JUNAGADH

જૂનાગઢ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પાણીજન્ય રોગો અટકાવવા લેવાતી તકેદારીઓ

જિલ્લાની ૧૪ જૂથ પાણી પુરવઠા યોજનાના હેડ વર્કસના પાણી વિતરણના સમ્પમાં અવિરત કરતું ક્લોરીનેશન

વાત્સલ્યમ્ સમાચાર
ભરત બોરીચા – જૂનાગઢ
જૂનાગઢ : પાણીજન્ય રોગો અટકાવવા માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પૂરતી તકેદારી લેવામાં આવી રહી છે, જૂનાગઢ જિલ્લામાં પીવાના પાણી માટેની કાર્યરત ૧૪ જૂથ પાણી પુરવઠા યોજનાના હેડ વર્કસના પાણી વિતરણના સંપમાં અવિરત ક્લોરીનેશન કરવામાં આવી રહ્યું છે. ઉપરાંત પીવાના પાણીના સ્થાનિક સ્ત્રોત ઉપલબ્ધ છે ત્યાં આરોગ્ય વિભાગ દ્વારા ક્લોરીનેશનની કામગીરી કરવામાં આવી રહી છે.
આ સંદર્ભે પાણી પુરવઠાના કાર્યપાલક ઇજનેર બી. સી. નાઈ જણાવે છે કે, કલેકટર અનિલકુમાર રાણાવસિયાના માર્ગદર્શનમાં પૂરતી તકેદારી સાથે પીવાના પાણી દ્વારા કોઈ રોગો ન ફેલાય તે માટે સતત ક્લોરીનેશનની કામગીરી કરવામાં આવી રહી છે. જિલ્લાની ૧૪ જૂથ પાણી પુરવઠા યોજનામાં ક્લોરીનેશન કરવામાં આવી રહ્યું છે. પાણી પુરવઠા વિભાગના કર્મચારીઓ દ્વારા ક્લોરીનેશનની નિયત પ્રક્રિયા મુજબ આ ક્લોરિનેશનની કામગીરી કરવામાં આવી રહી છે. તેમણે જણાવ્યું કે, ક્લોરીન ઉપરાંત બ્લીચિંગ પાવડરના ઉપયોગથી પણ પાણીને જંતુમુક્ત કરવામાં આવી રહ્યું છે.
ઉલ્લેખનીય છે કે, કલોરીન જંતુનાશક તરીકેનો ગુણ ધરાવતુ હોવાથી ટેપ વોટ૨માં અમુક પ્રકા૨ના જીવાણુઓ અને સુક્ષ્મજીવો જેવા કે બેકટેરિયા- વાઇરસનો નાશ કરવા માટે કલોરીનેશન કરવું જરૂરી છે. કલોરીનેશનથી કોલેરા, ટાઈફોઈડ, મરડો ઝાડા ઉલ્ટી, કમળો ઉપરાંત ચામડીના રોગો જેવા પાણીજન્ય રોગોને અટકાવવા માટે જરૂરી છે.

રોગ પહેલા લક્ષણને ઓળખો – એપિસોડ-૪ |કિડની પથરી અને પ્રોસ્ટેટ થી કઈ રીતે બચવું ? | Urology |Dr. Keyur Patel

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button