JUNAGADHJUNAGADH CITY / TALUKO

જૂનાગઢ જિલ્લા રોજગાર કચેરી દ્વારા તા.૨૫ જૂનના રોજ નોબલ યુનિવર્સીટી સીટી કેમ્પસ, આંબાવાડી જૂનાગઢ ખાતે ભરતીમેળાનુ આયોજન

જૂનાગઢ જિલ્લા રોજગાર કચેરી દ્વારા તા.૨૫ જૂનના રોજ નોબલ યુનિવર્સીટી સીટી કેમ્પસ, આંબાવાડી જૂનાગઢ ખાતે ભરતીમેળાનુ આયોજન

જૂનાગઢ જિલ્લા રોજગાર કચેરી દ્વારા તા.૨૫ જૂનના રોજ સવારે ૧૧:૦૦કલાકે નોબલ યુનિવર્સીટી સીટી કેમ્પસ,આંબાવાડી મેઇન રોડ, બાલસ નગર, સાઇબાબા સોસાયટી, જૂનાગઢ ખાતે રોજગારવાંચ્છુ ઉમેદવારો માટે એક મેગા રોજગાર ભરતીમેળાનુ આયોજન કરવામા આવ્યુ છે. જેમાં સમન્વય મલ્ટીસ્પેસીયાલીટી હોસ્પિટલ, શ્રી કેશવ કો.ઓપરેટીવ ક્રેડિટ સોસાયટી લી., કોહિનૂર એસેસરીઝ પ્રા.લી., દાવત બેવરેઝીસ પ્રા.લી., સીનોવા ગીયર્સ એન્ડ ટ્રાંશમિશન પ્રા.લી., એચ.ડિ.એફ.સી. લાઇફ ઇન્સ્યુરન્સ કંપની, ઇન્ડસઇન્ડ નિપ્પોન લાઇફ ઇન્સયુરંસ કંપની લી. કોમલ એન્ટરપ્રાઇઝ (મધર ડેરી), બજાજ કેપીટલ ઇન્સ્યુરંસ બ્રોકિંગ લી., સનચેઝર સ્ટક્ચર પ્રા.લી., એસ.કે. ઇન્ડસ્ટ્રીઝ, વિનય ઇન્ડસ્ટ્રીઝ લી., એચ.આર. ટેલેન્ટ સોલ્યુશન, ભગવતી ઓટૉ લીંક પ્રા.લી. એસ.આઇ.એસ. લી., ન્યુ ઇન્ડિયા એન્જિનીયરીંગ કંપની, શ્રીરામ એરોસ્પેસ એન્ડ ડિફેન્સ એલએલપી વિગેરે નોકરીદાતાઓ હાજર રહેવાના છે. જેમા વિવિધ જગ્યાઓ માટે એસ.એસ.સી, આઇ.ટી.આઇ. ડિપ્લોમા કે સ્નાતક અને અનુસ્નાતકની શૈક્ષણિક લાયકાત ધરાવનાર ( ૧૮ વર્ષ થી ૪૫ વર્ષ) સુધીના રોજગારવાંચ્છુ ઉમેદવારો માટે ઇન્ટરવ્યુનું આયોજન કરવામાં આવ્યુ છે એમ જૂનાગઢ જિલ્લા રોજગારી અધિકારીની અખબારી યાદીમાં જણાવવામાં આવ્યુ છે.

રિપોર્ટર : અનિરૂધસિંહ બાબરીયા – કેશોદ

Back to top button
error: Content is protected !!