકૃષિ ભવન, બહુમાળી સામે, જૂનાગઢ સંર્પક કરવાનો રહેશે. તેમ જૂનાગઢ જિલ્લા નાયબ બાગાયત નિયામકશ્રીની યાદીમાં જણાવાયુ છે

 

રિપોર્ટર : અનિરૂધસિંહ બાબરીયા – કેશોદ

 

Back to top button
error: Content is protected !!