બુથ સ્તરે સંગઠનને વધુ સશક્ત બનાવવા જુનાગઢ જિલ્લા ભાજપ પ્રમુખ ચંદુભાઈ મકવાણાનો વંથલી તાલુકામાં વેગવંતો પ્રવાસ

બુથ સ્તરે સંગઠનને વધુ સશક્ત બનાવવા જુનાગઢ જિલ્લા ભાજપ પ્રમુખ ચંદુભાઈ મકવાણાનો વંથલી તાલુકામાં વેગવંતો પ્રવાસ


ભરત બોરીચા – જૂનાગઢ
જૂનાગઢ : “સમાધાન કાલે વિચાર અબ, બુથ બુથ તક જાના હૈ” ના સંકલ્પને સાકાર કરવા જૂનાગઢ જિલ્લા ભાજપ પ્રમુખ ચંદુભાઈ મકવાણાએ વંથલી તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં મોરચો સંભાળ્યો છે. સંગઠનને તળિયા સ્તરેથી મજબૂત કરવાના મક્કમ ઈરાદા સાથે ચંદુભાઈ મકવાણાએ બુથ સ્તરે કાર્યકર્તાઓ સાથે વ્યાપક સંપર્ક અને સંવાદ અભિયાન હાથ ધરીને સંગઠન પર પોતાની મજબૂત પકડનો પરિચય આપ્યો છે.


ચંદુભાઈ મકવાણાનું સ્પષ્ટ આહવાન:
“ભારતીય જનતા પાર્ટીની સૌથી મોટી તાકાત તેનું બુથ સ્તરનું સંગઠન છે. કેન્દ્ર અને રાજ્ય સરકારની જનકલ્યાણકારી યોજનાઓ તથા વિકાસલક્ષી સિદ્ધિઓનો લાભ સમાજના અંતિમ વ્યક્તિ સુધી પહોંચવો જ જોઈએ. દરેક કાર્યકર્તા સરકાર અને જનતા વચ્ચે મજબૂત સેતુ બને તે માટે આ વિશેષ બુથ સંપર્ક અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે.”
પ્રવાસ દરમિયાન પ્રમુખની અધ્યક્ષતામાં સંગઠનાત્મક મુદ્દાઓ પર વિસ્તૃત ચર્ચા થઈ હતી. આગામી કાર્યક્રમોને સફળ બનાવવા માટે ચંદુભાઈ મકવાણાએ કરેલી અપીલને ઝીલી લઈને કાર્યકર્તાઓએ ઉત્સાહપૂર્વક પોતાના સૂચનો રજૂ કર્યા હતા અને સંગઠનને વધુ ગતિશીલ બનાવવાનો સંકલ્પ કર્યો હતો.

જૂનાગઢ જિલ્લામાં બુથ સ્તરે સંગઠનને વધુ મજબૂત, સક્રિય અને લોકકેન્દ્રિત બનાવવા માટે જિલ્લા ભાજપ પ્રમુખ ચંદુભાઈ મકવાણાનો આ વેગવંતો પ્રવાસ કાર્યકર્તાઓમાં નવા ઉત્સાહ અને અભૂતપૂર્વ ઊર્જાનો સંચાર કરનાર સાબિત થયો છે.





