બાળકોને મોબાઇલની લતથી દૂર રાખવા વાલીઓને અનુરોધ કરતા કલેક્ટર
પ્રવેશોત્સવ લીધે ડ્રોપ આઉટ રેસીયો ઘટ્યો છે
૦૦૦
જૂનાગઢ તા. ૨૬ જૂનાગઢના કલેક્ટર શ્રી અનિલકુમાર રાણા વસિયાએ આજે ભેસાણ તાલુકાના મેંદપરા ગામે શાળા પ્રવેશોત્સવ અંતર્ગત નાના ભૂલકાઓને શાળામાં પ્રવેશ અપાવ્યો હતો.
કલેકટર શ્રી એ બાળકોને પ્રોત્સાહિત કરી તેમજ તેજસ્વી બાળકોને સન્માનિત કર્યા હતા. રાજ્ય સરકાર દ્વારા શાળાઓમાં માળખાગત સુવિધાઓ વધારવામાં આવી છે તેમજ પ્રવેશ ઉત્સવ અંતર્ગત બાળકોને શૈક્ષણિક સાહિત્ય પણ વિનામૂલ્ય વિતરણ કરવામાં આવે છે તેનું પણ કલેક્ટર શ્રી એ નિરીક્ષણ કર્યું હતું.
આ પ્રસંગે કલેક્ટરશ્રીએ વાલીઓને જણાવ્યું હતું કે શાળા પ્રવેશોત્સવને લીધે ડ્રોપ આઉટ રેશીયો ઘટ્યો છે. અગાઉ ૧૦૦ બાળકોના પ્રવેશ સામે થોડા સમય પછી ૩૭ બાળકો સ્કૂલ છોડીને જતા રહેતા હતા. આજે પરિસ્થિતિ બદલાઈ છે અને શાળાઓમાં સરકાર દ્વારા આધુનિક શૈક્ષણિક ભવનો અને ટેકનોલોજીના ઉપયોગ સાથે શિક્ષણની વ્યવસ્થાઓ કરવામાં આવી છે. શાળા પ્રવેશમાં બાળકોના ચહેરા પર ખુશી જોવા મળે છે તે બતાવે છે કે શાળા પ્રવેશ ઉત્સવ સાર્થક થયો છે તેમ પણ કલેક્ટર શ્રી એ જણાવ્યું હતું. બાળકો મોબાઈલથી દૂર રહે તે માટે વાલીઓને જાગૃત રહેવા પણ અનુરોધ કર્યો હતો.
આ કાર્યક્રમમાં અગ્રણી શ્રી રમેશભાઈ હિરપરા, ઉમેશભાઈ બાંભરોલીયા, નંદલાલભાઈ સાવલિયા અમીનભાઇ, ગામના સરપંચ શ્રી તેમજ નાયબ માહિતી નિયામક નરેશ મહેતા, મામલતદાર શ્રી પારઘી, શાળાના આચાર્ય ગોરખ ભાઈ, બી.આર.સી કોર્ડીનેટર દિલીપભાઇ મકવાણા સહિતના અધિકારીઓ પદાધિકારીઓ અને વાલીઓ ઉપરાંત વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.