KALOL(Panchamahal)PANCHMAHAL

કાલોલ રેફરલ હોસ્પિટલ સામે થયેલ અકસ્માત ના ઈજાગ્રસ્ત નું સારવાર દરમ્યાન મોત.

તારીખ ૨૦ માર્ચ

વાત્સલ્યમ્ સમાચાર

સાજીદ વાઘેલા કાલોલ

કાલોલ રેફરલ હોસ્પિટલ, આઈટીઆઈ અને બોરૂ ટરનીંગ રોડ દિવસે દિવસે જીવલેણ સાબિત થઈ રહ્યો છે આ રોડ ઉપર છેલ્લા ઘણા સમયથી અકસ્માતો માં મહામૂલી માનવ જિંદગીઓ હોમાઈ ગયેલ છે વહીવટી તંત્ર ને યોગ્ય રસ્તો ખુલ્લો કરાવી ડીવાઈડર,સ્પીડ બ્રેકર મુકવાની કામગીરી માટે રજુઆતો કરવા છતાં કોઈ નક્કર કાર્યવાહી થયેલ નથી શનિવારે રાત્રે સાડા આઠ વાગ્યે મોટરસાયકલ ઉપર જતા રઝાક ઈબ્રાહિમ ઘોડાવાળા ઉ વ.૬૫ ની મોટર સાયકલ લઈને દવાખાના તરફ જતા હતા ત્યારે હાલોલ તરફથી એક મોટરસાયકલ ચાલકે પુરઝડપે અને ગફલતભરી રીતે પોતાની મોટરસાયકલ હંકારી રઝાક ઈબ્રાહિમ ઘોડાવાળા ની મોટરસાયકલ ને ટકકર મારી દેતા રોડ ઉપર મોટરસાયકલ સાથે ફંગોળાઇ ગયા હતા જેના કારણે તેઓને માથામાં ડાબી બાજુ બોચીના ભાગે આંખ ની ઉપર ના ભાગે પગના ભાગે ઈજાઓ પહોંચી હતી અને આ જ સમયે તેઓના સાઢુ ભાઈ સલીમ યુસુફ ડેસરિયા ટેમ્પો લઈને પસાર થતા હતા જેઓએ આ અકસ્માત નજરે જોયો અને અકસ્માત કરનાર મોટરસાયકલ નો નંબર પણ નોંધી મોબાઈલ માં ફોટો પાડી લીધેલ ઇજાગ્રસ્ત રઝાક ઈબ્રાહિમ ઘોડાવાળા ને રેફરલ હોસ્પિટલ મા દવા સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા અને પ્રાથમિક સારવાર બાદ વધુ સારવાર માટે વડોદરા ખાતે રિફર કરતા વડોદરા ખાનગી હોસ્પિટલ માં લઈ ગયા હતા અને તે બાબતની ફરીયાદ નોંધાવી હતી રવિવારે સાંજે સારવાર દરમ્યાન રઝાક ઈબ્રાહિમ ઘોડાવાળા નું મોત નિપજયું હતુ જે બાબતે કાલોલ પોલીસે અકસ્માત કરી ભાગી જનાર મોટરસાયકલ ચાલક સામે ગુનો જામીન કરી વધુ તપાસ હાથ ધરી છે.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!