ડીઝલ બચતમાં જૂનાગઢ એસ.ટી. વિભાગ સમગ્ર રાજ્યમાં પ્રથમ ક્રમે: એક માસમાં ૨૭,૮૪૦ લિટર ડીઝલ અને રૂ. ૨૭ લાખની બચત

ડીઝલ બચતમાં જૂનાગઢ એસ.ટી. વિભાગ સમગ્ર રાજ્યમાં પ્રથમ ક્રમે: એક માસમાં ૨૭,૮૪૦ લિટર ડીઝલ અને રૂ. ૨૭ લાખની બચત
વાત્સલ્યમ્ સમાચાર
ભરત બોરીચા – જૂનાગઢ
જૂનાગઢ:ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ (GSRTC) ના જૂનાગઢ વિભાગે ઇંધણ બચત ક્ષેત્રે સમગ્ર રાજ્યમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું છે. જૂનાગઢ વિભાગે જૂન-૨૦૨૫ ના ૫.૨૬ KMPL (કિલોમીટર પ્રતિ લિટર) ની સરખામણીએ જૂન-૨૦૨૬ માં ૫.૩૮ KMPL મેળવીને પ્રતિ કિલોમીટર ૦.૧૨ નો સુધારો નોંધાવ્યો છે.
આ આયોજનના પરિણામે જૂનાગઢ એસ.ટી. વિભાગ દ્વારા એક જ મહિનામાં ૨૭,૮૪૦ લિટર ડીઝલની બચત કરવામાં આવી છે, જેનાથી નિગમને અંદાજે રૂ. ૨૭ લાખનો સીધો નાણાકીય ફાયદો થયો છે.
વિભાગીય નિયામક જણાવ્યા મુજબ, આ સફળતા ટીમ વર્ક અને અધિકારીઓ, સુપરવાઇઝરો, ડ્રાઇવરો તથા મિકેનિકલ સ્ટાફની નિષ્ઠાપૂર્વકની કામગીરીને આભારી છે.
વિભાગીય નિયામક વી.બી. ડાંગરે જાહેર જનતાને જાહેર પરિવહનનો મહત્તમ ઉપયોગ કરવા તેમજ સુગમ મુસાફરી માટે ટિકિટ બુકિંગ અને મુસાફરી દરમિયાન ડિજિટલ પેમેન્ટને પ્રાથમિકતા આપવા અપીલ કરી છે.




