JUNAGADHJUNAGADH CITY / TALUKO

જૂનાગઢ જિલ્લા કલેકટર શ્રી યોગેશ ચૈધરીની અધ્યક્ષતામાં જિલ્લા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાયો

જૂનાગઢ જિલ્લા કલેકટર શ્રી યોગેશ ચૈધરીની અધ્યક્ષતામાં જિલ્લા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાયો

જૂનાગઢ જિલ્લા કલેકટર શ્રી યોગેશ ચૌધરીના અધ્યક્ષતામાં આજે જિલ્લા કક્ષાનો સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં જિલ્લા કલેકટરશ્રીએ અરજદારોના પ્રશ્નો રૂબરૂ સાંભળ્યા હતા અને ૪૫ જેટલા પ્રશ્નોનું હકારાત્મક નિવારણ કર્યું હતું. જિલ્લા કલેકટર કચેરી ખાતે આયોજિત જિલ્લા સ્વાગત કાર્યક્રમમાં અરજદારોના રોડ રસ્તા, દબાણો હટાવવા, સ્વચ્છતા, સ્પીડ બ્રેકર મુકવા, વરસાદી પાણી નિકાલ, ટાઉન પ્લનાનીંગ યોજના, રેવન્યુ રેકર્ડ સુધારવા, પ્રમોલગેશ ક્ષતિ સુધારવા, રીસર્વે, ગ્રામ પંચાયતમાં નમૂના ૨માં નોંધ વગેરે પ્રશ્નો રજૂ થયા હતા. તે સંદર્ભમાં જિલ્લા કલેકટરશ્રીએ સબંધિત અધિકારીઓ સાથે સમીક્ષા કરી જરૂરી માર્ગદર્શન આપી પ્રશ્નોનું હકારાત્મક નિવારણ કર્યું હતું. આ કાર્યક્રમમાં જિલ્લા વિકાસ અધીકારી શ્રી જયંતસિંહ રાઠોર, પોલીસ અધીક્ષક શ્રી સુબોધ ઓડેદરા, નાયબ વન સંરક્ષક શ્રી અક્ષય જોષી, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક શ્રી પી.એ.જાડેજા, પ્રાંત અધિકારીશ્રીઓ, મામલતદારશ્રીઓ, તાલુકા વિકાસ અધિકારીશ્રીઓ તેમજ સંલગ્ન વિભાગોના અધિકારીશ્રીઓ-કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા

રિપોર્ટર : અનિરૂધસિંહ બાબરીયા – કેશોદ

Back to top button
error: Content is protected !!