જૂનાગઢ ચાઇલ્ડ હેલ્પલાઇનના કર્મયોગીઓ દ્વારા ‘વિશ્વ યોગ દિવસ’ની ઉત્સાહભેર ઉજવણી
જૂનાગઢ ચાઇલ્ડ હેલ્પલાઇનના કર્મયોગીઓ દ્વારા ‘વિશ્વ યોગ દિવસ’ની ઉત્સાહભેર ઉજવણી

જૂનાગઢ ચાઇલ્ડ હેલ્પલાઇન ટીમ દ્વારા યોગ દિવસ નિમિત્તે એક ખાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય રોજબરોજ પીડિત મહિલાઓ અને બાળકોની સેવામાં વ્યસ્ત રહેતા સ્ટાફના માનસિક અને શારીરિક સ્વાસ્થ્યમાં સુધારો લાવવાનો તેમજ તણાવમુક્ત કાર્યશૈલી વિકસાવવાનો હતો કાર્યક્રમ દરમિયાન ચાઇલ્ડ હેલ્પલાઇનના અધિકારીઓ અને કર્મચારીઓએ સાથે મળીને વિવિધ આસનો, પ્રાણાયામ અને ધ્યાનની ક્રિયાઓ કરી હતી. યોગ ટ્રેનરના માર્ગદર્શન હેઠળ સ્ટાફે શરીર અને મનની સુખાકારી માટે યોગનું મહત્વ સમજ્યું હતું અને દૈનિક જીવનમાં યોગને વણી લેવાનો સંકલ્પ કર્યો હતો આ તકે જૂનાગઢ ચાઇલ્ડ હેલ્પલાઇનના કાઉન્સેલર પૂનમબેન પરમારે જણાવ્યું હતું કે, “અમારી ટીમ મુશ્કેલીમાં મુકાયેલા બાળકો અને મહિલાઓની મદદ માટે કાર્યરત હોય છે. આવી પરિસ્થિતિમાં માનસિક શાંતિ અને શારીરિક તંદુરસ્તી જાળવી રાખવા માટે યોગ ખૂબ જ જરૂરી છે. આજના આ આયોજનથી કર્મયોગીઓમાં નવી ઉર્જાનો સંચાર થશે. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે ચાઇલ્ડ હેલ્પલાઇનની સમગ્ર ટીમે જહેમત ઉઠાવી હતી.
રિપોર્ટર : અનિરૂધસિંહ બાબરીયા – કેશોદ 





