JUNAGADHJUNAGADH CITY / TALUKOJUNAGADH RURAL

જુનાગઢ:મોહરમને અનુલક્ષીને જિલ્લા કલેકટરની અધ્યક્ષતા એકતા સમિતિની બેઠક યોજાઈ

જૂનાગઢ તા. ૯ આગામી તા. ૧૭  ના રોજ મોહરમ તહેવારને અનુલક્ષીને જુનાગઢ જિલ્લા કલેકટરશ્રી અનિલ કુમાર રાણાવસિયાની અધ્યક્ષતામાં એકતા સમિતિની બેઠક યોજાઇ હતી.

ઉપસ્થિત તમામ સામાજિક સંસ્થાના આગેવાનોના પરિચય બાદ મહોરમ તહેવારને અનુલક્ષીને જાહેરનામાની અમલવારી, દરખાસ્ત તેમજ જરૂરી વ્યવસ્થા વિશે ચર્ચા થઈ હતી.

જિલ્લા કલેકટરશ્રી એ મહોરમના તહેવાર દરમિયાન પરંપરાગત રીતને જાળવી રાખવા  તેમજ કાયદો અને  વ્યવસ્થા જળવાઈ રહે તેની તકેદારી રાખવા, તેમજ નગરપાલિકા અને મહાનગરપાલિકાના સંબંધિત અધિકારીઓને તહેવાર પહેલા રસ્તાઓ તપાસ કરવા જેમ કે ખાડા અથવા તુટેલા રસ્તાને રીપેર કરવા, રસ્તા પરની ગંદકી, ઉકરડા દૂર કરવા તેમજ રસ્તા પર જર્જરીત મકાન હોય તો તેની તપાસ કરવી અને જરૂર જણાય તો મકાનને દૂર કરવા, તેમજ પીવાના પાણીની વ્યવસ્થા કરવા જણાવ્યું હતું. ઉપરાંત કંટ્રોલ રૂમ શરૂ કરવો, તાજીયાની પૂર્ણાહુતી દરમિયાન ટ્રાફિક ન થાય તેમજ ભાગદોડ ન થાય તે માટે બેરીકેટ રાખવા જેવી સમિતિના અગ્રણીઓના સુચનો ધ્યાને રાખવા ખાતરી આપી હતી.

વીજ પુરવઠાને ખાસ લાઇટના પ્રશ્નોનું નિરાકરણ લાવવા તેમજ તાજિયા દરમિયાન વીજતારની તકેદારી રાખવાનું સૂચિત કર્યું હતું.

આ સમયગાળા દરમિયાન કોઈપણ વ્યક્તિએ શસ્ત્ર, દંડા, તલવાર, ભાલા, ધોકા, છરી, લાકડી, લાઠી, શારીરિક ઇજા પહોંચાડી શકે તેવા કોઇપણ પ્રકારના સાધન, કોઇપણ પ્રકારના ક્ષયકારી અને સ્ફોટક દારૂગોળો જેવા પદાર્થો વગેરે સાથે રાખવાની સખ્ત મનાઇ છે.

મોહરમ તહેવારને અનુરૂપ એકતા સમિતીની બેઠકમાં એસ.પી હર્ષત મહેતા, અધિક નિવાસી કલેક્ટર એન.એફ.ચૌધરી, પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલ સહિતના અધિકારીઓ તેમજ સમાજના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

હર્દય રોગનો હુમલો ના આવે તે માટે શું કરવું ? જાણો અહી, રોગ પહેલા લક્ષણને ઓળખો – એપિસોડ-૨ | હૃદય રોગનો હુમલો | Heart attack | Dr.Nishith Sardava

[wptube id="1252022"]
Back to top button